હાથમાં રિવોલ્વર અને જામ સાથે ડાન્સ કર્યો ધારાસભ્યએ, Video થયો Viral

વિવાદિત નિવેદનને લઇને હમેશાં ચર્ચામાં રહેતા ખાનપુરના ધારાસભ્ય કુંવર પ્રણવ સિંહ ચેમ્પિયન ફરી એક વખત સોશિયલ મીડિયામાં છવાયા છે. ભાજપ તરફથી ગેરશિસ્તના આરોપમાં સસ્પેન્ડેડ થયા બાદ કુંવર પ્રણવ સિંહનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

Updated By: Jul 10, 2019, 09:28 AM IST
હાથમાં રિવોલ્વર અને જામ સાથે ડાન્સ કર્યો ધારાસભ્યએ, Video થયો Viral

દેહરાદૂન: વિવાદિત નિવેદનને લઇને હમેશાં ચર્ચામાં રહેતા ખાનપુરના ધારાસભ્ય કુંવર પ્રણવ સિંહ ચેમ્પિયન ફરી એક વખત સોશિયલ મીડિયામાં છવાયા છે. ભાજપ તરફથી ગેરશિસ્તના આરોપમાં સસ્પેન્ડેડ થયા બાદ કુંવર પ્રણવ સિંહનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. તેમાં ધારાસભ્યની રિવાલ્વર સાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતા.

વધુમાં વાંચો:- કર્ણાટક Live: ડીકે શિવકુમાર બળવાખોર ધારાસભ્યોને મળવા પહોંચ્યા મુંબઇ, પોલીસે અટકાવ્યા

હાથમાં એક-બે નહીં પણ ત્રણ રિવોલ્વર અને એક અસોલ્ટ રાયફલની સાથે ધારાસભ્ય ગીતની ધુનની સાથે હથિયારોને લહેરાવી રહ્યાં છે. વીડિયોમાં ભાજપથી સસ્પેન્ડેડ ધારાસભ્ય કુંવર પ્રણવ સિંહ ચેમ્પિયન એક-એક કરીને તેમના હથિયારો દેખાળી રહ્યાં છે. આ સાથે જ તેઓ હાથમાં જામ લઇને જોવા મળી રહ્યાં છે.

વીડિયોમાં ધારાસભ્યની સાથે અન્ય કેટલાક લોકો પણ હાજર છે. જે ડાન્સ કરતા જોવા મળી રહ્યાં છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ ઝડપી વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં ધારાસભ્ય કુંવર પ્રણવ સિંહ ચેમ્પિયન અપશબ્દો પણ બોલી રહ્યાં છે.

વધુમાં વાંચો:- ગોવા જવા નિકળેલા કર્ણાટકના બળવાખોર ધારાસભ્યો હરીફરીને પાછા મુંબઈ આવી ગયા

તમને જણાવી દઇએ કે આ પહેલી વખત નથી, જ્યારે ધારાસભ્ય કુંવર પ્રણવ સિંહ ચેમ્પિયનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ પહેલા જૂન મહિનામાં સોશિયલ મીડિયામાં તેમના બે વીડિયો વાયરલ થયા હતા. જેમાં તેઓ એક મીડિયાકર્મી સાથે અભદ્ર વર્તન કરતા જોવા મળ્યા હતા. આ મામલે ધ્યાન પડતા પાર્ટીએ તેમના પર કાર્યવાહી કરી અને ગેરશિસ્તના આરોપમાં ત્રણ મહિના માટે સસ્પેન્ડ કર્યા હતા.

જુઓ Live TV:- 

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...