કર્ણાટક સંકટઃ મુંબઈમાં ડી.કે. શિવકુમાર તો બેંગલુરુમાં ગુલામ નબી આઝાદ પોલીસ કસ્ટડીમાં
કર્ણાટકના બળવાખોર ધારાસભ્યોને રાજી કરવા માટે પહોંચેલા મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડી.કે. શિવકુમારને પોલીસે કસ્ટડીમાં લઈ લીધા છે, બળવાખોર ધારાસભ્યો દ્વારા ના પાડવા છતાં પણ તેઓ તેમને મળવાની જીદ કરીને ધરણા પર બેસી ગયા હતા
મુંબઈ/બેંગલુરુઃ કર્ણાટકના બળવાખોર ધારાસભ્યોને રાજી કરવા માટે પહોંચેલા મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડી.કે. શિવકુમારને પોલીસે કસ્ટડીમાં લઈ લીધા છે, બળવાખોર ધારાસભ્યો દ્વારા ના પાડવા છતાં પણ તેઓ તેમને મળવાની જીદ કરીને ધરણા પર બેસી ગયા હતા. આ દરમિયાન શાંતિ ભંગની આસંકાને ધ્યાનમાં રાખીને પવઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અગાઉથી જ ધારા-144 લાગુ કરવામાં આવી હતી. પોલીસે ધારા-144ના ભંગ બદલ ડીકે. શિવકુમારને કસ્ટડીમાં લઈ લીધા છે.
બીજી તરફ જેડીએસ દ્વારા પણ બેંગલુરુમાં વિરોધ પ્રદર્શન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવેગૌડા પણ હાજર હતા. વિરોધ પ્રદર્શનના આ કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા ગુલામનબી આઝાદ, સિદ્ધારમૈયા અને કે.સી. વેણુગોપાલ પણ સામેલ થયા હતા. પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા આ નેતાઓને અટકમાં લઈ લીધા હતા.
ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....