Jagadish Shettar: કર્ણાટકમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટર ટિકિટ ન મળવાના કારણે ભાજપમાંથી રાજીનામું આપીને કોંગ્રેસમાં જોડાયા છે. રવિવારે (16 એપ્રિલ) તેમણે ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લિંગાયત સમુદાયમાંથી આવતા જગદીશ શેટ્ટર રવિવારે રાત્રે કોંગ્રેસના નેતાઓને મળ્યા હતા. ભાજપ છોડતી વખતે શેટ્ટરે કહ્યું હતું કે તેમણે ભારે હૈયે રાજીનામું આપ્યું છે. તેઓ ટૂંક સમયમાં આગામી યોજના જાહેર કરશે અને વિધાનસભાની ચૂંટણી લડશે. આ પહેલા પૂર્વ ડેપ્યુટી સીએમ લક્ષ્મણ સાવડી પણ કોંગ્રેસમાં જોડાયા હતા. સાવડીની જેમ કોંગ્રેસે પણ શેટ્ટરને ટિકિટ આપવાનું વચન આપ્યું છે.

મહારાષ્ટ્રમાં હીટવેવથી 8 લોકોએ દમ તોડ્યો, 123 બિમાર પડ્યા, 13 હોસ્પિટલમાં દાખલ


ભાજપે મને દરેક પદ આપ્યું
કોંગ્રેસમાં જોડાયા બાદ શેટ્ટરે કહ્યું હતું કે 'હું ગઈકાલે (રવિવારે) ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ આજે (સોમવારે) કોંગ્રેસમાં જોડાયો છું. કોંગ્રેસનું સભ્યપદ લેવા પર મોટાભાગના લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. વિપક્ષના નેતા, પૂર્વ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ શેટ્ટરે કહ્યું કે 'ભાજપે મને દરેક પદ આપ્યું છે અને એક કાર્યકર તરીકે મેં હંમેશા ભાજપના વિકાસ માટે કામ કર્યું છે'. શેટ્ટરે કહ્યું કે 'મેં વિચાર્યું હતું કે વરિષ્ઠ નેતા હોવાના કારણે મને ટિકિટ મળશે. પરંતુ, જ્યારે મને ખબર પડી કે મને ટિકિટ મળી રહી નથી, ત્યારે હું ચોંકી ગયો. મારી સાથે કોઈએ વાત કરી નહીં. કોઈએ મને ખાતરી પણ નથી આપી કે મને આગળ કઈ પોસ્ટ મળશે.


સુરજેવાલાએ કર્યું ટ્વીટ 
જદીશ શેટ્ટર કોંગ્રેસમાં જોડાયા બાદ રણદીપ સિંહ સુરજેવાલાએ તેમના વેરિફાઈડ હેન્ડલ પરથી ટ્વિટ કર્યું હતું. શેટ્ટરનો ફોટો પોસ્ટ કરતાં તેણે લખ્યું, એક નવો અધ્યાય, નવો ઈતિહાસ, નવી શરૂઆત. ભાજપના પૂર્વ મુખ્યમંત્રી, પૂર્વ ભાજપ અધ્યક્ષ, પૂર્વ વિપક્ષના નેતા, છ વખત ધારાસભ્ય શ્રી જગદીશ શેટ્ટર આજે કોંગ્રેસ પરિવારમાં જોડાયા હતા. કોંગ્રેસ પાર્ટી તેમનું સ્વાગત કરે છે. પરિવર્તન અહીં છે! કોંગ્રેસ અહીં છે!


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube