karnataka

લોકડાઉનથી વિચિત્ર સ્થિતિ સર્જાઈ, આ રાજ્યની સરકારે દારૂ માટે નિયમો નેવે મૂકવા પડ્યા

સમગ્ર દેશમાં લોકડાઉનના કારણે એક નવી સમસ્યા આવી ગઈ છે. કોરોના વાયરસના સંક્રમણનું જોખમ હજુ તો ટળ્યું નથી ત્યાં દારૂ ન મળવાના કારણે 9 લોકોના મોત થઈ ગયા છે. જેના કારણે સ્થાનિક સરકાર સામે નવી મુસિબત પેદા થઈ છે. હવે રાજ્ય સરકાર પોતાના હાલના નિયમમાં ફેરફાર કરવા જઈ રહી છે જેથી કરીને સરળતાથી દારૂ મળી શકે.

Mar 30, 2020, 02:23 PM IST

કોરોનાનો પ્રકોપ: કર્ણાટકમાં વધુ 2 કેસ સામે આવ્યાં, દેશમાં મહારાષ્ટ્ર સૌથી વધુ પ્રભાવિત રાજ્ય

ભારતમાં કોરોના વાયરસનો ચેપ સતત વધી રહ્યો છે. સોમવાર રાત સુધીમાં દેશમાં કોરોનાની પીડાતા દર્દીઓની સંખ્યા 114 હતી. જે હવે વધીને 125 થઈ ગઈ છે. કર્ણાટકમાં નવા બે દર્દીઓ સામે આવ્યાં છે જેમનામાં COVID-19ની પુષ્ટિ થઈ છે. કર્ણાટકમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 10 થઈ ગઈ છે. 

Mar 17, 2020, 08:54 AM IST

કોરોના વાયરસથી ભારતમાં એક વ્યક્તિનું મોત, કર્ણાટકમાં 76 વર્ષના દર્દીએ ગુમાવ્યો જીવ

કોરોના વાયરસને કારણે ભારતમાં મોત થવાની પ્રથમ ઘટના સામે આવી છે. 

Mar 12, 2020, 10:42 PM IST

હુબલી: 3 કાશ્મીર વિદ્યાર્થીઓના દેશ વિરોધી નારા, નાગરિકોએ લમધાર્યા

કર્ણાટકનાં હુબલીનાં KLE એન્જિનીયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા 3 કાશ્મીરી વિદ્યાર્થીઓ પર પાકિસ્તાનનાં સમર્થનમાં નારાઓ લગાવવાનો આરોપ છે. આ દેશદ્રોહી નારા કાલે 14 ફેબ્રુઆરીએ લગાવવામાં આવ્યા હતા જ્યારે પુલવામાં હુમલાનાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલી આપવામાં આવી રહી હતી. સમગ્ર દેશ આ પ્રસંગે ગમગીન હતો. વીડિયો વાયરલ થયા બાદ લોકો ગુસ્સામાં છે. કર્ણાટક પોલીસે તત્કાલ કાર્યવાહી કરતા શનિવારે ત્રણેય વિદ્યાર્થીઓની ધરપકડ કરી લીધી. કોલેજનાં પ્રિન્સિપાલ બસાવારાજ અનામીનું કહેવું છે કે, કોલેજે પોલીસેમાં ફરિયાદ નોંધાવી હતી અને તેમાં ત્રણેય વિદ્યાર્થીઓનું નામ સામે આવ્યું. ત્રણેય વિદ્યાર્થીઓની હકાલપટ્ટી કરવામાં આવશે. 

Feb 15, 2020, 08:51 PM IST

કર્ણાટકમાં શાહ LIVE: ''શરણાર્થીઓમાં 70 ટકા દલિત, CAAનો વિરોધ કરનારા દલિત વિરોધી''

ભારતીય જનતા પાર્ટીનાં અધ્યક્ષ અમિત શાહ આજે નાગરિકતા સંશોધન કાયદાનાં સમર્થનમાં કર્ણાટકનાં હુબલીમાં રેલીને સંબોધિત કરી રહ્યા છે. આ દરમિયાન મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા પણ હાજર રહ્યા. આ અગાઉ બેંગ્લુરૂમાં યેદિયુરપ્પાએ અમિત શાહનું સ્વાગત કર્યું. શાહ ઉપરાંત કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની વારાણસીમાં સીએએનાં સમર્થનમાં રેલી કરી હતી. વારાણસીના સંપુર્ણાનંદ સંસ્કૃતી યુનિવર્સિટીમાંઆજે સ્મૃતિ ઇરાનીએ રેલીને સંબોધિત કરી હતી.

Jan 18, 2020, 06:59 PM IST
PM Modi's Addressing From Tumakuru In Karnataka PT27M25S

કર્ણાટકના તુમકુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતોને આપી આ ભેટ, જુઓ Video...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસીય કર્ણાટકના પ્રવાસે છે. અહીં પીએમને ઘણા મોટા કાર્યક્રમોમાં ભાગ લેવાનો છે. વડાપ્રધાનમંત્રીએ આજે તુમકુરમાં શ્રી સિદ્ધગંગા મઠના દર્શન કર્યા, અહીં તેમણે એક જનસભાને પણ સંબોધિત કરી. આ ઉપરાંત વડાપ્રધાન કિસાન સન્માન યોજનાનો ત્રીજો હપ્તો પણ ખેડૂતોને આપવામાં આવશે. ત્રણ જાન્યુઆરીએ પીએમ મોદી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ઉપસ્થિત રહેશે.

Jan 2, 2020, 04:15 PM IST

LIVE: પડોશી દેશમાં હિંદુઓ પર અત્યાચાર, PAK નહી પરંતુ સંસદ વિરૂદ્ધ બોલી રહી છે કોંગ્રેસ: મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસીય કર્ણાટકના પ્રવાસે છે. અહીં પીએમને ઘણા મોટા કાર્યક્રમોમાં ભાગ લેવાનો છે. વડાપ્રધાનમંત્રીએ આજે તુમકુરમાં શ્રી સિદ્ધગંગા મઠના દર્શન કર્યા, અહીં તેમણે એક જનસભાને પણ સંબોધિત કરી. આ ઉપરાંત વડાપ્રધાન કિસાન સન્માન યોજનાનો ત્રીજો હપ્તો પણ ખેડૂતોને આપવામાં આવશે.

Jan 2, 2020, 02:49 PM IST

VIDEO: CAAનો વિરોધ કરી રહેલા લોકો સામે IPS ઓફિસરે કર્યું એવું કામ....બધા શાંતિથી જતા રહ્યાં

નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં ગુરુવારે કર્ણાટક (Karnataka) ના બેંગ્લુરુ, કલબુર્ગી, શિવમોગામાં પ્રદર્શન કરી રહેલા સેંકડો પ્રદર્શનકારીઓને અટકાયતમાં લેવામાં આવ્યાં હતાં. અટકાયતમાં લેવાયેલા લોકોમાં ઈતિહાસકાર રામચંદ્ર ગુહા પણ હતાં.

Dec 20, 2019, 12:28 PM IST

Karnataka bypolls results LIVE: ભાજપે 12 તો કોંગ્રેસે 2 બેઠક જીતી, JDS નું ખાતું ન ખુલ્યું

કર્ણાટક વિધાનસભા પેટા ચૂંટણીમાં (karnataka assembly by election) ભાજપનો (BJP) દબદબો રહ્યો છે. કર્ણાટકમાં 15 બેઠકો માટે પેટાચૂંટણી યોજાઇ હતી. જેના પરિણામ આજે જાહેર થતાં ભાજપનો કેસરીયો લહેરાયો છે. ભાજપે શાનદાર સફળતા મેળવી છે અને 12 બેઠકો પર વિજય મેળવ્યો છે. જ્યારે કોંગ્રેસને 2 બેઠકો મળી છે. તો જેડીએસની સ્થિતિ કફોડી બની છે. એક પણ બેઠક મળી નથી. 

