નવી દિલ્હી: કર્ણાટક (Karnataka) માં આજે 15 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી (Karnataka bypolls 2019) યોજાઈ. સરેરાશ 62.18 ટકા મતદાન યોજાયું. કૃષ્ણરાજપેટે વિધાનસભા બેઠક પર સૌથી વધુ 80 ટકા જ્યારે કેઆરપુરામાં સૌથી ઓછુ 37 ટકા મતદાન નોંધાયું. હવે કુલ 165 ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય 9 ડિસેમ્બરે મતગણતરીના દિવસે થશે. કુલ 12 બેઠકો પર ભાજપ, જનતા દળ સેક્યુલર (જેડીએસ) અને કોંગ્રેસ વચ્ચે ત્રિકોણીય જંગ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આંધ્ર પ્રદેશ: વિજયનગરમમાં ડુંગળી માટે મચી ભાગદોડ, અનેક લોકો ઘાયલ 


જુલાઈમાં કોંગ્રેસ (Congress) અને જેડીએસના કુલ 17 ધારાસભ્યોના રાજીનામાના કારણે કુમારસ્વામીની ગઠબંધન સરકાર પડી હતી. ત્યારબાદ બીએસ યેદિયુરપ્પાના નેતૃત્વમાં ભાજપની સરકાર બની હતી. આ ધારાસભ્યોને તત્કાળ સ્પીકરે અયોગ્ય કરાર આપીને ચૂંટણી લડવા પર રોક લગાવી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે નવેમ્બરમાં આ અયોગ્ય જાહેર કરાયેલા ધારાસભ્યોને ફરીથી ચૂંટણી લડવાની મંજૂરી આપી. હાલ કુલ 17માંથી 15 બેઠકો પર ચૂંટણી થઈ. ભાજપ અને કોંગ્રેસે તમામ 15 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા હતાં. જ્યારે જેડીએસએ ઉત્તર કન્નડ જિલ્લાના યેલપુર, બેંગ્લુરુ ગ્રામીણની હોસાકોટે બેઠક તથા બેલગાવાની અઠાની સીટથી ઉમેદવારો ઊભા રાખ્યા નહીં. આ પ્રકારે 12 બેઠકો પર ત્રિકોણીય જંગ અને 3 બેઠકો પર કોંગ્રેસ-ભાજપની સીધી લડાઈ છે. 


ઉન્નાવ દુષ્કર્મ: પીડિતાને એરલિફ્ટ કરી દિલ્હી લાવવામાં આવી, SIT કરશે તપાસ 


વર્ષ 2018માં ભાજપ બધી બેઠકો હાર્યું હતું
ખાસ વાત એ છે કે જે 15 બેઠકો પર વિધાનસભા ચૂંટણી થઈ રહી છે તેમાં 2018ની વિધાનસભા ચૂંટણીમાં 12 બેઠકો કોંગ્રેસે અને 3 જેડીએસએ જીતી હતી. આવામાં ભાજપ માટે આ બેઠકો પર જીત નોંધાવવી મોટો પડકાર છે. જો કે ભાજપે કોંગ્રેસ અને જેડીએસની ટિકિટ પર ચૂંટણી લડનારા ધારાસભ્યોને જ પેટાચૂંટણીમાં મેદાનમાં ઉતાર્યા છે. સૂત્ર જણાવે છે કે ધારાસભ્યોના સમર્થક પક્ષપલટાથી જ્યાં નારાજ છે ત્યાં ભાજપમાં આ બેઠકોના દાવેદાર અન્ય નેતા પણ જેડીએસ અને કોંગ્રેસના ધારાસભ્યોને ટિકિટ મળવાથી નારાજ છે. જેમાં ભાજપને આંતરિક કલેહની આશંકા સતાવી રહી છે. જો કે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અને કર્ણાટક પ્રભારી પી મુરલીધર રાવે કહ્યું કે "ભાજપ ખુબ સકારાત્મકતાની સાથે ચૂંટણીમાં ઉતરી છે. કોંગ્રેસ રાજ્યમાં ફરીથી ચૂંટણી ઈચ્છે છે. આવામાં જનતા સ્થિર સરકાર માટે ભાજપને જ તમામ બેઠકો જીતાડે તેવું લાગે છે.  કારણ કે જનતાને પણ ખબર છે કે રાજ્યમાં ભાજપ જ સ્થિર સરકાર આપી શકે તેમ છે."


જુઓ LIVE TV


UP: મંત્રીજીનો બફાટ, કહ્યું- '100 ટકા ક્રાઈમ રોકવાની ગેરંટી તો ભગવાન રામ પણ નહતા આપી શક્યા'


આ બેઠકો પર યોજાઈ પેટાચૂંટણી
ગોકક, કાગવાડ, અથાની, યેલ્લપુરા, હિરેકેરુર, રવબેન્નુર, વિજયનગર, ચિકબલ્લાપુરા, કેઆરપુરા, યશવંતપુરા, મહાલક્ષ્મી લાયુત, શિવાજી નગર, હોસકોટે, હંસુર, અને કે આર પેટે વિધાનસભા બેઠકો સામેલ છે. બે બેઠકો મસ્કી અને રાજરાજેશ્વરીનો મામલો કોર્ટમાં હોવાના કારણે હાલ ત્યાં પેટાચૂંટણી યોજાઈ નથી.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube