ઝી બ્યુરો: જે પણ વ્યક્તિ પર સૂર્ય પુત્ર શનિનો પ્રકોપ પડે છે જેનું જીવન દુખોથી ભરેલું રહે છે. શનિ પ્રકોપથી બચવું ખુબ જ મુશ્કેલ હોય છે. પરંતુ શનિ દેવને રીઝવવાના પણ કેટલાક રસ્તા હોય છે. જેમાં લોકોની કેટલીક આદતો તેને શન પ્રકોપથી બચાવે છે. કેટલીક ખાસ આદતોવાળાને ક્યારે શનિદેવ કષ્ટ નથી આપતા. તેમનું જીવન હંમેશા ખુશીઓથી ભરાયેલું રહે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધર્માદાનું કામ
જે લોકો હંમેશા ગરીબ અને જરૂરિયાતમંદોની મદદ માટે તત્પર રહે છે, દાનના કાર્યમાં રસ દાખવે છે તેવા લોકો પર હંમેશ શનિ દેવની કૃપા રહે છે. ખાસ કરીને જે લોકો કાળા ચણા, કાળા તલ, અડદની દાળ, તેલ, કપડાં કે ખાદ્યપદાર્થોનું દાન કરે છે તેમના પર શનિ દેવ ખૂબ જ પ્રસન્ન થાય છે.


કેળાના ઝાડની પૂજા કરવાથી ધાર્યા કામ પાર પડશે, આર્થિક તંગી ક્યારેય નહી સર્જાય


શ્વાનની સેવા આપશે સુખ
શ્વાનની સેવા કરનારાઓ પર શનિદેવ હંમેશા કૃપા વર્સાવે છે. ખાસ કરીને કાળા રંગના શ્વાનને રોટલી કે દૂધ આપવાથી શનિદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે. જે લોકો નિયમિત રીતે શ્વાનની સેવા કરે છે તેમની આર્થિક સ્થિતિ ક્યારેય શનિદેવ ખરાબ થવા નથી દેતા. એવું કહેવાય છે કે સરસવના તેલમાં પલાળેલી રોટલી શ્વાનને ખવડાવવાથી રાહુ-કેતુ દોષમાંથી મુક્તિ મળે છે.


નખ વધારવા નહીં
ન્યાયા પ્રિય શનિદેવને સ્વચ્છતા ખૂબ જ પસંદ છે. કહેવાય છે કે જે લોકો સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખે છે તેમને ક્યારે શનિ દોષ નથી નડતો. જેમાં ખાસ કરીને આપણે નખને ક્યારેય ગંદા રાખવા ના જોઈએ. નખમાં ગંદકી એકઠી થાય તે પહેલાં તેને કાપી નાખવા જોઈએ.


આવી આંગળીઓવાળી છોકરીઓ હોય છે એકદઅમ લકી, ચમકાવી દેશે પતિનું ભાગ્ય!


શનિવારે ઉપવાસ
જે લોકો શનિવારે ઉપવાસ અને ધર્માદાનું કામ કરે છે તેમની પર શનિદેવ હંમેશા કૃપા વરસાવે છે. જે લોકો શનિવારનું વ્રત કરીને જરૂરિયાતમંદ લોકોની મદદ કરે છે તે શનિદેવને ખુબ જ ગમે છે. ત્યારે આવા લોકોના ઘરમાં ક્યારેય અનાજની તંગી થતી નથી. સાથે તેને ક્યારે આર્થિક સંકડામણનો સામનો નથી કરવો પડતો.


પીપળાના વૃક્ષની પૂજા
જે લોકો પીપળાના વૃક્ષની પૂજા કરે છે અથવા છોડ રોપે છે તેમને શનિદેવની કૃપા મળે છે. એવું કહેવાય છે કે દર શનિવારે વડના ઝાડની સામે સરસવના તેલનો દીવો પ્રગટાવવાથી શનિની સમસ્યાઓ દૂર કરી શકાય છે. જે લોકો આ ઉપાય કરે છે તેમના જીવનમાં શનિદેવ ક્યારે અંધકાર નથી આવવા દેતા.


ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના જીવનકાળમાં કર્યો હતો કોનો-કોનો વધ? જાણો કોણે આપી હતી ભગવાનને ગાળો


પિતૃ તરપણ
જે લોકો સમયસર પિતૃઓનું શ્રાદ્ધ કરે છે તેમના પર શનિદેવ પ્રસન્ન થાય છે. આવા લોકોની શનિદેવ તમામ મુશ્કેલીઓ દૂર કરે છે. પિતૃ પક્ષમાં શનિવાર અને અમાવસ્યાના દિવસે શનિદેવની પૂજા ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. શનિવારનો કરક ગ્રહ શનિ છે. જ્યારે અમાવસ્યા શનિવારે આવે છે ત્યારે શનિપૂજાને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે શનિદેવને તેલ ચઢાવી, પીપળની પૂજા કરી  જળ અર્પણ કરીને સાત પરિક્રમા કરવામાં આવે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube