કર્ણાટક સંકટઃ બળવાખોર ધારાસભ્યોને મુંબઈથી ગોવા લઈ જવાયા, જેડીએસ પણ એક્શનમાં
કર્ણાટકનું રાજકીય સંકટ દિવસે ને દિવસે ઘેરું બનતું જઈ રહ્યું છે, સોમવારે મંત્રીમંડળમાં રહેલા કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ મંત્રીપદેથી રાજીનામું આપી દીધું તો અન્ય એક અપક્ષ ધારાસભ્યએ પણ મંત્રીમંડળમાંથી રાજીનામું આપી દીધું છે.
બેંગલુરુ/મુંબઈઃ કર્ણાટકનું રાજકીય સંકટ દિવસે ને દિવસે ઘેરું બનતું જઈ રહ્યું છે, સોમવારે મંત્રીમંડળમાં રહેલા કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ મંત્રીપદેથી રાજીનામું આપી દીધું તો અન્ય એક અપક્ષ ધારાસભ્યએ પણ મંત્રીમંડળમાંથી રાજીનામું આપી દીધું છે. આ પહેલા સવારે તમામ મંત્રીઓ પાસેથી રાજીનામા લઈ લેવાયા હતા.
ડેમેજ કન્ટ્રોલ કરવા માટે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ કે.સી. વેણુગોપાલ અને મલ્લિકાર્જુન ખડગે બેંગલુરુમાં બેઠકો કરી રહ્યા છે. તો બીજી બળવાખોરોની સંખ્યામાં વધારો થતો જઈ રહ્યો છે. કોંગ્રેસના વધુ એક બળવાખોર નેતા ડી.કે. શિવકુમાર પણ મંત્રીમંડળમાંથી રાજીનામું આપીને મુંબઈમાં રહેલા અન્ય બળવાખોર નેતાઓને મળવા દોડી આવ્યા છે. તો બીજી તરફ મુંબઈમાં રહેલા તમામ બળવાખોરોને હવે ગોવા લઈ જવામાં આવ્યા છે. 14 બળવાખોરોમાંથી 10 કોંગ્રેસના છે, 2 જનતાદળ(એસ)ના અને 2 અપક્ષ ધારાસભ્ય છે. તેઓ સાંજે 5.00 કલાકે ગોવા જવા રવાના થઈ ગયા છે.
કર્ણાટકનું નાટકઃ ઘમાસાણ છે કોંગ્રેસ-JDSમાં, પરંતુ ચર્ચા 'ઓપરેશન કમલ'ની શા માટે થઈ રહી છે?
બેંગલુરુમાં પણ જેડીએસ દ્વારા પાળ બાંધવામાં આવી રહી છે. જેડીએસ દ્વારા તેના તમામ ધારાસભ્યોને અગાઉ બેંગલુરુની જ તાજ વેસ્ટ એન્ડ હોટલમાં રાખવામાં આવ્યા હતા. હવે તેમને ત્યાંથી બસમાં બેસાડીને દેવનાહલ્લીમાં નાંદી હિલ્સ રોડ પર આવેલી ગોલ્ફશાયર હોટલમાં ખસેડવામાં આવી રહ્યા છે.
ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....