કર્ણાટકની ભાજપ સરકારમાં વિવાદ! CM બોમ્મઈના મંત્રીનો ઓડિયો લીક
મુખ્યમંત્રી બોમ્મઈએ આજે સ્વીકાર કરી લીધો કે આ ટિપ્પણી સાચી છે, પરંતુ તેને ખોટા સંદર્ભમાં લેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કર્ણાટકના કાયદામંત્રી જેસી મધુસ્વામીની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે.
બેંગલુરૂઃ કર્ણાટક સરકારમાં એક મંત્રીની ટિપ્પણી મીડિયામાં લીક થયા બાદ ત્યાં ખળભળાટ મચી ગયો છે. તેનાથી કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈની મુશ્કેલી વધી છે. મુખ્યમંત્રી બોમ્મઈએ તે સ્વીકાર પણ કરી લીધુ કે આ ટિપ્પણી સાચી છે, પરંતુ તેને ખોટા સંદર્ભમાં લેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કર્ણાટકના કાયદા મંત્રી જેસી મધુસ્વામી એક ઓડિયો ક્લિપમાં કહી રહ્યાં છે કે અમે સરકાર ચલાવી રહ્યાં નથી, અમે માત્ર તેને મેનેજ કરી રહ્યાં છીએ.
શું છે આ ટિપ્પણીનું મહત્વ
આ ટિપ્પણી તે સમયે વાયરલ થઈ છે જ્યારે 62 વર્ષીય બોમ્મઈનો કાર્યકાળ પૂરો થતા પહેલા મુખ્યમંત્રી પદેથી હટાવવાની ચર્ચા ચાલી રહી છે. નોંધનીય છે કે આગામી વર્ષે કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. આ વચ્ચે સમાચાર આવ્યા છે કે ભાજપ બોમ્મઈના કામકાજથી ખુશ નથી. તેવામાં ચૂંટણી પહેલા કોઈ નવા ચહેરાને તક આપવામાં આવશે, જેથી પરિણામ પર તેની કોઈ અસર પડે નહીં. પરંતુ બે દિવસ પહેલા એક વરિષ્ઠ ભાજપ નેતાએ કહ્યું કે બોમ્મઈના રહેતા પાર્ટી અહીં ફરી સરકાર બનાવશે. ઉલ્લેખનીય છે કે 2021મા બીએસ યેદિયુરપ્પાએ મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપતા બોમ્મઈએ તેમની જગ્યા લીધી હતી.
આ પણ વાંચોઃ કાશ્મીરમાં ફરીથી ટાર્ગેટ કિલિંગ, શોપિયામાં કાશ્મીરી પંડિતની હત્યા
મુખ્યમંત્રીએ કર્યો કાયદામંત્રીનો બચાવ
તો યેદિયુરપ્પાનું પણ કહેવુ છે કે મુખ્યમંત્રીની ખુરશી સંપૂર્ણ રીતે સલામત છે. નોંધનીય છે કે થોડા દિવસ પહેલા અમિત શાહ અચાનક કર્ણાટકના પ્રવાસે પહોંચ્યા હતા. ત્યારબાદ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે બોમ્મઈની ખુરશી જઈ શકે છે. કાયદામંત્રીની ઓડિયો ક્લિપ લીક થયા બાદ આજે મુખ્યમંત્રીએ કહ્યું કે બધુ બરાબર છે અને કોઈ પરેશાની નથી. તો અન્ય એક વરિષ્ઠ મંત્રીએ કાયદા મંત્રીના રાજીનામાની માંગ કરી છે. તો મુખ્યમંત્રીએ કહ્યું કે તે આ મામલામાં લોકો સાથે વાત કરશે અને ઉકેલ લાવશે. કાયદામંત્રીની ટિપ્પણી પર બોમ્મઈએ કહ્યુ કે તેને ખોટા સંદર્ભમાં લેવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે આ ટિપ્પણી બેન્કો દ્વારા વ્યાજની માંગને લઈને કરવામાં આવી હતી.
બોમ્મઈ સરકારના મંત્રી એસટી સોમશેખરે કહ્યુ કે જો તમને લાગે છે કે અમે મેનેજ કરી રહ્યાં છીએ તો તેણણે કર્ણાટકના કાયદામંત્રી પદેથી રાજીનામુ આપી દેવું જોઈએ. સોમશેખરે કહ્યુ કે તે સરકારનો ભાગ છે. તે દરેક કેબિનેટ બેઠકમાં અને તેમાં થનારા નિર્ણયોમાં સામેલ થાય છે. તેમણે કહ્યું કે મંત્રી પદે રહેતા આ પ્રકારનું નિવેદન આપવું યોગ્ય નથી. નોંધનીય છે કે મુખ્યમંત્રી બોમ્મઈની આલોચના થતી રહી છે કે તેમનું રાજ્ય પર નિયંત્રણ નથી. કર્ણાટકમાં સતત સાંપ્રદાયિક ઘટનાઓ થઈ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube