કરૂણાનિધિઃ ભારતીય રાજનીતિમાં 60 વર્ષ સુધી અજેય રહેનારા રાજનેતા
ડીએમકે પ્રમુખ કરૂણાનિધિ એક તેવા વ્યક્તિ છે, જે ભારતીય રાજનીતિ અને ખાસ કરીને દક્ષિણ ભારતની રાજનીતિમાં એક અલગ સ્થાન ધરાવતા હતા.
નવી દિલ્હીઃ ડીએમકે પ્રમુખ એમ કરૂણાનિધિએ રાજનીતિમાં 6 કાયદા વિતાવ્યા. તેઓ પાંચ વાર તમિલનાડુના મુખ્યપ્રધાન અને 12 વખત ધારાસભ્ય રહ્યાં. ડીએમકે પ્રમુખ કરૂણાનિધિ એવા વ્યક્તિ હતા, જે ભારતીય રાજનીતિ અને ખાસ કરીને દક્ષિણ ભારતની રાજનીતિમાં એક અલગ સ્થાન રાખતા હતા. તેઓ પહેલા તમિલ સિનેમા જગતના એક નાટકકાર અને પટકથા લેખક ગતા. તેમના મિત્રો પ્રેમથી કલાઈનાર કહીને બોલાવતા હતા. એટલે કે તમિલ કલાનો વિદ્વાન.
ક્યારે સંભાળી ડીએમકે
તેમના રાજકીય જીવનના 50 વર્ષ પૂર્ણ થવા પર પુત્ર એમકે સ્ટાલિને કહ્યું હતું, આવો પાર્ટી ચીફની ગોલ્ડ જ્યુબેલીની ઉજવણી કરીએ. કરૂણાનિધિએ 1969માં ડીએમકેનું પ્રમુખ પદ સંભાળ્યું હતું. આ વર્ષે ડીએમકેના સંસ્થાપક રહેલા સીએમ અન્નાદુરઈનું નિધન થયું હતું. ગત મહિને જ કરૂણાનિધિએ પોતાના જીવનના 94 વસંત પૂરા કર્યા. 3 જૂન 1924ના તિરૂવરૂરમાં એક ગરીબ પરિવારમાં જન્મેલા કરૂણાનિધિનું ઉપનામ કલૈગનાર હતું.
DMK પ્રમુખ એમ. કરૂણાનિધિનું લાંબી બિમારી બાદ નિધન, તમિલનાડુમાં શોકની લહેર
હિન્દીના વિરોધમાં અવાજ
કરૂણાનિધિએ યુવાવસ્થામાં સુધારવાદી નેતા પેરિયાર ઈવીઆર દ્વારા શરૂ કરાયેલા દ્રવિડિયન મૂવમેન્ટને આગળ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી. તેઓ પેરિયારના સન્માનમાં આંદોલન સાથે જોડાયા હતા. 1937માં જ્યારે હિન્દીને ફરજીયાત વિષયો તરીકે શાળાના અભ્યાસક્રમમાં જોડવામાં આવ્યું તો તેમની સાથે ઘણા વિદ્યાર્થીઓ રોડ પર આવ્યા અને પ્રદર્શન કર્યું. મંચ પર ભાષણ આપનારામાં કરૂણાનિધિ પણ હતા. કરૂણાનિધિના જીવન પર ડીએમકે સંસ્થાપક અન્નાદુરઈની છાપ પડી હતી. અન્નાદુરઈ અને પેરિયાર બંન્ને નેતાઓએ કરૂણાનિધિને રાજનીતિમાં આવવા માટે પ્રેરિત કર્યા હતા.
દેશના સૌથી વયોવૃદ્ધ સક્રિય રાજનેતાઓમાંથી એક હતા કરૂણાનિધિ, 5 વખત રહ્યાં સીએમ
1957માં બન્યા ધારાસભ્ય
1969માં તેઓ પ્રથમવાર મુખ્યપ્રધાન બન્યા. કરૂણાનિધિને 1957માં તમિલનાડુ વિધાનસભા માટે ચૂંટવામાં આવ્યા. 1967માં પ્રથમવાર તમિલનાડુમાં બિન કોંગ્રેસી સરકાર બની. ડીએમકે બહુમતમાં હતા. કરૂણાનિધિ તે સમયે સીએમનો ચહેરો ન હતા. પરંતુ ભીડ કેમ ભેગી કરવી તે સમજતા હતા. અન્નાદુરઈના નિધન બાદ કરૂણાનિધિ એમજી રામચંદ્રન ઉર્ફ એમજીઆરની મદદથી મુખ્યપ્રધાન બન્યા હતા.