બીજાપુર: ચૂંટણીમાં ઇવીએમના ઉપયોગ પર શરૂથી જ આંગળીઓ ઉઠી રહી છે. ઇવીએમની સત્યતાને સાબિત કરવા માટે વીવીપેટ મશીનોને ઇવીએમ સાથે જોડવામાં આવ્યા, જેથી વોટ નાખતાં જ ખબર પડી જાય છે કે તમારો વોટ ક્યાં ગયો છે. કર્ણાટકમાં એક નિર્માણધીન બિલ્ડીંગમાંથી વીવીપેટ મશીનો જપ્ત કરવામાં આવ્યા છે. આ મશીનોને સામાન અથવા કપડાં રાખવા માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. ચૂંટણી પંચે મશીનોને પોતાના કબજામાં લઇ તપાસ શરૂ કરી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટના કર્ણાટકના બીજાપુર જિલ્લાની છે. અહીં એક અસ્થાઇ નિર્માણસ્થળમાં 8 વીવીપેટ મશીનો મળી આવ્યા છે. ચૂંટણીપંચના એક અધિકારીએ સ્પષ્ટ કર્યું કે બીજાપુર જિલ્લાના વિજયપુરામાં એક અસ્થાયી શેડમાંથી વીવીપેટ મશીનોના આઠ કવર મળી આવ્યા છે. કર્ણાટકના મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા મળતી માહિતી અનુસાર ચૂંટણી પંચના અધિકારીએ જણાવ્યું હતું કે કેટલાક મજૂરો આ મશીનોના કવરનો ઉપયોગ કરી રહ્યા હતા.

આગામી સમયમાં સસ્તું થઇ શકે છે પેટ્રોલ-ડિઝલ: સરકારનો સંકેત


મજૂર આ કવરનો ઉપયોગ પોતાના કપડાં મુકવા માટે કરી રહ્યા હતા. રાજ્ય ચૂંટણી કાર્યાલયના અધિકારી ઘટનાસ્થળે પહોંચી ગયા અને ઘટનાસ્થળનું નિરિક્ષણ કરી તથ્યોની અગ્રિમ તપાસ શરૂ કરી દીધી છે, જોકે અધિકારીએ તે સ્પષ્ટ કર્યું નથી કે ઉક્ત સ્થાન પરથી કોઇ ઇમીએમ મશીન મળ્યું નથી. 


વોટર કાર્ડ મળી આવ્યા હતા. મકાનમાંથી કાર્ડ બનાવવાની સામગ્રી પણ મળી આવી હતી. અહીં લગભગ 10 હજાર કાર્ડ ઘટનાસ્થળેથી મળી આવ્યા હતા. આ ઘટના બાદ રાજ રાજેશ્વરી સીટની ચૂંટણી રદ કરવામાં આવી હતી. 


તમને જણાવી દઇએ કે કર્ણાટકમાં 15 મેના રોજ ચૂંટણીના પરિણામો આવ્યા બાદ રાજકીય હલચલ હજુ શાંત થઇ નથી. પાંચ દિવસમાં ભાજપની સરકાર બનતાં પહેલાં જ ધરાશય થઇ ગઇ. હવે જેડીએસ-કોંગ્રેસ ગઠબંધન અહીં સરકાર બનાવવા જઇ રહી છે. જેડીએસના નેતા એચડી કુમારસ્વામી 23મા રોજ મુખ્યમંત્રી પદના શપથ લેશે.