Karnataka Food Poisoning: કર્ણાટકના મેંગલુરુમાં સોમવારે રાતે ફૂડ પોઝનિંગની ઘટના ઘટી. જેના કારણે 137 જેટલા નર્સિંગ અને પેરામેડિકલના વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં દાખલ કરાયા. પોલીસ સૂત્રોના જણાવ્યાંમુજબ વિદ્યાર્થીઓ એક ખાનગી હોસ્ટેલમાં રહે છે અને સોમવારે રાતે જમ્યા બાદ તેમણે બેચેનીની ફરિયાદ કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાહુલ ગાંધી હવે ગુજરાતના આ શહેરથી શરૂ કરશે આસામ સુધીની યાત્રા


ગુજરાતનું આ સ્થળ છે એકદમ ડરામણું, અહીં છે 'ભૂતોનો વાસ', સંભળાય છે ચિત્ર વિચિત્ર અવાજ


તમારી પાસે 10 રૂપિયાની આ નોટ છે? ફટાફટ કરો ચેક...એક જ ઝટકે બની જશો અમીર!


આ દરમિયાન શહેર પોલીસ કમિશનર એન શશિ કુમારે જણાવ્યું કે વિદ્યાર્થીઓએ પેટમાં દુખાવો, ઝાડા અને ઉલ્ટીની ફરિયાદ કર્યા બાદ તેમને મેંગ્લુરુની વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરાયા છે. સૂત્રોના જણાવ્યાં મુજબ ફૂડ પોઝનિંગનું કારણ પ્રદૂષિત પાણી હોવાનું કહેવાય છે. વધુમાં તેમણે કહ્યું કે કેટલાક વિદ્યાર્થીઓની હાલત ગંભીર હોવાનું પણ કહેવાય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube