ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના જીવનકાળમાં કર્યો હતો કોનો-કોનો વધ? જાણો કોણે આપી હતી ભગવાનને ગાળો

ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના જીવનકાળ દરમિયાન અનેક દુરાત્માઓનો વધ કર્યો હતો. દરેક રાક્ષસો અને દુરાત્માઓ સાથે જોડાયેલી છે એક રોચક કથા. વાંચો...

ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના જીવનકાળમાં કર્યો હતો કોનો-કોનો વધ? જાણો કોણે આપી હતી ભગવાનને ગાળો

નિરજ ચોક્સી, અમદાવાદઃ શ્રી કૃષ્ણને 'કરુણાસાગર' તરીકે પણ ઓળખાય છે.  શ્રી કૃષ્ણ હંમેશા તેમના ભક્તોને બચાવે છે અને તે જ રીતે જે ધર્મ વિરુદ્ધ છે તેનો નાશ કરે છે. આવું જ તેમણે શ્રી કૃષ્ણના અવતારમાં કર્યું હતું.  શ્રી કૃષ્ણએ પોતાના જીવન દરમિયાન લોકોનો ઉદ્ધાર કરવા ઘણા રાક્ષસોનો વધ કર્યો તેમના જીવન કાળ દરમિયાન તેમને 20 જેટલાં લોકોનો વધ કર્યો.

પુતના-
કંસે કૃષણને મારવા પોતાની બહેન પૂતનાને શહેરો, ગામડાં વગેરેમાં બાળકોનો નાશ કરવા મોકલી. પૂતના ગોકુળમાં આહીરાણીના રૂપમાં પહોંચી હતી. દહીં, દૂધ, પીળાં વસ્ત્ર વગેરે લઇ લોકો યશોદાને અભિનંદન આપવા આવ્યા હતા તે સમયે. આ ટોળામાં પૂતના ભળી ગઇ. પૂતનાને જોતાં બાળરૂપ કનૈયાએ આંખો બંધ કરી દીધી. પૂતના જરાક આઘી ખસી એટલે ઠાકોરજીએ ફરી આંખો ખોલી. ઘડીના છઠ્ઠાભાગમાં પૂતના બાળ કનૈયાને હીંચકામાંથી ઉપાડી સ્તન પાન કરાવા બેઠી,,, પૂતનાની છાતીમાં ઝેર ભર્યું હતું. ઠકોરજીએ પૂતનાની છાતીને મોં લગાવતાની સાથે પૂતનાના પ્રાણ હરી લીધા.

શકટાસુર-
ભગવાન બાલકૃષ્ણને ચોથો મહિને પોતી ફેરવવાની વિધિ કરવા હવેલીમાં લઇ જવામાં આવે છે. નંદરાયે યશોદા અને રોહિણીને કહ્યું,”આજે લાલાનો પડખું ફેરવવાનો દિવસ છે. આખા ગોકુળગામને જમાડીએ. આપણા બગીચામાં ગાડામાં દૂધ, ઘી, મધના ઘડા ભરી રાખીએ અને તે ગાડા નીચે બન્ને ભાઇઓનાં પારણા બાંધીએ.” આખા ગોકુળગામને નિમંત્રણ આપવામાં આવ્યું અને બાલકૃષ્ણના પોતી ફેરવવાના સંસ્કાર કરવામાં આવ્યા તે સમએ કંસે શકટાસુર નામના રાક્ષસને કૃષ્ણને મારવા મોકલ્યો,,,  એક રાક્ષસ જવા તૈયાર થયો. શક્ટાસુર નામનો રાક્ષસ કનૈયાને મારવાના આશયથી ગોકુળમાં પહોંચ્યો,,, યશોદા અને રોહિણી રસોડામાં હતા. મિષ્ટાન્નની સુગંધ આવતી હતી. બગીચામાં ગાડા નીચે પારણામાં ઠાકોરજી અને બલરામ સૂતા હતા. શક્ટાસુર રાક્ષસ ભગવાનના પારણા નજીક જેવો આવ્યો તેવી બાલકૃષ્ણે  જમણા પગથી તેની છાતીમાં લાત મારી. ત્યાંને ત્યાં જ શક્ટાસુર મરી ગયો. જન્મના 108માં દિવસે  કનૈયાએ  શક્ટાસુરને માર્યો હતો. 

