આઝમના નિવેદન પર લોકસભામાં હોબાળો, રવિશંકરે કહ્યું- માફી માંગે નહીં તો સદનમાંથી સસ્પેન્ડ કરો

લોકસભામાં ગુરુવારે (25 જુલાઈ) સપા સાંસદ આઝમ ખાન કઈંક એવું બોલી ગયા કે ત્યારબાદ હોબાળો મચી ગયો. આજે પણ લોકસભામાં આઝમ ખાન દ્વારા અપાયેલા નિવેદન પર ખુબ હંગામો થયો.

આઝમના નિવેદન પર લોકસભામાં હોબાળો, રવિશંકરે કહ્યું- માફી માંગે નહીં તો સદનમાંથી સસ્પેન્ડ કરો

નવી દિલ્હી: લોકસભામાં ગુરુવારે (25 જુલાઈ) સપા સાંસદ આઝમ ખાન કઈંક એવું બોલી ગયા કે ત્યારબાદ હોબાળો મચી ગયો. આજે પણ લોકસભામાં આઝમ ખાન દ્વારા અપાયેલા નિવેદન પર ખુબ હંગામો થયો. સદનની અધ્યક્ષતા કરી રહેલા ભાજપના સાંસદ રમા દેવી પર આપત્તિજનક ટિપ્પણી કરતા ભાજપના સાંસદોએ આઝમ ખાન પાસે માફીની માગણી કરી. ભાજપના સાંસદોએ કહ્યું કે જો તેઓ માફી ન માંગે તો  તેમને સદનમાંથી બર્ખાસ્ત કરવા જોઈએ. 

કેન્દ્રીય મંત્રી અને અમેઠીથી ભાજપના સાંસદ સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે ગઈ કાલે સદનમાં મહિલાઓનું અપમાન થયું જેને આખા દેશે જોયું. તેમણે કહ્યું કે સપા સાંસદ આઝમ ખાને ભાજપના મહિલા સાંસદની માફી માગવી જોઈએ અને જો તેઓ એમ ન કરે તો તેમને સદનમાંથી બર્ખાસ્ત કરવા જોઈએ. તેમણે કડક શબ્દોમાં કહ્યું કે કોઈ પણ સાંસદે જો આવી ટિપ્પણી સદનની બહાર કરી હોત તો પોલીસ અત્યાર સુધી કાર્યવાહી  કરી ચૂકી હોત. 

સ્મૃતિ ઈરાનીની સાથે સાથે રવિશંકર પ્રસાદ, પ્રહ્લાદ જોશી, અનુરાગ ઠાકુર, નિર્મલા સીતારમણ, કોંગ્રેસ નેતા અધીર રંજન, ટીએમસી સાંસદ નુસરત  જહા વગેરે સાંસદોએ પણ આઝમ ખાનના નિવેદનની ટીકા કરી. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે આઝમ ખાન કાં તો સદનમાં માફી માંગે અથવા તો લોકસભા અધ્યક્ષ તેમના પર કડકમાં કડક કાર્યવાહી કરે. 

વાત જાણે એમ હતી કે લોકસભામાં ત્રિપલ તલાક બિલ પર ચર્ચા દરમિયાન સમાજવાદી પાર્ટીના રામપુરથી સાંસદ આઝમ ખાનની એક ટિપ્પણી પર ગુરુવારે હોબાળો મચી ગયો. આઝમ ખાન સદનમાં બોલી રહ્યાં હતાં ત્યારે તેમણે એક શેર સંભળાવ્યો. તુ ઈધર ઉધર કી બાત ન કર, યે બતા કે કાફલા ક્યો લૂંટા? જેના પર સ્પીકરની ચેર પર બિરાજમાન રમા દેવીએ કહ્યું કે તમે પણ આમ જોઈને વાત કરો. જેના પર આઝમ ખાને કહ્યું કે "તમે મને એટલા સારા લાગો છો કે મારું મને કરે છે કે તમારી આંખોમાં આંખો પરોવીને જોતો રહું." 

જુઓ LIVE TV

ભાજપે આ નિવેદન પર વિરોધ વ્યક્ત કરતા આઝમ ખાનને માફી માંગવાનું કહ્યું. કેબિનેટ મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે આઝમ ખાને માફી માંગવી જોઈએ.  સ્પીકર રમા દેવીએ આપત્તિ વ્યક્ત કરતા કહ્યું કે હું તમારી નાની બહેન જેવી છું. આ બોલવાની યોગ્ય રીત નથી. આઝમ ખાને કહ્યું કે તમે ખુબ પ્યારા છો. મારી પ્યારી બહેન છો તમે. 

સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે આઝમ ખાને મર્યાદામાં રહીને વાત કરવી જોઈએ. આ વાત કરવાની યોગ્ય રીત નથી. રમા દેવીએ પણ આઝમ ખાનના નિવેદન પર આપત્તિ વ્યક્ત કરી. જેના પર આઝમ ખાને કહ્યું કે મારું લાંબુ જાહેર જીવન રહ્યું છે. જો મારી ભાષા ગેરબંધારણીય હોય તો હું મારી લોકસભા સદસ્યતાથી રાજીનામું આપવા તૈયાર છું. સપા નેતા અખિલેશ યાદવે જો કે તેમનો બચાવ કરતા કહ્યું કે આઝમ ખાનની ભાવનાઓ ખરાબ નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news