Kumkum For Married Life : કુમકુમને હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. કુમકુમને લઈને જ્યોતિષ શાસ્ત્રમા અનેક ઉપાય સૂચવાયા છે. તે જાદુટોણામાં પણ ઉપયોગમાં લેવાય છે, પરંતુ તેના પોઝિટિવ ઉપાય અનેક છે. તેમાંથી એક છે ઘરમાં કુમકુમ મૂકવાની જગ્યા. જ્યોતિષના નિષ્ણાતો કહે છે કે, ઘરમાં 8 એવી જગ્યાઓ છે જ્યાં ગ્રહોની શુભ અસર હોય છે. જો તે સ્થાનો પર કુમકુમ રાખવામાં આવે તો તેનાથી દાંપત્ય જીવન ખુશહાલ બને છે અને પતિ-પત્ની વચ્ચેનો અણબનાવ પણ સમાપ્ત થાય છે. પતિ પત્ની વચ્ચે ગમે તેવા ઝઘડા હોય, પણ કુમકુમ તેને દૂર કરી શકે છે. આવુ કરવાથી દાંપત્ય જીવન સુમધુર બને છે અને સંબંધોમાં મીઠાશ આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘરનો મુખ્ય પ્રવેશદ્વાર
ઘરનો મુખ્ય દરવાજો સકારાત્મકતાનો સ્ત્રોત માનવામાં આવે છે. આવી સ્થિતિમાં જો તમે ઘરના મુખ્ય દરવાજા પર લાલ કપડામાં કુમકુમ બાંધીને લટકાવો છો તો તેનાથી પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા આવે છે.


ઘરનું મંદિર
ઘરનું મંદિર સૌથી પવિત્ર સ્થાનોમાંથી એક છે. આવી સ્થિતિમાં જો ઘરના મંદિરમાં કુમકુમને પોટલીમાં બાંધીને રાખવામાં આવે તો તેનાથી પતિ સાથે અણબનાવ સમાપ્ત થાય છે અને પતિનું ધ્યાન તમારા તરફ પણ જાય છે.


ઘરનું રસોડું
માતા અન્નપૂર્ણા રસોડામાં રહે છે. વળી, એવું કહેવાય છે કે પતિના હૃદય સુધીનો માર્ગ તેના પેટમાંથી પસાર થાય છે. આવી સ્થિતિમાં જો રસોડામાં થોડી કુમકુમ રાખવાથી વિવાહિત જીવનમાં પ્રેમ વધે છે.


ઘરનો બેડરૂમ
લગ્ન જીવન માટે ઘરનો બેડરૂમ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં જો કુમકુમને ઘરના બેડરૂમમાં રાખવામાં આવે અને ખાસ કરીને લાલ કપડામાં બાંધીને પલંગના ગાદલા નીચે રાખવામાં આવે તો વૈવાહિક મુશ્કેલીઓ દૂર થઈ જાય છે.


ઘરની તિજોરી
કુમકુમને ઘરની તિજોરીમાં પણ રાખવું જોઈએ. આ કારણે ઘરમાં મા લક્ષ્મીનો વાસ થાય છે. સાથે જ પતિની આવકમાં પણ વધારો થાય છે. જો તમારા પતિ કોઈ બિઝનેસ સાથે સંકળાયેલા છે તો તેમાં પણ જબરદસ્ત ફાયદો થાય છે.


પર્સ
પત્નીએ હંમેશા પોતાના પર્સમાં કુમકુમ રાખવું જોઈએ. તેનાથી પતિ સાથેના તાલમેલ સુધરે છે અને દાંપત્ય જીવન પણ સારું રહે છે. આ સિવાય જો પતિના પર્સમાં કુમકુમ રાખવામાં આવે તો તે પત્ની પ્રત્યે આકર્ષણ પેદા કરે છે.


લગ્નના ફોટો
જ્યોતિષમાં લગ્નના ચિત્રની પાછળ કુમકુમ રાખવાનું પણ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે. આમ કરવાથી પતિ-પત્ની વચ્ચે વિખવાદનું વાતાવરણ ઓછું થાય છે અને બાળકોનો જન્મ થાય છે.


તુલસીનો છોડ
જો ઘરમાં તુલસીનો છોડ હોય તો નિયમિતપણે તુલસીના છોડ પર કુમકુમ ચઢાવો અથવા તુલસીના વાસણમાં લાલ કપડામાં કુમકુમ બાંધી દો. તેનાથી વિવાહિત જીવનના તમામ ભૌતિક સુખો પ્રાપ્ત થશે.