શ્રીનગર: કાશ્મીર (Kashmir)થી સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણના સમાચાર આવતા રહે છે. પરંતુ હવે હવા બદલાઇ રહી છે. આ વખતે ઘાટીમાંથી એવી તસવીર સામે આવી છે જે એન્કાઉન્ટરના સમાચારથી બિલકુલ અલગ છે. જોકે કાશ્મીરના બડગામમાં ભારતીય સેનાએ લશ્કર-એ-તૈયબાના એક આતંકવાદીને સમજાવીને સરેન્ડર કરાવ્યું, ત્યારબાદ આતંકવાદીના પરિવારે સેનાનો આભાર વ્યક્ત કર્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શુક્રવારે બડગામ જિલ્લાના ચોડરા વિસ્તારમાં સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે મુઠભેડ શરૂ થઇ. પરંતુ ઓપરેશન દરમિયાન સેનાએ લશ્કર-એ-તૈયબાના જહાંગીર અહમદ નામના આતંકવાદીને સમજાવીને તેને સરેન્ડર કરવા માટે મનાવી લીધો. જોકે કોઇપણ ઓપરેશન પહેલાં સુરક્ષાબળ હંમેશા સ્થાનિક આતંકવાદીઓને સરેન્ડર કરવા માટે કહે છે. 


અથડામણ દરમિયાન આતંકવાદી જહાંગીરના આત્મસમર્પણનો વિડીયો સામે આવ્યો છે. વીડિયોમાં સેનાના જવાન કહેતાં સંભળાઇ છે કે 'કોઇ ફાયર નહી કરે, આવી જાવ. આ તરફ આવી જાવ.' સેનાના જવાન તેને સમજાવી રહ્યા છે કે તમને કશું જ નહી થાય. તમે જર્સી છોડીને અમારી પાસે આવી જાવ. ત્યારબાદ સુરક્ષાબળોએ તેને પોતાની કસ્ટડીમાં લઇ લીધો છે. આતંકવાદી પાસે AK47 મળી આવી છે. 


ત્યારબાદ જહાંગીર અહમદના પરિવારજનોએ તેની સાથે મુલાકાત કરી. પોતાના પુત્રના આત્મસમર્પણથી તેમનો પરિવાર ખુબ જ ખુશ છે. તેમણે સેનાનો આભાર વ્યક્ત કર્યો છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube