Love Story: પતિ, પત્ની અને વો...રસપ્રદ પ્રેમ કહાની, બે વર્ષથી રિલેશનશીપમાં છે ત્રણેય
UK throuple relationship love story: શું તમે ક્યારેય થ્રપલ રિલેશનશીપ વિશે સાંભળ્યું છે ખરા? આ એક એવો સંબંધ હોય છે જેના વિશે બહુ ઓછા ભારતીયોને ખબર હશે. આ સંબંધમાં બે નહીં પરંતુ ત્રણ લોકો રોમેન્ટિક સંબંધમાં હોય છે. આવો જ એક રસપ્રદ કિસ્સો બ્રિટન (UK)થી સામે આવ્યો છે.
Trending Photos
UK throuple relationship love story: શું તમે ક્યારેય થ્રપલ રિલેશનશીપ વિશે સાંભળ્યું છે ખરા? આ એક એવો સંબંધ હોય છે જેના વિશે બહુ ઓછા ભારતીયોને ખબર હશે. આ સંબંધમાં બે નહીં પરંતુ ત્રણ લોકો રોમેન્ટિક સંબંધમાં હોય છે. આવો જ એક રસપ્રદ કિસ્સો બ્રિટન (UK)થી સામે આવ્યો છે. જ્યાં એક પરણિત કપલે ફક્ત ઘરમાં જ નહીં પરંતુ પોતાના હ્રદયમાં પણ એક ત્રીજી વ્યક્તિને એન્ટ્રી આપી છે. આ અનોખો સંબંધ જો કે અનેક લોકો પચતો નથી.
પતિને ખબર હતી કે પત્ની બાઈસેક્સ્યુઅલ છે
ઈસ્ટ સસેક્સમાં રહેતા ટોમ હિલયાર્ડ અને તેની પત્ની લેસ્લી કે જેની સાથે હવે એક મહિલા એમા કોમ્બર રહેવા લાગી છે. ધ મિરરમાં પ્રકાશિત એક રિપોર્ટ મુજબ આ થ્રપલ એક જ ઘરમાં પ્રેમથી જીવન જીવી રહ્યા છે. આ ત્રણેય બે વર્ષથી એક સાથે રહે છે. તેમણએ સોશિયલ મીડિયા દ્વારા પોતાના સંબંધ અંગે દુનિયાને જણાવ્યું છે. જો કે તમને જણાવી દઈએ કે આ પ્રકારના સંબંધોને કાયદાએ હજુ માન્યતા આપી નથી.
વાત જાણે એમ છે કે ટોમને ખબર હતી કે તેની પત્ની લેસ્લી bisexual છે. તેમની વચ્ચે આ અંગે પહેલેથી જ ખુલીને લાંબી ચર્ચા થઈ ચૂકી હતી. આવામાં ત્રણેય પરસ્પર સહમતિથી થ્રપલ રિલેશનશીપમાં રહી રહ્યા છે. થ્રપલ રિલેશનશીપ એટલે કે પરસ્પર સહમતિથી ત્રણ લોકોનું એક સાથે રહેવું.
કેવી રીતે બન્યા થ્રપલ?
એક સોશિયલ મીડિયા પોસ્ટમાં લેસ્લીએ જણાવ્યું કે તેના હસબન્ડે એક દિવસ મજાકમાં કહ્યું કે શું તને ગર્લફ્રેન્ડ જોઈએ છે? મે મજાકમાં હા કરી દીધી. ત્યારબાદ ગર્લફ્રેન્ડની શોધ શરૂ થઈ તો લેસ્લી એક LGBTQ+ ડેટિંગ એપ પર એક્ટિવ થઈ ગઈ. જ્યાં તેની મુલાકાત 31 વર્ષની એમા સાથે થઈ. જો કે આ બધુ એટલું પણ સરળ ન હતું. ત્રણેયને એકબીજા સાથે ભળતા થોડો સમય લાગ્યો. લેસ્લી અને ટોમે એ બધુ જ કર્યું જેથી કરીને એમાને તેમની વચ્ચે એડજસ્ટ થવામાં મદદ મળી. હવે એક પ્રકારે તેમની લાઈફ સેટલ થઈ ગઈ છે. બસ સમાજ તેમનો સંબંધ સ્વીકારી શકતો નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે