નવી દિલ્હી: પાકિસ્તાન (Pakistan)ના કરતારપુર કોરિડોર (Kartarpur Sahib Corridor)ને 29 જૂનથી ખોલવાનો નિર્ણય કર્યો છે. પાકના કોરિડોર ખોલવાના પ્રસ્તાવ પર ભારતે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, કરતારપુર કોરિડોર ખોલવા માટે બે દિવસનો નોટિસ પીરિયડ દ્વિપક્ષીય કરારની વિરૂધ છે, જે સાત દિવસના નોટિસનો સમય આપે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- Exclusive! LoC પર મોટી સંખ્યામાં આતંકવાદીઓનો જમાવડો, ભારતીય સેના એલર્ટ


ભારત સરકારના સૂત્રોએ કહ્યું, આના પર ધઅયાન આપવામાં આવે કે પાકિસ્તાન 29 જૂનના 2 દિવસથી ઓછા સમયની નોટિસ પર કરતારપુર કોરીડોરને ફરી શરૂ કરવાનો પ્રસ્તાવ આપી પોતાની સદ્દભાવના બનાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે.


તેમણે કહ્યું કે, દ્વિપક્ષીય કરાર યાત્રાની તારીખથી ઓછામાં ઓછા 7 દિવસ  પહેલા ભારતને પાકિસ્તાનની સાથે ડિટેલ્સ રજૂ કરવાની હોય છે. તેના માટે ભારતને રજિસ્ટ્રેશન પ્રક્રિયાને એડવાન્સમાં ખોલવાની જરૂરીયાત પડશે.


આ પણ વાંચો:- કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલના ઘરે પહોંચી  ED, આ મામલે કરી રહી છે પૂછપરછ


ભારતે કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખી સીમા પરા યાત્રાઓને અસ્થાયી રૂપથી બંધ કરી છે. એવામાં સરકાર સ્વાસ્થ્ય અધિકારીઓ અને અન્ય સંબંધિત અધિકારીઓની સલાહ લઈ આગળ નિર્ણય લેશે.


સૂત્રોએ એવું પણ કહ્યું કે, પાકિસ્તાને દ્વિપક્ષીય કરારમાં હોવા છતાં પૂરવાળા વિસ્તારમાં રાવી નદી પર તેમની તરફથી પુલનું નિર્માણ ક્યું નથી. વરસાદના આવવા પર તે જોવાનું રહેશે કે, શું યાત્રા સુરક્ષિત રીતથી કોરિડોર દ્વારા સંભવ છે.


આ પણ વાંચો:- CM અરવિંદ કેજરીવાલે કહ્યું: હોસ્પિટલ્સમાં 40 ટકા બેડ વધારવામાં આવ્યા, અડધા બેડ ખાલી


પાકિસ્તાન તરફથી સિખ તીર્થ યાત્રીઓની સંખ્યાને સીમિત કરવા પર ભારતે ચિંતા વ્યક્ત કરી છે. જ્યારે કરાર અંતર્ગત તમામ ભારતીય તીર્થ યાત્રીઓ અને ઓસીઆઇ કાર્ડ ધારકોને તેની પરવાનગી છે.


તમને જણાવી દઇએ કે, વિદેશ મંત્રી કુરેશીએ કરતારપુર કોરિડોર ખોલવાની જાણકારી આપતા એક ટ્વીટમાં લખ્યું, સમગ્ર દુનિયામાં ધાર્મિક સ્થળ ખોલવામાં આવ્યા છે એટલા માટે પાકિસ્તાન પર કરતારપુર સાહિબ કોરિડોરને ખોલવાની તૈયારી કરી રહ્યું છે. તેની જાણકારી ભારતને પણ આપવામાં આવી છે. તેમણે વધુમાં લખ્યું 29 જૂનના મહારાજા રણજીત સિંહની પુણ્યતિથિના સમયે પર તેને શ્રદ્ધાળુઓ માટે ખોલવાની તૈયારી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube