Most Polluted City: વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોની યાદી બહાર પાડવામાં આવી છે, જેમાં નેપાળની રાજધાની કાઠમંડુએ તેનું ટોપ ટેનમાં સ્થાન જાળવી રાખ્યું છે. ખાસ વાત એ છે કે કાઠમંડુએ ન માત્ર પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે પરંતુ ટોચ પર પણ કબજો જમાવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે કાઠમંડુમાં પ્રદૂષણનું મુખ્ય કારણ નેપાળના જંગલોમાં લાગેલી આગ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એર ક્વોલિટી મેઝરમેન્ટ સ્ટેશન અનુસાર, કાઠમંડુનો AQI 200ના સ્તરને પાર કરી ગયો હતો. આ દરમિયાન હવા પણ ઝેરી બની ગઈ છે. એયર ક્વોલિટી ટેસ્ટ દરમિયાન, એવું જાણવા મળ્યું હતું કે જેમ જેમ AQI સતત ઘટતો જાય છે, તેમ કાઠમંડુમાં દૃશ્યતા સ્તર પણ ઘટતું જાય છે. તમને જણાવી દઈએ કે વિશ્વના 101 શહેરોનું રિયલ ટાઈમ પ્રદૂષણ માપવામાં આવ્યું હતું.


આ પણ વાંચો:
અતીક-અશરફની હત્યાનો મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ, પૂર્વ જજ દેખરેખમાં તપાસની માંગ
રાશિફળ 17 એપ્રિલ: આ રાશિના લોકો આજે સાવધાન રહે, વૃશ્ચિક રાશિને થશે ધન લાભ
કોણ છે તે મહિલા જેના શ્રાપથી ખતમ થઈ ગયો અતીકનો પરિવાર? તમે પણ જાણો સમગ્ર કહાની


આ યાદીમાં કોલકાતા અને દિલ્હી પણ સામેલ
આ યાદીમાં ટોચ પર કાઠમંડુ, ત્યારબાદ થાઈલેન્ડનું ચિયાંગ માઈ, ત્રીજા ક્રમે વિયેતનામનું હનોઈ, ચોથા સ્થાને થાઈલેન્ડનું બેંગકોક અને પાંચમા સ્થાને બાંગ્લાદેશનું ઢાકા છે. ટોપ ટેન પ્રદૂષિત શહેરોની યાદીમાં ભારતના બે શહેરો પણ સામેલ છે. આ યાદીમાં કોલકાતા છઠ્ઠા નંબરે અને દિલ્હી નવમા નંબરે છે.


પર્યાવરણ મંત્રાલયે વ્યક્ત કરી ચિંતા 
અગાઉ ગયા ગુરુવારે નેપાળના પર્યાવરણ મંત્રાલયે કહ્યું હતું કે કાઠમંડુ ખીણ સહિત દેશના મધ્ય અને પૂર્વીય ભાગોમાં જંગલમાં લાગેલી આગ અને કૃષિ અવશેષોને બાળવાને કારણે વાયુ પ્રદૂષણનું સ્તર વધ્યું છે, જે અત્યંત ચિંતાજનક છે. આપણે આ તરફ ધ્યાન આપવાની જરૂર છે. એક અઠવાડિયાની અંદર, કાઠમંડુ વિશ્વના પ્રદૂષિત શહેરોની યાદીમાં ટોચ પર છે.


પર્યાવરણ મંત્રાલયે પોતે આ વખતે સ્વીકાર્યું છે કે નેપાળમાં બારા, પારસા, હિતવન સહિત 140 થી વધુ સ્થળોએ વાયુ પ્રદૂષણ ખતરનાક સ્તરે છે. પ્રદૂષણથી બચવા માટે ડોકટરોએ માસ્ક પહેરવાનું સૂચન કર્યું છે.


આ પણ વાંચો:
આખરે એવું તે શું રંધાયું? ગુજરાત કોંગ્રેસમાં મોટી હિલચાલ, ખાનગી હોટલમાં બેઠક યોજાઈ
શિમરોન હેટમાયરની તોફાની અડધી સદી, રોમાંચક મેચમાં રાજસ્થાન સામે હાર્યું ગુજરાત
9 કલાકની પૂછપરછ બાદ CBI ઓફિસમાંથી બહાર આવ્યા કેજરીવાલ, બહાર આવીને કહ્યું કે....
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube