નવી દિલ્હી:કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ આજે રાજ્યપાલ થાવરચંદ ગેહલોતને પોતાનું રાજીનામું સોંપી દીધુ. અત્રે જણાવવાનું કે આજે જ તેમની સરકારના બે વર્ષ પૂરા થયા છે. આ અવસરે યોજાયેલા એક કાર્યક્રમમાં તેમણે રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીએ લગભગ 35 મિનિટ સુધી ભાષણ આપ્યું. આ દરમિયાન અનેકવાર તેમની આંખોમાં આંસુ પણ આવી ગયા. હવે જોવાનું એ રહેશે કે ભાજપ રાજ્યની કમાન કોને સોંપશે.  સીએમ યેદિયુરપ્પાએ રવિવારે કહ્યું હતું કે તેઓ ભાજપના કેન્દ્રીય નેતૃત્વનો નિર્ણય માનશે. કહેવાય છે કે તેમની વધતી ઉંમરના પગલે યેદિયુરપ્પાએ રાજીનામું આપવું પડ્યું. સીએમ યેદિયુરપ્પાએ રવિવારે કહ્યું હતું કે તેઓ ભાજપના કેન્દ્રીય નેતૃત્વનો નિર્ણય માનશે. કહેવાય છે કે તેમની વધતી ઉંમરના પગલે યેદિયુરપ્પાએ રાજીનામું આપવું પડ્યું. 


રાજ્યપાલે સ્વીકારી લીધુ રાજીનામું
બીએસ યેદિયુરપ્પાએ આજે રાજ્યપાલ થાવરચંદ ગેહલોતની મુલાકાત કરીને રાજીનામું સોંપ્યું. રાજીનામું સોંપ્યા બાદ તેમણે કહ્યું કે તેમના પર હાઈકમાનનું કોઈ પ્રેશર નથી. મે જાતે જ રાજીનામું આપી દીધુ છે. મેં  કોઈનું નામ સૂચવ્યું નથી. પાર્ટીને મજબૂત કરવા માટે કામ કરતો રહીશ. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube