Karnataka CM Oath Ceremony: કર્ણાટકની નવી ચુંટાયેલી સરકાર આજે શપથ ગ્રહણ કરશે. રાજ્યના 30માં મુખ્યમંત્રી તરીકે સિદ્ધારમૈયા તેમનો બીજો કાર્યકાળ શરૂ કરશે. કર્ણાટકમાં 13 મેના રોજ પરિણામ જાહેર થયું હતું જેમાં કોંગ્રેસે 135 બેઠકો પર જીત મેળવી હતી. જ્યારે ભાજપને 66 અને જેડીએસને 19 બેઠકો મળી હતી. બહુમતી મેળવ્યા બાદ પણ કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતાઓએ આગામી સીએમ કોણ બનશે તે નક્કી કરવા ઘણા દિવસ મનોમંથન કરવું પડ્યું હતું. અંતે નિર્ણય કરવામાં આવ્યો કે સિદ્ધારમૈયાને સીએમ પદ સોંપવામાં આવશે અને ડીકે શિવકુમારને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવશે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


આધુનિક ભારતના વિકાસમાં આ 4 ગુજરાતીઓનો સિંહફાળો, દરેકનું નામ લઈ શાહે ગણાવી સિદ્ધિઓ


અમેરિકાથી મુંબઈ આવતી Air India ની ફ્લાઈટમાં પેસેન્જરે પત્નીનું દબાવી દીધું ગળુ..


સ્ટેજ પર ચાલી રહી હતી લગ્નની વિધિ, અચાનક આવ્યો પ્રેમી અને દુલ્હન સાથે કરી આવી હરકત..
 


જો કે આ પહેલા સિદ્ધારમૈયાએ 2013 થી 2018 સુધી મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળી ચુક્યા છે. આજના શપથગ્રહણ અંગે જાણવા મળતી માહિતી અનુસાર સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર સાથે 25 થી 26 ધારાસભ્યો પણ મંત્રી તરીકે શપથ લઈ શકે છે. આ મંત્રીમંડળમાં ડીકે શિવકુમાર અને સિદ્ધારમૈયાના વિશ્વાસુ ધારાસભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સીએમ પદનો ચહેરો કોણ હશે તે ફાઈનલ થયા બાદ બેંગલુરુમાં ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કર્ણાટકના કોંગ્રેસ પ્રભારીએ સિદ્ધારમૈયાને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ત્યાર પછી સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર રાજ્યપાલ થાવરચંદ ગેહલોતને મળ્યા અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો.


 


સિદ્ધારમૈયા આજે બપોરે 12:30 વાગ્યે મુખ્યમંત્રી પદના શપથ લેશે. રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારને તેમના સાથીદારો સાથે 20 મેના રોજ બપોરે 12.30 વાગ્યે શપથ લેવા આમંત્રણ આપ્યું છે. શપથ ગ્રહણ સમારોહનું આયોજન કાંતિરવા સ્ટેડિયમમાં કરવામાં આવ્યું છે.