હાલનાં સમયે સમગ્ર વિશ્વ કોરોના સામે જંગ લડી રહ્યો છે. આ સમયે વાયરસનાં કારણે અત્યાર સુધી 9 હજારથી વધારે લોકો કાળનો ભોગ બની ચુક્યા છે. એવામાં અન્ય દેશોની જેમ ભારત પણ યાત્રા પર પ્રતિબંધ, લોકડાઉન સહિત તમામ પગલા ઉઠાવી ચુક્યા છે, પરંતુ કેટલાક લોકોને આ માફક નથી આવી રહ્યું. કંઇક એવું જ જમ્મુ કાશ્મીરમાં એરપોર્ટ પર જ્યારે બાંગ્લાદેશમાં અભ્યાસ કરી રહેલા 160થી વધારે વિદ્યાર્થીઓ શ્રીનગર આંતરરાષ્ટ્રીય હવાઇ મથક પર પહોંચ્યા અને તેમને આઇસોલેશનમાં જવા માટે કહેવાયું તો તેઓ ભડક્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કનિકા બોમ્બથી રાજકીય હસ્તીઓમાં હડકંપ: રાષ્ટ્રપતિ કોવિંદ સહિત સમગ્ર સ્ટાફનાં ટેસ્ટની તૈયારી
સુરક્ષા સંભાળી રહેલી એજન્સીએ એરપોર્ટ પર બાંગ્લાદેશથી પરત ફરેલા વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોથી એકાંતવાસમાં જવા માટે કહેવાયું તો વિરોધ કરતા તે લોકો તોડફોડ કરવા લાગ્યા હતા. વિદ્યાર્થીઓએ હવાઇ મથકોના કાચ તોડી નાખ્યા હતા. મુદ્દો વધારે વણસતો જોઇને  ત્યાં પોલીસને બોલાવવી પડી હતી. ત્યારે વિદ્યાર્થીઓને આઇસોલેશનમાં મોકલવામાં આવ્યા. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસનાં પ્રસારનાં કારણે ભારતમાં અત્યાર સુધી 200થી વધારે લોકો સંક્રમિત થઇ ચુક્યા છે. જ્યારે 4 લોકોનાં જીવ પણ જઇ ચુક્યા છે.


દેશમાં ઝડપથી પગ પસારી રહ્યો છે કોરોના, માત્ર 8 દિવસમાં 89થી 250 થઇ ગયા પીડિત
ગત્ત 24 કલાકમાં વાયરસનાં કારણે વિશ્વમાં 712 લોકોનાં જીવ જઇ ચુક્યા છે. સંક્રમિત લોકોની સંખ્યા 90 હજારથી પણ વધારે પહોંચી ચુકી છે. યુરોપમાં કોવિડ 19 ઝડપથી ફેલાઇ રહ્યો છે. ઇરાનમાં કોરોના વાયરસનાં કારણે 149 લોકોનાં મોતની પૃષ્ટી થઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના કારણે મરનારા લોકોની સંખ્યા ગુરૂવાર સુધીમાં 9 હજારને પાર પહોંચી ચુકી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube