બેંગલુરૂઃ કર્ણાટક હાઈકોર્ટનો મોટો નિર્ણય સામે આવ્યો છે. કોર્ટે એક કેસને જોતા મહત્વપૂર્ણ ચુકાદો આપતા કહ્યું કે, આરોપીનું મોત થવા પર તેની સંપત્તિ કે તેના ઉત્તરાદિકારીઓ પાસેથી દંડ વસૂલ કરી શકાય છે. જાણકારી પ્રમાણે ન્યાયમૂર્તિ શિવશંકર અમરનવરની અધ્યક્ષતાવાળી પીઠે બુધવારે હાસનના દિવંગત ટોટિલ ગૌડાની અરજી પર ધ્યાન આપતા આ આદેશ આપ્યો છે. જીવિત રહેતા તેણે આ અરજી દાખલ કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દંડ ભરવાની જવાબદારીથી છૂટ નહીં મળે
ખંડપીઠે કહ્યું કે, અરજીકર્તાને તેના મોતના મામલામાં પણ કોર્ટના આદેશ અનુસાર દંડ ભરવાની જવાબદારીમાંથી છુટ નહીં મળે. અરજીકર્તાના મૃત્યુ બાદ પરિવારના કોઈપણ સભ્યએ મામલાને જારી રાખવા માટે અરજી પ્રસ્તુત કરી નથી. દિવંગત ટાઇટલ ગૌડાના વકીલે પ્રસ્તુત કર્યું કે કાયદાકીય ઉત્તરાધિકારી અરજીને જારી રાખવા ઈચ્છતા નથી. પીઠે કહ્યું કે સંપત્તિના ઉત્તરાધિકારીએ દંડની ચુકવણી કરવી જોઈએ. 


આ પણ વાંચોઃ Mission 2024: લોકસભાની 93 સીટો, ચૂંટણી પહેલાં ભાજપે આ 4 રાજ્યો માટે બનાવી અલગ રણનીતિ


નિચલી અદાલતના આદેશ પર સવાલ ઉઠાવ્યો
હસન કે એડિશનલ સત્ર ન્યાયાલયે 12 ડિસેમ્બર, 2011ના અરજીકર્તા સ્વર્ગીય ટોટિલ ગૌડાને વિદ્યુત અધિનિયમ હેઠળ 29,204 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. ટોટિલ ગૌડાએ ઉચ્ચ ન્યાયાલય સમક્ષ અપીલ દાખલ કરી અને નિચલી અદાલતના આદેશ પર સવાલ ઉઠાવ્યો હતો. પરંતુ હાઈકોર્ટમાં અરજી પર સુનાવણી દરમિયાન ટોટિલ ગૌડાનું મોત થી ગયું. હાઇકોર્ટે અરજદારના મૃત્યુની પૃષ્ઠભૂમિમાં અપીલ અરજીને ફગાવી દીધી હતી. કોર્ટે દંડની રકમ દોષિતની મિલકતમાંથી અથવા મિલકતના વારસદારો પાસેથી વસૂલવાનો આદેશ આપ્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube