કર્ણાટક ચૂંટણી : કોણ મારશે બાજી, જાણો સટ્ટા બજારમાં કોણ છે હોટ...
કર્ણાટક વિધાનસભા ચૂંટણીને લઇને સૌની નજર મંગળવારે હાથ ધરાનાર મત ગણતરી પર છે. જોકે પરિણામ જાહેર થાય એ પહેલા સટ્ટા બજારમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. સટોડિયાઓ ભાજપ પર જીતનો કળશ ઢોળી રહ્યા છે.
નવી દિલ્હી : કર્ણાટક વિધાનસભા ચૂંટણીના આખરી પત્તા મંગળવારે ખુલવાને છે ત્યારે રાજકારણ ચરમસીમાએ જોવા મળી રહ્યું છે. 15મીને મંગળવારે મત ગણતરી થવાની છે જોકે પરિણામ પૂર્વે સટ્ટા બજારમાં તીવ્ર હલચલ જોવા મળી રહી છે. સટોડિયાઓમાં ભારતીય જનતા પાર્ટીની જીતનો મોટો દાવ જોવા મળી રહ્યો છે.
હવે ચૂંટણી કેમ નહીં લડે સિધ્ધારમૈયા? જાણો
સટ્ટા બજારમાં એ પણ આશંકા સેવાઇ રહી છે કે કદાચ ત્રિપાંખીયો જંગ પણ સર્જાઇ શકે છે. પરંતુ સરકાર બનાવવા માટે ભાજપ ત્રીજા પક્ષની મદદ લઇને પણ સરકાર બનાવશે એવી આશા જોવાઇ રહી છે. એવામાં નિર્ણાયક ભૂમિકા જેડીએસની હશે. તમને જણાવી દઇએ કે કર્ણાટક વિધાનસભાની 222 બેઠકો માટે શનિવારે મતદાન થયું હતું. વર્તમાન સત્તાધીશ કોંગ્રેસ પોતાની સત્તા ટકાવી રાખશે કે ભાજપ બાજી મારી જશે એને લઇને અટકળો ભારે તેજ બની છે.
ભાજપ સૌથી મોટી પાર્ટી, શું કહે છે એક્ઝિટ પોલ?
કર્ણાટકમાં ભલે ત્રિશંકુ વિધાનસભાનો દાવો થઇ રહ્યો હોય, પરંતું ભાજપ આ બધામાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવશે એની સંભાવના પ્રબળ છે. સટોડિયાઓના મતે ભાજપને 96થી98 બેઠક મળવાનો અંદાજો છે. તો કોંગ્રેસને 85-87 બેઠકો મળવાની સંભાવના વ્યક્ત થઇ રહી છે.
રૂપિયા ડબલ કરવાની તક!
ભારતમાં સટ્ટો રમવા અને રમાડવા પર પ્રતિબંધ છે જોકે ચૂંટણીને પગલે સટ્ટા બજારમાં ગરમીનો માહોલ છવાયો છે. કર્ણાટકની ત્રિશંકુ સ્થિતિ વચ્ચે ડબલ કમાવાની તક હોવાની ચર્ચાઓ થઇ રહી છે. સટ્ટા બજારમાં હાલ જોવા મળી રહેલા વલણ અનુસાર એક પર એકના ટ્રેડ ચાલી રહ્યો છે. જે અનુસાર જો તમે ભાજપ પર 1 લાખનો દાવ લગાવો છે અને જો ભાજપને 98 કે એનાથી વધુ બેઠકો મળે છે તો ડબલ મળી શકે છે.
જેડીએસ રહેશ કિંગમેકરની ભૂમિકામાં
કોનોમિક્સ ટાઇમ્સમાં પ્રસિધ્ધ થયેલા અહેવાલ અનુસાર, સટ્ટા બજારમાં ભાજપ પર સૌથી વધુ દાવ લાગ્યો હોવાનું સામે આવી રહ્યું છે. સટોડિયાઓને ભરોસો છે કે રાજ્યમાં ભાજપ સરકાર બનાવે છે. જોકે આ માટે એને ત્રીજા પક્ષનો સહારો લેવો પડશે. પૂર્વ વડાપ્રધાન એચ ડી દેવગૌડાની જેડીએસ પાર્ટીને 32થી35 બેઠક મળવાનો અંદાજો છે જે કિંગ મેકરની ભૂમિકામાં રહેશે.