કર્ણાટક ચૂંટણીઃ ત્રીજા નંબરે રહેનાર જેડીએસ શું `કિંગ મેકર` બની શકશે?
1999માં સ્થાપના બાદ પાર્ટીને ન્યૂનતમ 10 સીટોથી અધિકતમ 59 સીટો મળી છે.
નવી દિલ્હીઃ કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ બાદ ત્રીજી સૌથી મોટો તાકાત પૂર્વ વડાપ્રધાન એચ ડી દેવગૌડા અને તેમના પુત્ર એચ ડી કુમાર સ્વામીના નેતૃત્વવાળા જનતા દળ સેકુલર (જેડીએસ)ની છે. 1999માં સ્થાપના બાદ પાર્ટીને ન્યૂનતમ 10 સીટોથી અધિકતમ 59 સીટો મળી છે.
જો પાર્ટી કિંગ મેકર બની તો..
જો જેડીએસ 30થી વધુ સીટ મેળવી લે તો હાલના ચૂંટણી ધમાસાણમાં તેનું કિંગ મેકર બનવું નક્કી છે.
જો પાર્ટી 30થી વધુ સીટ જીતે તો તે જેની સાથે સરકાર બનાવશે, ઉપ મુખ્યમંત્રી જેડીએસના બનશે.
જેડીએસનો પોતાના ગઢમાં મુકાબલો કોંગ્રેસ સાથે છે, તેવામાં જેડીએસના સારા પ્રદર્શનનું સીધુ નુકસાન કોંગ્રેસને થશે અને જેડીએસના ગઠબંધનની સંભાવના ભાજપની સાથે હશે.
જેડીએસનું બીએસપી સાથે ગઠબંધન છે, તેવામાં 2019ના ગઠબંધનો પર તેના સારા પ્રદર્શનની અસર પડશે.
જો પાર્ટી 40 થી 50 સીટો સુધી પહોંચી જશે તો જેડીએસ કિંગ મેકરની જગ્યાએ એચ ડી કુમારસ્વામીને મુખ્યપ્રધાન બનાવવાની લડાઈ લડશે.
જો જેડીએસ કિંગમેકર ન બની તો
કુમારસ્વામીએ પોતાના ચૂંટણી પ્રચારમાં ત્યાં સુધી કહ્યું હતું કે જો જેડીએસ હારી ગઈ તો તમારો કુમારપ્પા મરી જશે. કર્ણાટકમાં લોકો તેને પ્રેમથી કુમારપ્પા કરે છે.
જો પાર્ટીને સીટો 20ની આસપાસ રહી અને કોઈ મોટો પક્ષ સરકાર બનાવવામાં થોડો પાછળ રહ્યો તો પાર્ટી તૂટી શકે છે.
કોંગ્રેસના મુખ્યપ્રધાન ઉમેદવાર સિદ્ધારમૈયા અને પાર્ટીના સૌથી ધનિક ઉમેદવાર શિવકુમાર જેડીએસના ગઢમાંથી ચૂંટણી લડી રહ્યાં છે. કમજોર જેડીએસને આ લોકો ખતમ કરવા તરફ વધશે. કોંગ્રેસ હાલની વિધાનસભામાં જેડીએસના 7 ધારાસભ્યોની તોડી ચૂકી છે.
કર્ણાટકની ચૂંટણી રાજનીતિ બહુધ્રુવિયમાંથી બે ધ્રુવિય થઈ જશે.
દેવગૌડા વોકાલિગ્ગા સમુદાયમાંથી આવે છે. તેમની હારની સાથે વોકાલિગ્ગા સમુદાયમાં ચિંતન શરૂ થશે. તેવામાં આ સમુદાયના શિવકુમાર કોંગ્રેસનો મોટો વોકાલિગ્ગા ચહેરો બની જશે. શિવકુમાર તે જ ધારાસભ્ય છે, જેમણે ગુજરાત રાજ્યસભા ચૂંટણીમાં ગુજરાતના ધારાસભ્યોને રાખ્યા હતા.