શિમલા: પુલવામા આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા. જેને લઈને આખો દેશ ગુસ્સામાં છે. આ બાજુ હિમાચલ પ્રદેશમાં રહેતો એક કાશ્મીરી યુવક તેની ફેસબુક પોસ્ટના કારણે ફસાયો છે. આ યુવકે પુલવામા આતંકી હુમલા બાદ ફેસબુક પોસ્ટમાં આતંકવાદી આદિલના વખાણ કર્યાં. સાથે લખ્યું કે તેને આ હુમલા અંગે પહેલેથી પૂરેપૂરી જાણકારી હતી. આરોપી યુવકે આદિલના ફેસબુક પોસ્ટ પર લખ્યું હતું કે 'ખુદા આપકો જન્નત બક્ષે'. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પુલવામા હુમલા અંગે થયો ચોંકાવનારો ખુલાસો, વિસ્ફોટને અંજામ આપતા પહેલા આતંકીએ...


આરોપી યુવકે ફેસબુક પર એક આતંકી સંગઠનની પોસ્ટ પર કોમેન્ટ  કરી હતી, જેમાં એવો ઉલ્લેખ હતો કે પુલવામામાં આઈઈડી વિસ્ફોટ કરવા જઈ રહ્યાં છીએ. જેના પર આરોપીએ કોમેન્ટ કરી હતી કે 'અલ્લાહ તાલા સલામત રખે'.


ચિતકારા યુનિવર્સિટીએ આ મામલે બરોટીવાલા પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ આરોપી વિદ્યાર્થીની ધરપકડ  કરાઈ છે. સૂત્રોનું એમ પણ કહેવું છે કે કાશ્મીરી વિદ્યાર્થીને ગણતરીના કલાકોમાં જ પકડી લેવાયો હતો. પરંતુ મીડિયાને તેની જાણ થવા દેવાઈ નહતીં. આરોપી કાશ્મીરી યુવક હિમાચલના બદ્દી જિલ્લામાં રહીને અભ્યાસ કરતો હતો. હાલ તે પોલીસ કસ્ટડીમાં છે. 


શહીદોના પરિવારોની વ્હારે આવ્યાં દેશવાસીઓ, 'ભારત કે વીર' પોર્ટલ પર 36 કલાકમાં કરોડો રૂપિયા જમા


યુવકની સઘન પૂછપરછ થઈ રહી છે. જિલ્લા પોલીસ બદ્દીના એસપી રોહિત માલપાનીએ કહ્યું કે યુનિવર્સિટી પ્રશાસનની ફરિયાદના આધારે પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી છે. તેણે આતંકી હુમલાને લઈને શેર કરેલી એક ફેસબુક પોસ્ટમાં લખ્યું હતું કે તેને આ હુમલા અંગે પહેલેથી જાણકારી હતી. તેણે આ પોસ્ટ પર લખ્યું હતું કે ખુદા તમને જન્નત બક્ષે. 


દહેરાદૂન: પુલવામા આતંકી હુમલાનું સમર્થન કરવાના આરોપસર કાશ્મીરી વિદ્યાર્થીની ધરપકડ


અત્રે નોંધનીય છે કે જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં ગુરુવારે જૈશ એ મોહમ્મદના આત્મઘાતી હુમલાખોર આદિલ ડારે સીઆરપીએફના કાફલા પર હુમલો કર્યો હતો. આ હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતાં. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...