નવી દિલ્હી: કર્ણાટકમાં ચાલી રહેલી રાજકીય મડાગાંઠ હવે સુપ્રીમ કોર્ટ પહોંચી છે. રાજ્યની સત્તાધારી કોંગ્રેસ અને જનતા દળ સેક્યૂલર (જેડીએસ)ના બળવાખોર ધારાસભ્યોએ તેમના રાજીનામાને લઇને સુપ્રીમ કોર્ટનો દરવાજ ખખડાવ્યો છે. કોંગ્રેસ-જેડીએસના બળવાખોર ધારાસભ્યોએ વિધાનસભા અધ્યક્ષ કે.આર. રમેશ કુમાર પર તેમનું બંધારણીય કર્તવ્ય છોઠવાનો અને જાણી જોઈને તેમના રાજીનામાની સ્વીકૃતિમાં વિંલબનો આરોપ લગાવતા અરજી દાખલ કરી છે. સુપ્રીમ કોર્ટે અરી સ્વીકાર કરી લીધી છે. વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ આ મામલાને સીજેઆઇની સામે મુક્યો. આ મામલે સુપ્રીમ કોર્ટ ગુરૂવાર 11 જુલાઇએ સુનાવણી કરી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો:- કોલકાતા એરપોર્ટ પર પ્લેનના હાઇડ્રોલિક ફ્લેપમાં ફસાયું ટેક્નિશિયનનું ગળું, થયું મોત


વાસ્તવમાં, વિધાનસભા અધ્યક્ષ કે આર રમેશ કુમારે રાજીનામા આપવાની ના પાડી હતી. બરતરફીનું કારણ એ હતું કે રાજીનામું નિર્ધારિત સ્વરૂપમાં જણાવાયું ન હતું. સ્પીકરે આ ધારાસભ્યોને હવે બીજી વખત રાજીનામુ આપવા કહ્યું હતું. રાજીનામુ નકાર્યા બાદ ગઠબંધન સરકાર લધુમતીમાં આવવાથી બચી ગઇ છે અને થોડી રાહત મળી છે.


વધુમાં વાંચો:- કર્ણાટક: ડીકે શિવકુમારે બળવાખોરો માટે કહ્યું- ‘રાજકારણમાં એક સાથે જન્મ્યા, સાથે મરશું’


તેને લઇને વિધાનસભા અધ્યક્ષથી સવાલ કરવામાં આવ્યો હતો કે, શું કોંગ્રેસના કાનૂની પ્રકોષ્ઠે તેમના રાજીનામા સ્વીકાર ના કરવા માટે પત્ર લખ્યો છે? કુમારે કહ્યું હતું કે, તેમણે હજુ સુધી પત્ર જોયો નથી. હું શનિવારે ઓફિસ ગયા પથી આજે જ આવ્યો છું. રમેશે કહ્યું હતું કે, બધારણીય અઅથવા નિયમમાં સમય સીમાને લઇને કોઇ જોગવાઇ નથી. આજે હું તે નક્કી કરીશ અથવા આગામી બે કલાકમાં, તે બે વર્ષ પછી કરશે, આ બધા મારા માટે અપ્રસ્તુત પ્રશ્નો છે. મારે લોકોની ભાવનાઓનું ધ્યાન રાખવાનું છે.


વધુમાં વાંચો:- હાથમાં રિવોલ્વર અને જામ સાથે ડાન્સ કર્યો ધારાસભ્યએ, Video થયો Viral


તેમને જણાવી દઇએ કે બળવાખોર ધારાસભ્યોના રાજીનામા બાદ સદનમાં ગઠબંધન સરકારના ધારાસભ્યો ઘટીને 103 થઇ ગયા છે. જ્યારે ભાજપ પાસે 105 ધારાસભ્ય છે અને બે સ્વતંત્ર ઉમેદવારોનું સમર્થન છે. જેમણે સોમવારે ગઠબંધનથી સમર્થન પરત લીધું હતું. બધા બળવાખોર ધારાસભ્યોએ મહારાષ્ટ્રમાં કોઇ ગુપ્ત જગ્યા પર ડેરો જમાવ્યો છે. કોંગ્રેસના કેટલાક ટોચના નેતા અને તેમના સંકટમોચક ડીકે શિવકુમાર બળવાખોર નેતાઓની સાથે સતત સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. પરંતુ તેઓ હજુ સુધી સફળ થયા નથી. કોંગ્રેસને આશા છે કે, તેઓ બળવાખોર ધારાસભ્યોથી વાત કરી તેમને મનાવી લેશે અને પરત પાર્ટીમાં સામેલ કરવામાં સફળ થશે.


જુઓ Live TV:- 


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...