બેંગલુરૂ: કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ શુક્રવારે ફરી એકવાર દાવો કર્યો છે કે જેડી (એસ)-કોંગ્રેસ ગઠબંધન સરકારને હટાવવા માટે વિપક્ષી ભાજપ તેમના ઓપરેશન લોટસને હજુ પણ ચાલી રહ્યું છે અને તેમણે 'ભેટ' દ્વારા કોંગ્રેસના ધારાસભ્યને તેમના પગમાં લાવવાનો પ્રયાસ કર્યો છે. ભાજપે આ આરોપને નકાર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: 70th Republic Day: રાજપથ પર અદ્ભુત નજારો, દુનિયાએ નિહાળી ભારતની શક્તિ


ગુરૂવાર રાતે કથિત રીતથી કરવામાં આવેલી ઓફર પાછળ ભાજપ અને પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ વીએસ યેદુરપ્પાનો હોવાનો આરોપ લગાવતા તેમણે કહ્યું કે ધારાસભ્યએ તેમને જણાવ્યું કે તેમને ભેટનો અસ્વિકાર કર્યો છે.


Republic day 2019: અમર જવાન જ્યોત પર PM મોદીએ શહીદોને આપી શ્રદ્ધાંજલી


મુખ્યમંત્રીએ આ નવો આરોપ ત્યારે લગાવ્યો જ્યારે થોડા દિવસ પહેલા યેદુરપ્પાએ કહ્યું હતું કે ભાજપ સત્તારૂઢ ગઠબંધનને અસ્થિર કરશે નહીં. તાજેતરમાં, કર્ણાટક ઘણા દિવસો સુધી રાજકીય અશાંતિના ઘામાં હતું. બે સ્વતંત્ર ધારાસભ્યના ગઠબંધન સરકારથી સમર્થન પરત લીધા બાદ ભાજપ દ્વારા ગઠબંધન સરકારના ધારાસભ્યને તેમના પગમાં લાવવાના કથિત પ્રયત્નને લઇ કોંગ્રેસ તેમના ધારાસભ્યોને એકજૂટ રાખવા માટે પ્રયાસ કરી રહી છે.


વધુમાં વાંચો: આ ચાવાળો છે કંઇક અલગ: PM પહોંચ્યા હતા તેને મળવા, હવે મળ્યું આટલું મોટું સન્માન


જ્યારે કુમારસ્વામીએ ભેટ વિશે પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, ‘અનુમાન કરવું મુશ્કેલ છે પરંતુ તમે આશ્ચર્ય પામશો.’ આમ તો તેમણે તેનો ઉલ્લેખ કર્યો નથી. આ આરોપ પર યેદુરપ્પાએ કહ્યું કે મુખ્યમંત્રી ખોટો આરોપ લગાવી રહ્યાં છે. આ તેમની નિષ્ફળતાથી લોકોનું ધ્યાન ભટકાવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. કુમારસ્વામીનો દાવો ખોટો છે અને અમારી પ્રતિક્રિયાની જરૂરીયાત નથી.


વધુમાં વાંચો: ગણતંત્ર દિવસ પર કાશ્મીરમાં 2 જગ્યાએ હુમલો, સેનાએ 2 આતંકવાદીઓને માર્યા ઠાર


તેમણે આરોપ લગાવ્યો કે હકિકતમાં તો આ મુખ્યમંત્રી જ છે જેમણે અમારા આલંદ ધારાસભ્ય (ગુટ્ટેદાર સુભાષ રૂકમાયા) સાથે સંપર્ક કર્યો અને તેમને લાલચ આપવાનો પ્રયત્ન કર્યો હતો. તેમણે દાવો કર્યો કે કુમારસ્વામીની હતાશા તેનો ખુલાસો કરે છે કે ગઠબંધનમાં બધું સારું નથી.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...