નવી દિલ્હી : સીબીઆઇ આઇએનએક્સ મીડિયા લાંચ કાંડમાં ધરપકડ કરાયેલ પુર્વ મંત્રી પી.ચિદમ્બરમનાં પુત્ર કાર્તિ ચિદમ્બરને લઇને મુંબઇની તે જેલ પહોંચી ગઇ જ્યાં ઇન્દ્રાણી મુખર્જી કેદ છે. અહીં કાર્તિ અને ઇન્દ્રાણી મુખર્જીને સામ સામે બેસાડીને પુછપરછ કરવામાં આવી રહી છે. સીબીઆઇ આ સમગ્ર પુછપરછને કેમેરામાં રેકોર્ડ કરી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કાર્તિને સવારે 11.15 વાગ્યે બાયકુલા જેલમાં લઇ જવામાં આવ્યા. આ દરમિયાન ઇન્દ્રાણીની પુછપરછ માટે સીબીઆઇની મહિલા અધિકારી પણ સીબીઆઇ તપાસ ટીમમાં સમાવેશ થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અગાઉ સીબીઆઇએ બાયકુલ જેલનાં અધિકારીઓનો સંપર્ક કર્યો જેથી તેમાં ઇન્દ્રાણીને મળવા દેવામાં આવે. સાથે જ જેલમાં અધિકારીઓએ જણાવ્યું કે, તેમની પાસ્ટે કોર્ટનાં આદેશ છે કે, તેઓ તપાસ અંગે ઇન્દ્રાણીને મળી શકે. ઇન્દ્રાણી પોતાની પુત્રી શીના બોરા હત્યા મુદ્દે મુંબઇની એક જેલમાં બંધ છે. દિલ્હીમાં સીબીઆઇની ખાસ કોર્ટમાં અંતિમ સુનવણી દરમિયાન તપાસ એજન્સીએ કોર્ટને કહ્યું હતું કે, તેઓ આ મુદ્દે અન્ય સહ આરોપી ઇન્દ્રાણીની સાથે કાર્તિની પુછપરછ કરવા માંગે છે. સુત્રો અનુસાર ઇન્દ્રાણીએ આ મુદ્દે પોતાનું નિવેદન પણ પણ નોંધાવ્યું છે.


અત્રે ઉલ્લેખનીય છે કે, કાર્તિને હોલીનાં એક દિવસ પહેલા 5 દિવસ માટે સીબીઆઇ રિમાન્ડ પર મોકલી આપ્યા હતા. રિમાન્ડ પર મોકલ્યા બાદ કોર્ટે ગુરૂવારે કહ્યું કે, કોર્ટમાં તેમની અરજી હાલ લંબાયેલી છે. તેઓ આખરે નિર્દોષ સાબિત થશે,અત્રે ઉલ્લેખનીય છે કે, સીબીઆઇએ પટિયાલા હાઉસ કોર્ટથી કાર્તિનાં 14 દિવસનાં રિમાન્ડ પર મોકલવા માટેની માંગ કરી હતી. જે અંગે કોર્ટે 6 માર્ચ સુધી સીબીઆઇ કસ્ટડીમાં મોકલવા માટેનો નિર્ણય કર્યો.


દિલ્હીમાં સીબીઆઇની ટીમે શુક્રવારે કાર્તિ ચિદમ્બરમની લાંબી પુછપરછ કરી. આ દરમિયાન કાર્તિએ એપપીઆઇબી અપ્રૂવલ મુદ્દે સવાલ જવાબ કર્યા. પોતાનાં વિદેશ મુલાકાત દરમિયાન કાર્તિએ નાણામંત્રાલયનાં જે ગુપ્ત દસ્તાવેજોની સાથે છેડછાડ કરીને પુરાવાઓને નબળા પાડવાનાં પ્રયાસો કર્યા હતા, સીબીઆઇએ તે મુદ્દે પણ પુછપરછ કરી.