ગજબ...પાળતુ શ્વાનના જન્મદિવસની ઉજવણીમાં 4000 લોકોને જમાડ્યા, 100 કિલોની કેક કાપી
કર્ણાટકથી એક એવો બનાવ સામે આવ્યો છે જે જાણીને તમે દંગ રહી જશો. જ્યાં બેલાગાવી જિલ્લામાં એક ગામમાં પોતાના પાળતુ શ્વાનનો જન્મદિવસ ઉજવવા માટે એક વ્યક્તિએ અધધધ..ખર્ચો કરી નાખ્યો.
પાળતુ પ્રાણી પ્રત્યે લોકોને એક ખાસ આકર્ષણ હોય છે. એવા કેટલાય કિસ્સા સામે આવ્યા છે જ્યારે લોકોએ પોતાના પ્રાણી પ્રેમમાં પાળેલા પ્રાણીઓ પાછળ માતબાર ખર્ચા કર્યા હોવાનું સામે આવ્યું છે. ક્યારેક એવા લોકો પણ જોવા મળે છે કે જેઓ પોતાનું ઊંચુ સ્ટેટસ જાળવવા માટે પાળતુ પ્રાણી પાછળ જંગી ખર્ચા કરી નાખે છે. પણ કર્ણાટકથી એક એવો બનાવ સામે આવ્યો છે જે જાણીને તમે દંગ રહી જશો. જ્યાં બેલાગાવી જિલ્લામાં એક ગામમાં પોતાના પાળતુ શ્વાનનો જન્મદિવસ ઉજવવા માટે એક વ્યક્તિએ અધધધ..ખર્ચો કરી નાખ્યો.
બેલાગાવીના મુદાલગી તાલુકાના તુકનાતી ગામમાં ગત બુધવારે એક પાળતુ શ્વાનના માલિક શિવપ્પાએ પોતાના પાલતુ શ્વાનનો જન્મદિવસ એટલો શાનદાર રીતે ઉજવ્યો કે જેણે જોયું તે દંગ રહી ગયા. જન્મદિવસની ઉજવણીમાં સમગ્ર ગામના 4000 જેટલા લોકોને ભોજન માટે આમંત્રણ અપાયું હતું. આ ઉપરાંત બર્થડે ઉજવણીમાં 100 કિલોની એક કેક પણ કાપવામાં આવી. શ્વાનના જન્મદિવસની ઉજવણીના પ્રસંગે એક શાનદાર ડીજે પાર્ટીની પણ વ્યવસ્થા કરાઈ હતી. પાળેલા શ્વાનનું નામ છે ક્રિશ. ક્રિશને પણ ખુબ જ શાનદાર અંદાઝમાં તૈયાર કરાયો હતો અને પછી તેણે કેક પણ કાપી.
Presidential Election 2022: આ બે પક્ષોએ વિપક્ષનો બગાડી નાખ્યો ખેલ, NDA ઉમેદવારની જીત લગભગ નક્કી
PHOTOS: અસમમાં ભારે વરસાદ અને પુરના કારણે ગંભીર પરિસ્થિતિ, મૃત્યુઆંક 108 થયો, તસવીરોમાં જુઓ તારાજી
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube