Hindu Marriage Act: પતિ કે પત્ની શારીરિક સંબંધ બાંધવાની ચોખ્ખે ચોખ્ખી ના પાડી દે તો? જાણો શું કહ્યું હાઈકોર્ટે
High Court Judgement: આ કપલના લગ્ન 18 ડિસેમ્બર 2019ના રોજ થયા હતા. પરંતુ પત્ની સાસરામાં ફક્ત 28 દિવસ રહી. 2020માં પોલીસમાં 498એ અને તહેજ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરી. હિન્દુ મેરેજ એક્ટની કલમ 12(1) (એ) હેઠળ ફેમિલી કોર્ટમાં પણ કેસ દાખલ કર્યો. પત્નીની માંગણી હતી કે લગ્ન પૂર્ણ થયા નથી એટલે ક્રુરતાના આધારે લગ્નનો અંત લાવવામાં આવે.
પતિ કે પત્ની લાંબા સમય સુધી શારીરિક સંબંધ બનાવવાની ના પાડે તે ક્રુરતાના દાયરામાં આવે છે. આ વ્યવસ્થા સુપ્રીમ કોર્ટ પણ આપી ચૂકી છે. જો કે એક તાજા નિર્ણયમાં કર્ણાટક હાઈકોર્ટે કહ્યું છે કે સેક્સ કરવાની ના પાડવી એ હિન્દુ મેરેજ એક્ટ-1955 હેઠળ ક્રુરતા છે પરંતુ ઈન્ડિયન પીનલ કોડ (IPC) ની કલમ 498A હેઠળ નહીં. HC એ આ નિર્ણય આપતા એક વ્યક્તિ અને તેના માતા પિતા વિરુદ્ધ કાર્યવાહી રદ કરી નાખી. વ્યક્તિની પત્નીએ 2020માં ક્રિમિનલ કેસ દાખલ કર્યો હતો. પતિએ પોતાના અને પેરેન્ટ્સ વિરુદ્ધ આઈપીસીની કલમ 498એ અને દહેજ વિરોધી કાયદા 1961 ની કલમ 4 હેઠળ દાખલ થયેલી ચાર્જશીટને હાઈકોર્ટમાં પડકારી હહતી. જસ્ટિસ એમ, નાગપ્રસન્નાએ કહ્યું કે અરજીકર્તા વિરુદ્ધ એકમાત્ર આરોપ એ છે કે તેઓ એક વિશેષ આધ્યાત્મિક વિચારને માને છે. તેમનો વિશ્વાસ છે કે પ્રેમનો અર્થ શારીરિક સંબંધ બનાવવો નહીં, તે આત્માથી આત્માનું મિલન હોવું જોઈએ.
કોર્ટે જાણ્યું કે અરજીકર્તાએ ક્યારેય પત્ની સાથે શારીરિક સંબંધ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી નહતી. જે બેશક હિન્દુ વિવાહ અધિનિયમની કલમ 12(1) (એ) હેઠળ વિવાહને સંપૂર્ણ કરવાને પગલે ક્રુરતા ગણાશે. પરંતુ તે કલમ 498એ હેઠળ પરિભાષિત ક્રુરતાના દાયરામાં આવતું નથી.
ઈરાનમાં અપહરણ કરાયેલ પટેલ દંપત્તિનો ગણતરીના કલાકમાં છૂટકારો, જાણો કઈ રીતે શક્ય બન્યુ
મહિલાએ આધાર કાર્ડની તસવીરમાં એવી વિચિત્ર ટીશર્ટ પહેરી..હવે થઈ રહી છે શરમથી પાણી પાણી
PM મોદીનો US પ્રવાસ એકદમ ખાસમખાસ, અમેરિકા સાથે કરશે આ 6 મોટી ડીલ, જાણો વિગતો
લગ્ન સંબંધનો અંત પરંતુ છતાં ક્રિમિનલ કેસ ચાલુ
આ કપલના લગ્ન 18 ડિસેમ્બર 2019ના રોજ થયા હતા. પરંતુ પત્ની સાસરામાં ફક્ત 28 દિવસ રહી. 2020માં પોલીસમાં 498એ અને તહેજ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરી. હિન્દુ મેરેજ એક્ટની કલમ 12(1) (એ) હેઠળ ફેમિલી કોર્ટમાં પણ કેસ દાખલ કર્યો. પત્નીની માંગણી હતી કે લગ્ન પૂર્ણ થયા નથી એટલે ક્રુરતાના આધારે લગ્નનો અંત લાવવામાં આવે. લગ્નની માન્યતા 16 નવેમ્બર 2022ના રોજ રદ કરાઈ હતી. આમ છતાં પત્નીએ ક્રિમિનલ કેસ ચાલુ રાખ્યો.
હાઈકોર્ટે કહ્યું કે ક્રિમિનલ કેસને ચાલુ રાખવા દઈ શકાય નહીં કારણ કે તે 'કાનૂની પ્રક્રિયાનો દુરઉપયોગ હશે અને મિસકેરેજ ઓફ જસ્ટિસ' હોઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube