ચૂંટણીના માહોલમાં મત મેળવવા માટે ચિત્ર વિચિત્ર વચનો અપાઈ રહ્યા છે. જનતાને પોતાના તરફ ખેંચવાની કવાયતમાં નેતાઓ કોઈ પણ વચન સમજ્યા વિચાર્યા વગર આપી રહ્યા છે. કર્ણાટક ચૂંટણીમાં આવું જ કઈક જોવા મળી રહ્યું છે. પૂર્વ સીએમે તો એવું ચૂંટણી વચન આપ્યું કે જેને જાણીને જ દંગ રહી જવાય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ તે કેવું વચન
કર્ણાટક ચૂંટણીમાં મત મેળવવા માટે પૂર્વ મુખ્યમત્રી એચડી કુમારસ્વામીએ કહ્યું કે જો કોઈ યુવતી ખેડૂતના પુત્ર સાથે લગ્ન કરશે તો તેમની પાર્ટી તેને બે લાખ રૂપિયા આપશે. કોલારમાં પંચરથના રેલીને સંબોધતા કુમારસ્વામીએ આવું અટપટું વચન આપ્યું. કુમારસ્વામી રેલીમાં કહેવા માંગતા હતા કે ખેડૂતોના પુત્રોના લગ્નને પ્રોત્સાહન મળવું જોઈએ. સરકારે એવી યુવતીઓને બે લાખ રૂપિયા આપવા જોઈએ. જે ખેડૂતોના પુત્રો સાથે લગ્ન કરશે. 


'રિંકુ- ધ કિંગ'...ભારતીય ખેલાડીની દીવાની થઈ આ પોર્ન સ્ટાર, શેર કર્યો એડિટેડ Photo


Love Story: પતિ, પત્ની અને વો...રસપ્રદ પ્રેમ કહાની, બે વર્ષથી રિલેશનશીપમાં છે ત્રણેય


કર્ણાટક ચૂંટણી પહેલા AAP ને મળ્યો રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો, NCP-TMCને મોટો ફટકો


શું બોલ્યા પૂર્વ મુખ્યમંત્રી
કુમારસ્વામીએ કહ્યું કે મને એક અરજી મળી છે કે જેમાં કહેવાયું છે કે યુવતીઓ ખેડૂતોના પુત્રો સાથે લગ્ન કરતી નથી. ખેડૂતોના બાળકોના લગ્ન માટે સરકારે બે લાખ રૂપિયા યુવતીઓને આપવા જોઈએ. આ પ્રોગ્રામના કારણે આપણે છોકરાઓના સેલ્ફ રિસ્પેક્ટનો બચાવ કરી શકીશું. 


પ્રચારમાં લાગી પાર્ટી
કર્ણાટકમાં 10 મી મેના રોજ ચૂંટણી થવાની છે અને 13મી મેના રોજ પરિણામ આવશે. કોંગ્રેસ, ભાજપથી લઈને કુમારસ્વામીની જેડીએસ સુધીની પાર્ટીઓ પ્રચારમાં લાગી છે. જેડીએસનો ટાર્ગેટ છે કે 224 સીટોમાંથી ઓછામાં ઓછી 124 સીટો તેમણે જીતવાની છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube