નવી દિલ્હીઃ નીતિ આયોગ(Niti Aayog) દ્વારા ગુરૂવારે ઈન્સ્ટિટ્યુટ ફોર કોમ્પિટિટીવની(Institute for Competitiveness) ભાગીદારીમાં ભારતનો પ્રથમ 'ઈન્ડિયા ઈનોવેટિવ ઈન્ડેક્સ-2019' (India Innovation Index (III) 2019 ) જાહેર કરાયો છે. દેશના 29 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની ઈનોવેશન(Innovation) ક્ષેત્રે ક્ષમતા અને પરફોર્મન્સને આધારે ઈનોવેશન ઈન્ડેક્સ તૈયાર કરાયો છે. ઈન્ડિયા ઈનોવેટિવ ઈન્ડેક્સ-2019માં કર્ણાટક(Karnataka) ટોચનું રાજ્ય જાહેર થયું છે. ત્યાર પછી બીજા ક્રમે તમિલનાડુ (Tamilnadu) અને ત્રીજા ક્રમે મહારાષ્ટ્ર(Maharashtra) છે. કેન્દ્રશાસિત પ્રદેશોમાં દિલ્હી(Delhi) ટોપ પર રહ્યું છે, જ્યારે પર્વતિય પ્રદેશોમાં સિક્કિમ(Sikkim) ટોપ પર રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈન્ડિયા ઈનોવેટિવ ઈન્ડેક્સ જાહેર કરતા નીતિ આયોગના નાયબ અધ્યક્ષ ડો. રાજીવ કુમારે જણાવ્યું કે, "ઈન્ડિયા ઈનોવેશન ઈનેડેક્સ દ્વારા ભારતના રાજ્યો ગુડ ગવર્નન્સની સાથે એક-બીજાની સ્પર્ધામાં ઉતરશે."


ગૃહ મંત્રાલયનો નવો આદેશઃ પોલિસ અને સુરક્ષા દળોની કચેરીઓમાં સરદાર પટેલની તસવીર લગાવો
 
ઈનોવેશન ક્ષેત્રે નવી તક ઉભી કરવી, પડકારોનો સામનો કરવો, સરકારી નીતિઓ દ્વારા ઈનોવેશનને પ્રોત્સાહન આપવું વગેરે ધોરણોના આધારે ઈનોવેશન ઈન્ડેક્સ તૈયાર કરવામાં આવ્યો છે. ઈનોવેશન ઈન્ડેક્સ તૈયાર કરવા માટે 5 માપદંડને મુખ્ય આધાર બનાવાયા હતા, જેમાં માનવ મૂડી, રોકાણ, શિક્ષિત કામદારો, વ્યવસાય માટેનું વાતાવરણ, સુરક્ષા અને કાયદાકીય વાતાવરણને સક્ષમ માપદંડ તરીકે ગણાયા હતા. જ્યારે નોલેજ આઉટપૂટ અને નોલેજ ડિફ્યુઝનને પરફોર્મન્સ માપદંડ તરીકે ગણવામાં આવ્યા હતા. 


VIDEO : દિલ્હીમાં પ્રાણી સંગ્રહાલયમાં અચાનક સિંહના પિંજરામાં કૂદ્યો યુવક અને પછી....!!!


રાજ્યોનું ત્રણ કેટેગરીમાં વર્ગીકરણ કરાયું હતું: પ્રમુખ રાજ્યો, ઉત્તર-પૂર્વ અને પર્વતીય રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો/શહેરી રાજ્યો/નાના રાજ્યો. કર્ણાટક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષિત કામદાર, નોલેજ આઉટપૂટ અને બિઝનેસ એનવાયર્નમેન્ટમાં પ્રથમ રહ્યું છે. પ્રમુખ રાજ્યોની કેટેગરીમાં મહારાષ્ટ્ર ઈનોવેશન માટે યોગ્ય વાતાવરણ પુરું પાડવામાં ટોચના સ્થાને રહ્યું છે. પ્રમુખ રાજ્યોમાં ટોચના ત્રણ ઉપરાંત તેલંગાણા, હરિયાણા, કેરળ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને આંધ્રપ્રદેશનો ક્રમ રહ્યો છે. 


જુઓ LIVE TV.....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....