કર્ણાટકનું નાટકઃ ઘમાસાણ છે કોંગ્રેસ-JDSમાં, પરંતુ ચર્ચા 'ઓપરેશન કમલ'ની શા માટે થઈ રહી છે?

કર્ણાટકના રાજકારણમાં જ્યારે કોઈ પણ પ્રકારની પક્ષપલટો કે રાજકીય હલચલની ચર્ચા જોવા મળે છે, ત્યારે એક શબ્દ 'ઓપરેશન કમલ'ની મીડિયાથી માંટીને રાજનેતાઓમાં વારંવાર ચર્ચા જોવા મળતી હોય છે 
 

કર્ણાટકનું નાટકઃ ઘમાસાણ છે કોંગ્રેસ-JDSમાં, પરંતુ ચર્ચા 'ઓપરેશન કમલ'ની શા માટે થઈ રહી છે?

બેંગલુરુઃ કર્ણાટકના રાજકારણમાં સત્તામાં રહેલી જેડીએસ-કોંગ્રેસ વચ્ચે હાલ મોટું ઘમાસાણ ચાલી રહ્યું છે. જોકે,  કર્ણાટકના રાજકારણમાં જ્યારે કોઈ પણ પ્રકારની પક્ષપલટો કે રાજકીય હલચલની ચર્ચા જોવા મળે છે, ત્યારે એક શબ્દ 'ઓપરેશન કમલ'ની મીડિયાથી માંટીને રાજનેતાઓમાં વારંવાર ચર્ચા જોવા મળતી હોય છે.  જાણો ઓપરેશન કમલ પાછળનો ઈતિહાસ શું છે? 

બીએસ યેદિયુરપ્પા
'ઓપરેશન કમલ'નો ઈતિહાસ 2008માં સર્જાયેલા ઘટનાક્રમ સાથે સંકળાયેલો છે. વર્ષ 2008ની વિધાનસભા ચૂંટણીમાં બીએસ. યેદીયુરપ્પાના નેતૃત્વમાં પ્રથમ વખત ભાજપ 110 સીટો સાથે સૌથી મોટી પાર્ટી બની હતી. તેમ છતાં સત્તાની ખુરશી માટે 3 બેઠકો મળવી જરૂરી હતી. આથી યેદીયુરપ્પાએ એ સમયે ચૂંટાયેલા 6 અપક્ષ ધારાસભ્યોના ટેકાની મદદથી મુખ્યમંત્રી પદની ખુરશી સંભાળી લીધી હતી. 

જોકે, એ સમયે સૌ જાણતા હતા કે અપક્ષ ધારાસભ્યોના ટેકાની મદદથી તેઓ સત્તાને ટકાવી રાખી શકશે નહીં. ગૃહમાં પોતાની તાકાત વધારવા માટે યેદીયુરપ્પાએ ગુપ્ત રીતે 'ઓપરેશન કમલ' ચલાવ્યું હતું. આ ઓપરેશન અંતર્ગત તેમણે વિરોધ પક્ષના ધારાસભ્યોને ધનની સાથે પદની લાલચ આપીને ભાજપમાં જોડવાનું શરૂ કર્યું હતું. આ રીતે, ભાજપ પોતાની તાકાત વધારીને 124 કરી નાખી અને પોતાની સત્તાને ટકાવી લીધી હતી. આમ, 'ઓપરેશન કમલ'ના કારણે ભાજપ વારાફરતી ત્રણ મુખ્યમંત્રી બદલીને પોતાનો 5 વર્ષનો કાર્યકાળ પૂરો કરી શકી હતી. 

વર્તમાન સંકટ
કર્ણાટકમાં વર્તમાનમાં જે રાજકીય સંકટ ઘેરાયેલું છે તેને અનુલક્ષીને ભાજપનો એવો દાવો છે કે આમાં તેની કોઈ ભૂમિકા નથી. જોકે, એક મુખ્ય પક્ષ હોવાના કારણે તેની સમગ્ર પ્રકરણ પર નજર છે. જોકે, કોંગ્રેસ અને જનતા દળની સાથે-સાથે રાજકીય વિશ્લેષકો પણ વર્તમાન સંકટની પાછળ યેદીયુરપ્પાના 'ઓપરેશન કમલ'નો જ હાથ માની રહ્યા છે. અહીં, અંતર માત્ર એટલું છે કે આ વખતે આ ઓપરેશનની કમાન દિલ્હીના હાથમાં છે. 

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news