Dec 9, 2019, 08:10 AM IST

કર્ણાટક પેટાચૂંટણી : 15 વિધાનસભાની સીટ પર મતદાન, ભાજપ માટે કરો યા મરોની સ્થિતિ 

આજે કર્ણાટક (karnataka)માં પંદર બેઠકો માટે પેટા ચૂંટણી યોજાઈ રહી છે. આ બેઠકો પર કર્ણાટકની ભાજપ (BJP) સરકારનો મદાર છે. હાલની યેદ્દીયુરપ્પાની સરકારને બચાવવા અને કોંગ્રેસ-જદ-એસ ફરીથી સત્તામાં આવવા માટે પંદર પૈકીની ઓછામાં ઓછી છ બેઠકો ભાજપને જીતવી પડશે.

Dec 5, 2019, 08:46 AM IST

Syed Mushtaq Ali Trophy: સૈયદ મુસ્તાક અલી ટ્રોફી ચેમ્પિયન બન્યું કર્ણાટક, તામિલનાડુને આપી રોમાંચક હાર

Syed Mushtaq Ali Trophy: સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં કર્ણાટક ચેમ્પિયન બન્યું છે. રોમાંચક બનેલ આ મેચમાં કર્ણાટકે તામિલનાડુને એક રનથી પરાજય આપ્યો હતો. દેશની સૌથી મોટી ટી-20 ટુર્નામેન્ટમાં કર્ણાટકે મેદાન માર્યું છે. 

Dec 2, 2019, 01:12 PM IST

Abhimanyu Mithun : 6 બોલમાં 5 વિકેટ, આમ કરનારો 87 વર્ષમાં પ્રથમ ભારતીય ખેલાડી બન્યો

અભિમન્યુ મિથન(Abhimanyu Mithun) ઘરેલુ ક્રિકેટના(Home Cricket) તમામ ફોર્મેટમાં હેટ્રિક લેનારો પ્રથમ ભારતીય ખેલાડી(First Indian Player) બન્યો છે. ભારતને 1932માં મળેલા ટેસ્ટ દરજ્જા પછી છેલ્લા 87 વર્ષમાં એક પણ ખેલાડી આ કારનામો કરી શક્યો નથી. મિથુને વિજય હજારે ટ્રોફિની ફાઈનલમાં પણ ગયા મહિને તમિલનાડુ સામે હેટ્રિક લીધી હતી. 

Nov 29, 2019, 07:58 PM IST
Knife Attack On Karnataka Congress MLA PT1M5S

કર્ણાટકના કોંગ્રેસના ધારાસભ્ય પર છરી વડે કર્યો હુમલો

કર્ણાટકમાં કોંગ્રેસના ધારાસભ્ય તનવીર સઈત પર અજાણ્યા શખ્સે હુમલો કર્યો. મઈસૂરમાં એક કાર્યક્રમ દરમિયાન ફરહાન નામક અજાણ્યા શખ્સે ચપ્પાથી ધારાસભ્ય પર હુમલો કર્યો. ઈજાગ્રસ્ત ધારાસભ્યને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા જ્યારે આરોપી ફરહાનની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી..આરોપીએ હુમલો કેમ કર્યો તે અંગે હાલ પોલીસ તપાસ કરી રહી છે.

Nov 18, 2019, 02:50 PM IST

કર્ણાટક વિધાનસભા પેટાચૂંટણી માટે કોંગ્રેસ જાહેર કરી 6 ઉમેદવારોની યાદી

કર્ણાટક વિધાનસભામાં કુલ 207 ધારાસભ્યો છે જેમાંથી 104 ભાજપના છે અને એટલે ભાજપ બહુમતી ધરાવે છે. જોકે 15 સીટના પરિણામ પછી કર્ણાટક વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા 222 થઈ જશે. આ સંજોગોમાં ભાજપને બહુમત માટે 113 ધારાસભ્યોના સમર્થનની જરૂર પડશે.

