Ghaziabad Assault Case: કર્ણાટક હાઈકોર્ટમાંથી ટ્વિટર ઇન્ડિયાના એમડીને વચગાળાની રાહત, ગાઝિયાબાદ પોલીસને આપ્યા નિર્દેશ
કર્ણાટક હાઈકોર્ટનું કહેવું છે કે જો ગાઝિયાબાદ પોલીસ ટ્વિટરના એમડી માહેશ્વરીની પૂછપરછ કરવા ઈચ્છે છે તો તે વર્ચ્યુઅલી મોડમાં કરી શકે છે.
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં મુસ્લિમ વૃદ્ધની સાથે મારપીટ અને દાઢી કાપવાના વાયરલ વીડિયોને લઈને કાયદાકીય વિવાદમાં ફસાયેલા ટ્વિટર ઈન્ડિયાના એમડી મનીષ માહેશ્વરીને કર્ણાટક હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે યૂપી પોલીસના નોટિસ મામલામાં કર્ણાટક હાઈકોર્ટે ટ્વિટરના એમડી મનીષ માહેશ્વરીને વચગાળાની રાહત આપી છે અને ગાઝિયાબાદ પોલીસને તેમની વિરુદ્ધ કોઈ પગલા ન ભરવાનો નિર્દેશ આપ્યો છે.
પરંતુ કર્ણાટક હાઈકોર્ટનું કહેવું છે કે જો ગાઝિયાબાદ પોલીસ ટ્વિટરના એમડી માહેશ્વરીની પૂછપરછ કરવા ઈચ્છે છે તો તે વર્ચ્યુઅલી મોડમાં કરી શકે છે. મહત્વનું છે કે ગાઝિયાબાદ પોલીસની નોટિસ વિરુદ્ધ મનીષ માહેશ્વરીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો અને રિટ અરજી દાખલ કરી હતી. હકીકતમાં ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં મુસ્લિમ વૃદ્ધ સાથે મારપીટ અને દાઢી કાપવાના વાયરલ વીડિયો મામલે માહેશ્વરીએ આજે લોની બોર્ડર કોતવાલીમાં પોતાના વકીલ સાથે હાજર થવાનું હતું. પરંતુ આ પહેલા ટ્વિટરના એમડીએ કર્ણાટક હાઈકોર્ટમાં રિટ અરજી દાખલ કરી હતી.
આ મહિલા સાંસદ ફેક વેક્સીનેશનનો ભોગ બન્યા, જાણો કેવી રીતે થયો ખુલાસો
પોલીસે આજે ટ્વિટર ઈન્ડિયાના રેસિડેન્ટ ફરિયાદ અધિકારી ધર્મેન્દ્ર ચતુરને પૂછપરછ માટે પણ બોલાવ્યા છે. ટ્વિટર ઈન્ડિયા વિરુદ્ધ પાછલા સપ્તાહે યૂપી પોલીસે એક વાયરલ વીડિયોના મામલામાં કેસ દાખલ કર્યો હતો. વીડિયોમાં અબ્દુલ સમદ નામના એક વૃદ્ધની સાથે બળજબરી દેખાડવામાં આવી. પરંતુ વીડિયોને ઘણા પત્રકાર અને નેતાઓએ સાંપ્રદાયિક એંગલથી શેર કર્યો, જ્યારે પોલીસે પોતાની તપાસમાં જાણ્યું કે વૃદ્ધ તાવીજ વેચતો હતો જેને લઈને વિવાદ થયો અને તેને માર મારવામાં આવ્યો હતો. આ મામલામાં ટ્વિટર સિવાય રાણા અયુબ, સબા નકવી, સલમાન નિઝામી, શમા મોહમ્મદ, મશ્કૂર ઉસ્માની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube