બેંગ્લુરૂ : કર્ણાટકમાં સરકાર બનાવવાનો દાવો કર્યા બાદ સાંજે છ વાગ્યે મુખ્યમંત્રી પદનું શપથ લેવા જઇ રહેલા વરિષ્ઠ ભાજપનાં નેતા બી.એસ યેદિયુરપ્પાએ પોતાના અંગ્રેજી નામના સ્પેલિંગમાં પરિવર્તન કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 2007માં પણ આ નેતાએ પોતાનાં ભાગ્યમાં પરિવર્તન માટે નામમાં પરિવર્તન કર્યું હતું. આ અગાઉ તેમનું નામ બીએસ યેદિયુરપ્પા (Yediyurappa) હતું. જો કે 2007માં તેમણે પોતાનાં અંગ્રેજી નામમાં (I) ના બદલે (D) જોડી દીધું હતું. જેના પગલે હવે તેમનું નામ યેદ્દિયુરપ્પા (Yeddyurappa) થઇ ગયું. હવે યેદ્દિયુરપ્પાએ નામમાં પરિવર્તન કરીને પોતાનું જુનુ નામ યેદિયુરપ્પા અપનાવી લીધું છે. આ અંગે તેમ પણ કહેવાઇ રહ્યું છે કે, તેમણે પોતાનાં નામમાં પરિવર્ત 6 મહિના પહેલા જ કર્યું હતું. આ અંગે કોઇ અધિકારીક પૃષ્ટી થઇ શકી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ISRO ના એવા વૈજ્ઞાનિક જેમણે સરકારનાં 325 કરોડ રૂપિયા હવામાં ઉડાડી દીધા !
ભાજપે સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો
કર્ણાટકમાં ભાજપે શુક્રવારે સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો. રાજ્યમાં સરકાર બનાવવાનો દાવો રજુ કરવા માટે ભાજપના વરિષ્ઠ નેતા બી.એસ યેદિયુરપ્પા સવારે આશરે 10 વાગ્યે રાજ્યપાલ વજુભાઇ વાળાને મળવા માટે પહોંચ્યા. તેમણે રાજ્યપાલને આજે જ સરકાર પાસે શપથગ્રહણ કરાવવાની માંગ પણ કરી હતી. આજે સાંજે 6 વાગ્યે જ શપથગ્રહણ સમારોહ આોજીત થશે, જેમાં ભાજપની નવી સરકાર શપથ લેશે. બીએસ યેદિયુરપ્પા મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરશે. 


માયાવતીએ પણ આઝમ ખાનની ઝાટકણી કાઢી, કહ્યું- 'ખુબ નિંદનીય, મહિલાઓની માફી માંગો'
આંખ ઉઘાડતો કિસ્સો...નવજાત બાળકીને દૂધની જગ્યાએ પીવડાવ્યાં 'આ' પીણા, થયું મોત
રાજ્યપાલ સાથે મુલાકાત બાદ યેદિયુરપ્પાએ કહ્યું કે, હું સરકાર બનાવવાનો દાવો રજુ કરવા અને મુખ્યમંત્રી પદનાં શપથ લેવા માટે રાજ્યપાલને મળ્યાં. રાજ્યપાલ તે મુદ્દે તૈયાર છે અને તે બાબતનો તેમણે મને પત્ર પણ સોંપ્યો છે. હું આજે સાંજે આશરે 06-06.15 વાગ્યે શપથ લઇશ. 


આઝમના નિવેદન પર લોકસભામાં હોબાળો, રવિશંકરે કહ્યું- માફી માંગે નહીં તો સદનમાંથી સસ્પેન્ડ કરો
ભાજપે કર્ણાટક વિધાનસભા અધ્યક્ષ કે.આર રમેશ કુમાર દ્વારા કોંગ્રેસનાં ત્રણ ધારાસભ્યોને પાર્ટીનાં વ્હિપની અવગણના કરવા અંગે તેમને અયોગ્ય ગણાવતા અને23 જુલાઇએ કોંગ્રેસ-જનતા દળ (સેક્યુલર) સરકારને તોડી પાડવાનાં ત્રણ દિવસ બાદ સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો છે.