Nov 17, 2019, 09:33 AM IST
Supreme Court To Give Relief To Rebel MLAs Of Karnataka PT3M39S

કર્ણાટકમાં બળવાખોર ધારાસભ્યોને સુપ્રીમ કોર્ટે આપી રહાત, લડી શકશે ચૂંટણી

કર્ણાટકમાં બળવાખોર ધારાસભ્યોને સુપ્રીમ કોર્ટે રહાત આપી છે. કોંગ્રેસ-જેડીએસના બળવાખોરોએ ભાજપને સમર્થન આપ્યું હતું.

Nov 13, 2019, 01:10 PM IST

કર્ણાટક: JDS-કોંગ્રેસના 17 અયોગ્ય ધારાસભ્યોને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, લડી શકશે પેટાચૂંટણી

કર્ણાટક (Karnataka) ના કોંગ્રેસ (Congress) તથા જેડીએસ (JDS)ના 17 બાગી ધારાસભ્યોની અરજી પર સુપ્રીમ કોર્ટ (Supreme Court) એ બુધવારે ચૂકાદો સંભળાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે સ્પીકર દ્વારા કોંગ્રેસ (Congress) તથા જેડીએસ (JDS)ના 17 બાગી ધારાસભ્યોને અયોગ્ય ગણાવવાના ચૂકાદાને યોગ્ય ગણાવ્યો છે.

Nov 13, 2019, 11:45 AM IST

કર્ણાટક બન્યું વિજય હજારે ચેમ્પિયન, અભિમન્યુ મિથુનની બર્થડેના દિવસે હેટ્રીક

કર્ણાટકના ફાસ્ટ બોલર અભિમન્યુ મિથુને આ મેચમાં હેટ્રીક લઈને ઈતિહાસ રચ્યો હતો. આ ટૂર્નામેન્ટમાં હેટ્રીક લેનારો તે કર્ણાટકનો પ્રથમ બોલર બન્યો છે. મિથને અંતિમ ઓવરના ત્રીજા, ચોથા અને પાંચમા બોલે સળંગ 3 વિકેટ ઝડપી હતી.

Oct 26, 2019, 09:23 PM IST

વિજય હજારે ટ્રોફીઃ તમિલનાડુ અને કર્ણાટક ફાઇનલમાં, ગુજરાત બહાર

વિજય હજારે વનડે ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં પરાજય સાથે ગુજરાતની સફર સમાપ્ત થઈ ગઈ છે. આ સાથે તમિલનાડુ અને કર્ણાટકની ટીમ ફાઇનલમાં પહોંચી ગઈ છે. 

Oct 23, 2019, 08:23 PM IST

અહો વૈચિત્ર્યમ ! કર્ણાટકમાં ચોરી રોકવા માટે વિદ્યાર્થીઓને ફરજિયાત પહેરાવ્યા ખોખા ...!!!

આ ચોંકાવનારી ઘટના બુધવારની છે અને તેનો ખુલાસો શુક્રવારે સોશિયલ મીડિયામાં વિદ્યાર્થીઓ માથે ખોખું પહેરીને પરીક્ષા આપતા હોય એવો વીડિયો વાયરલ થયા પછી ઘટના બહાર આવી છે. વિદ્યાર્થીઓ અર્થશાસ્ત્ર અને રસાયણ વિજ્ઞાનની પરીક્ષા આપી રહ્યા હતા.

Oct 19, 2019, 09:08 PM IST

PM મોદી ઇસરો ગયા તે માટે ચંદ્રયાન-2 પ્રોજેક્ટ નિષ્ફળ ગયો: કુમારસ્વામી

નરેન્દ્ર મોદી ઇસરોમાં એવી રીતે પહોંચી ગયા જાણે તેઓ પોતે જ સમગ્ર ચંદ્રયાન-2નું સંચાલન કરી રહ્યા હોય

Sep 12, 2019, 10:56 PM IST