બેંગ્લુરુ: શનિવારે કર્ણાટકની સત્તાધારી કોંગ્રેસ-જેડીએસ સરકારના જે 11 ધારાસભ્યોએ એક સાથે રાજીનામા આપ્યાં તેઓ બધા અલગ અલગ કારણસર પોતાની પાર્ટીઓથી નારાજ છે. રાજીનામું આપનારા કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા 9 છે અને બધાની નારાજગી ગઠબંધન સરકારની કાર્યશૈલીથી છે. મોટાભાગના ધારાસભ્યોની ફરિયાદ છે કે મંત્રીપદ માટે તેમની અવગણના કરવામાં આવી. રાજીનામું આપનારા મોટાભાગના  કોંગ્રેસ ધારાસભ્યો પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના નીકટના છે. આ જ કારણે સરકાર પર તોળાઈ રહેલા આ સંકટ માટે પરોક્ષ રીતે સિદ્ધારમૈયાને જવાબદાર ઠેરવવામાં આી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કર્ણાટક રાજકીય સંકટ : કોંગ્રેસ કોટાના 21 મંત્રીઓના રાજીનામા, રાજનાથે કહ્યું-'BJPનો હાથ નથી'


રામલિંગા રેડ્ડી
આમાં સૌથી મોટું નામ  રામલિંગા રેડ્ડીનું છે. જે સિદ્ધારમૈયાની સરકારમાં ગૃહમંત્રી રહી ચૂક્યા છે. તેમને આ વખતે મંત્રીપદ મળ્યું નહતું. રામલિંગા રેડ્ડીની સાથે ઓછામાં ઓછા 3 ધારાસભ્યો છે જે રામલિંગા રેડ્ડીના જૂથના છે અને હાલ તેઓ રામલિંગા રેડ્ડી સાથે છે. સૂત્રોના હવાલે જાણવા મળ્યું છે કે જો કોંગ્રેસ નેતા અને પૂર્વ સીએમ સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી બનાવવામાં આવે તો આ જૂથની વાપસી થઈ શકે છે. 


રમેશ જરકેહોલી
કોંગ્રેસના બીજા જૂથનું નેતૃત્વ રમેશ જરકેહોલી કરી રહ્યાં છે. ગોકાકથી ધારાસભ્ય રમેશ પાસેથી મંત્રીપદ છીનવીને તેમના સગા ભાઈ સતીષ જરકેહોલીને આપી દેવાયું હતું. રમેશ ત્યારથી પાર્ટીથી નારાજ છે અને સતત રાજીનામું આપવાની ધમકી આપતા રહ્યાં છે. હાલ તેમની સાથે 4 અન્ય બળવાખોર ધારાસભ્યો છે. કહેવાય છે કે રાજીનામાનો સ્વીકાર થયા બાદ આ જૂથ ભાજપમાં સામેલ થઈ શકે છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...