આ રીતે શ્વાને ખોલી નાંખ્યું મોટું રહસ્ય! 1 કરોડ 7 લાખની ચોરી કેસમાં મિત્ર જ દગાખોર નીકળ્યો

 અમદાવાદ જિલ્લાના સરગવાળા ગામે થયેલી 1 કરોડ 7 લાખની ચોરી મામલે બે આરોપીઓની અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે ધરપકડ કરી છે. ચોરીના એક અઠવાડિયામાં ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીઓની ધરપકડ કરી ચોરીનો તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. 

આ રીતે શ્વાને ખોલી નાંખ્યું મોટું રહસ્ય! 1 કરોડ 7 લાખની ચોરી કેસમાં મિત્ર જ દગાખોર નીકળ્યો

ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદ જિલ્લાના સરગવાળા ગામે થયેલી 1 કરોડ 7 લાખની ચોરી મામલે બે આરોપીઓની અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે ધરપકડ કરી છે. ચોરીના એક અઠવાડિયામાં ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીઓની ધરપકડ કરી ચોરીનો તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે ચોરીનો ગુનો ઉકેલવામાં પોલીસને મદદ કરનાર જ આરોપી નીકળ્યો અને ડોગ સ્કવોડની મદદથી પોલીસ મુખ્ય આરોપી સુધી પહોંચી હતી. 

અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ગિરફ્ત માં ઉભેલા આ બંને આરોપી ના નામ બુધાભાઈ સોલંકી અને વિક્રમ સોલંકી છે. જે બંને આરોપી કોઠ પાસે આવેલા સરગવાળા ગામના છે. પોલીસે બંને બુધાભાઈ સોલંકી અને વિક્રમ સોલંકી આરોપીઓની ચોરીના ગુનામાં ધરપકડ કરી છે. આ બંને બુધાભાઈ સોલંકી અને વિક્રમ સોલંકી આરોપીઓએ ભેગા મળી એક અઠવાડિયા પહેલા ઉદેસંગ નામના ખેડૂતના ઘરમાં 1 કરોડ 7 લાખની ચોરીને અંજામ આપ્યો હતો. ફરિયાદી નવરાત્રીની આઠમના દિવસે તારાપુર ખાતે ગયા હતા. તે સમયે બંને આરોપીઓએ ભેગા મળી ઘરની દીવાલ તોડી ઘરમાં રહેલા રોકડા રૂપિયાની ચોરી કરી હતી અને ઝડપાયેલા આરોપી બુધા સોલંકી એ જ ચોરી અંગે પોલીસને જાણકારી પણ આપી હતી.

ખેડૂતે પોતાની જમીન વેચી રોકડા રૂપિયા અનાજના કોઠાર માં છુપાવી ને રાખ્યા હતા. જો કે બુધો સોલંકી હમેશા ફરિયાદીની સાથે રહેતો હોવાથી તેને રૂપિયા ક્યાં છુપાવ્યા છે તે અંગેની માહિતી હતી. તેના જ આધારે તેણે ઘરમાં ચોરીને અંજામ આપ્યો.. રૂપિયા વધારે હોવાથી બુધા સોલંકી એ વિક્રમ સોલંકી ની મદદ લીધી હતી. ચોટીલાથી પરત ફરતા બન્નેએ ચોરીનો પ્લાન બનાવ્યો અને ફરિયાદીના ઘરે પહોંચી બારીના પથ્થર હટાવી ચોરીને અંજામ આપ્યો. જો કે આરોપીઓ રૂપિયા ભરવા લાવેલી એક બેગ ઘરમાં ભૂલી જતા પોલીસે ડોગ્સ સ્ક્વોડની મદદ લીધી હતી. જેથી પેની નામના ડોગે સૌ પ્રથમ બુધા સોલંકી ને ઓળખ્યો હતો. જે બાદ પોલીસ તપાસમાં આવેલા 40 શકમંદોની હાજરીમાં પણ બંને આરોપીને ઓળખી બતાવ્યા હતા. જેથી પોલીસે આરોપીના ઘરની તપાસ કરતા બંને આરોપીના ઘરેથી એક કરોડ સાત લાખ રોકડા કબજે કર્યા છે.

એક કરોડની માતબર રકમની ચોરી થતા ગ્રામ્ય પોલીસે સરગવાળા ગામને કિલ્લેબંધી માં ફેરવી દીધું હતું. જેથી આરોપીઓ કે મુદ્દા માલ ગામની બહાર ન નીકળી શકે. તેથી જ પોલીસે ગામમાં છુપાવેલો તમામ મુદ્દા માલ અને આરોપીને ઝડપી લીધા. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે ઝડપાયેલા આરોપી બુધો સોલંકી ગુનો બન્યો ત્યારથી ધરપકડ થઈ ત્યાં સુધી પોલીસની તપાસમાં મદદ કરવાના બહાને પોલીસની કામગીરી પર નજર રાખી રહ્યો હતો. ચોરીના પૈસાનું શું કરવાના હતા. આરોપીઓએ જેને લઇને આરોપીઓના રિમાન્ડ મેળવીને વધુ તપાસ શરુ કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news