ખાલિદ હુસેન, કાશ્મીર: એક સમય હતો કે જ્યારે કાશ્મીર ઘાટીમાં ભાજપની પક્કડ સારી ન હોવાનું મનાતું હતું. હવે સમય બદલાઈ ગયો છે. નગર નિગમની ચૂંટણીઓમાં ભાજપે શાનદાર જીત હાસલ કરી છે. 598 વોર્ડ્સ માટે થઈ રહેલી ચૂંટણીમાં ભાજપે 350 વોર્ડ્સ પર પોતાના ઉમેદવારો ઉતાર્યા છે. જેમાંથી 74 વોર્ડ્સ પર ભાજપના ઉમેદવારો નિર્વિરોધ ચૂંટણી જીતી ગયા છે. સ્થાનિક ચૂંટણીમાં પહેલીવાર ભાજપ મુખ્ય પક્ષ તરીકે ઉભરી આવ્યો છે. અત્રે જણાવવાનું કે નેશનલ કોન્ફરન્સ અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (NDP)એ કલમ 35એને લઈને ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાશ્મીરથી ભાજપના પ્રવક્તાએ કહ્યું કે આ ઉત્સાહજનક છે કે પહેલીવાર અમે કાશ્મીરની સ્થાનિક ચૂંટણીઓમાં જીત મેળવવાનું શરૂ કર્યુ છે. તેમણે કહ્યું કે આતંકીઓનો ગઢ  ગણાતા દક્ષિણ કાશ્મીરના કુલગામ, પુલવામા અને અનંતનાગ જેવા વિસ્તારોમાં ભાજપની જીત થઈ છે. દક્ષિણ કાશ્મીરના 6 પરિષદ પર ભાજપે ક્લીન સ્વીપ કર્યુ છે. 


ભાજપના પ્રવક્તાએ કહ્યું કે અમારા કાર્યકર્તાઓ એટલા તે સમર્પિત છે કે આતંકીઓની ધમકી અને અલગાવવાદીઓ દ્વારા ચૂંટણીના બહિષ્કાર છતાં અમારી જીત થઈ છે. ધમકીથી તેઓ ડર્યા નથી. તેમણે કહ્યું કે ચાર વર્ષ પહેલા અમારા ફક્તા 14000 કાર્યકર્તાઓ હતાં જ્યારે અત્યારે અમારા કાર્યકર્તાઓની સંખ્યા 4,30,000ની નજીક પહોંચી છે. કાર્યકર્તાઓને મામલે અમે કહી શકીએ છીએ કે ભાજપ કાશ્મીરની સૌથી મોટી પાર્ટી છે. 


નગર નિગમની ચૂંટણીઓમાં જબરદસ્ત જીતને પગલે ભાજપના નેતાઓએ કહ્યું કે આ જીતનું કારણ ફક્ત પીએમ મોદીનો વિકાસનો નારો છે. તેમણે કહ્યું કે સ્થાનિક ચૂંટણીઓમાં જીત બાદ આ નારાને ગ્રાઉન્ડસ્તરે પણ લઈ જઈશું. અમે જેવા સત્તામાં આવીશું કે કાશ્મીરમાં વિકાસની ગાડી દોડવા માંડશે. 350 વોર્ડમાં ઉમેદવારોના ઉભા રહેવું એ મોટી વાત છે. 


બે સ્થાનિક પાર્ટી, નેશનલ કોન્ફરન્સ, અને પીડીપી દ્વારા ચૂંટણીનો બહિષ્કાર થયો તેનો ભાજપને ફાયદો થયો છે. તેના જવાબમાં તેમણે કહ્યું કે ચૂંટણીનો બહિષ્કાર કરવો એ માત્ર દેખાડો છે. તેમના ઉમેદવારો પોતાની પાર્ટીના ચિન્હ પર તો મેદાનમાં નથી ઊભા પરંતુ ઉમેદવાર ચૂંટણીના મેદાનમાં તો જરૂર છે.