નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીથી નવી દિલ્હીની વચ્ચે ચાલતી કાશી વિશ્વનાથ એક્સપ્રેસની કાયપલટ કરવામાં આવી છે. આ ટ્રેન દ્વારા મુસાફરી કરવા માટે તે વધુ આનંદપ્રદ હશે. મુસાફરોની સુવિદાઓને ધ્યાનમાં રાખી આ ટ્રેનમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. આ ટ્રેનના એસી કોટને વધારે સુંદર અને આરામદાયક બનાવવામાં આવ્યા છે. આજથી ફેરફાર કરેલા રૂપમાં ટ્રેનનું સંચાલન કરવામાં આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: આ કંપની બનાવશે યૂઝ એન્ડ થ્રો ટુવાલ, કિંમત એટલી સસ્તી છે કે જાણીને આશ્વર્ય પામશો


2002 ના રમખાણો બાદ બગડેલી છબિને સુધારવામાં મદદગાર રહ્યું વાઈબ્રન્ટ ગુજરાત: વિજય રૂપાણી


કોચની અંદરની દિવારો પર વારાણસીના ઘાટની તસવીરો લગાવવામાં આવી છે. ઇન્ટીરિયરને ખૂબ સુંદર બનાવવામાં આવ્યું છે. આ ટ્રેનના શૌચાલયમાં કેટલાક મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. વિનાઇલ રેપિંગ દ્વારા શૌચાલયોને શણગારવા સાથે, આંતરિકમાં ઘણાં ફેરફારો કરવામાં આવ્યા છે.


વાઈબ્રન્ટ ગુજરાત 2019: નવી ટેક્ષટાઇલ નીતિમાં પણ ટેક્ષમાં કોઇ વધારો નથી : સ્‍મૃતિબેન ઇરાની


પિયુષ ગોયલ રેલ્વે પ્રધાન બન્યા ત્યારથી તેમના પ્રયત્નો રેલ્વેની સૌંદર્ય અને ચમક લાવવા રહયાં છે. તેથી મોટાભાગની ટ્રેનોનું આધુનિકરણ કરવામાં આવી રહ્યું છે. આ સિવાય, સ્ટેશનોને સ્વચ્છ અને વધુ સુંદર બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ઘણા રસ્તાઓ પર હજુ પણ ઈલેક્ટ્રિફિકેશનનું કોઈ કાર્ય થયું નથી. તેમનો પ્રયત્ન આ લક્ષ્યને જલ્દીથી જલ્દી પ્રાપ્ત કરવાનો છે.


Vibrant Gujarat 2019: મહેસૂલ વિભાગ રૂ. ૧ના ટોકન દરે ભાડે જમીન ફાળવવામાં આવશે


તાજેતરમાં તેમણે ટ્વિટર પર તિરુપતિ બાલાજી સ્ટેશનના યાત્રાળુઓ માટે અતિથી લોજની એક તસવીર શેર કરી હતી. મુસાફરો માટે ખૂબ જલ્દી જ ખોલવામાં આવશે. તસવીર શેર કરતી વખતે તેમણે લખ્યું હતું કે તે રેલવે સ્ટેશન છે પાંચ સ્ટાર હોટેલ છે.


બિઝનેસના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...