ત્રિનવર્ત રાક્ષસ- 
જ્યારે કંસને ખબર પડી કે પૂતનાનો વધ થયો છે, ત્યારે તેણે શ્રીકૃષ્ણને મારવા માટે ત્રિનવર્ત નામના રાક્ષસને મોકલ્યો. વાવાઝોડાનું રૂપ લેતા, ત્રિનવર્ત મોટા વૃક્ષોને પણ ઉખાડી શકવાની તાકાત ધરાવતો હતો. ત્રિનવર્ત વાવંટોળની જેમ ગયો અને તેણે બાલકૃષ્ણને પણ તેની સાથે ઉડાવી દીધા. આ પછી શ્રી કૃષ્ણએ એક મોટો ભાર ઉપાડ્યો, જેને ત્રિનવર્ત પણ સંભાળી શક્યા નહીં. જ્યારે વાવાઝોડું શમી ગયું, ત્યારે બાલકૃષ્ણએ તેનું ગળું પકડીને રાક્ષસને મારી નાખ્યો.

વત્સાસુર-
જ્યારે કંસને ખબર પડી કે પૂતના પછી કૃષ્ણે ત્રિનવર્તનો પણ વધ કર્યો છે, ત્યારે તેણે વત્સાસુરને મોકલ્યો. વત્સાસુરે વાછરડાનું રૂપ ધારણ કર્યું અને શ્રી કૃષ્ણની ગાયો સાથે જોડાયા. કાન્હા તે સમયે ગાયો ચરાવતો હતો. બાલકૃષ્ણે તે રાક્ષસને ઓળખી લીધો,,, તેની પૂંછડી પકડીને ઝાડ પર પછાડી. અહીં જ રાક્ષસનો વધ થયો હતો.

બકાસુર-
વત્સાસુર પછી કંસે બકાસુરને મોકલ્યો. શ્રી કૃષ્ણને મારવા માટે બકાસુર બગલા સ્વરૂપે આવ્યો હતો. તે સમયે કાન્હા અને બધા બાળકો રમતા હતા. પછી બગલો કૃષ્ણને ગળી ગયો અને થોડી વાર પછી કાન્હા બગલાને ફાડીને બહાર નીકળ્યા અને બરાસુર રાક્ષસ મરી ગયો.

અઘાસુર-
બકાસુરને માર્યા પછી કંસે અઘાસુરને કાન્હાને મારવા મોકલ્યો. અઘાસુર પુતના અને બકાસુરનો નાનો ભાઈ હતો.  અઘાસુરે કૃષ્ણને મારવા માટે એક વિશાળ અજગરનું રૂપ ધારણ કર્યું હતું. આ રૂપમાં અઘાસુરે પોતાનું મોં ખોલ્યું અને રસ્તામાં ગુફા જેવું બની ગયું. તે સમયે શ્રી કૃષ્ણ અને બધા બાળકો ત્યાં રમતા હતા. એક મોટી ગુફા જોઈને બધા બાળકોએ તેમાં પ્રવેશવાનું મન બનાવી લીધું. બધા ગોવાળો ગુફામાં પ્રવેશ્યા. મોકો મળતાં જ અઘાસુરે મોં બંધ કરી દીધું. જ્યારે બધાએ પોતાના જીવ પરનો ખતરો જોયો તો તેઓ શ્રી કૃષ્ણને બધાને બચાવવા માટે પ્રાર્થના કરવા લાગ્યા.  કાન્હાએ વિશાળ રૂપ ધારણ કર્યું જેથી અઘાસુર શ્વાસ લઈ શક્યો ન હતો અને અઘાસુર મૃત્યુ પામ્યો.

ધેનુકાસુર-
રાજા બલિનો પુત્ર અને સ્વર્ગની અપ્સરા તિલોત્તમા બન્ને એર બીજા પ્રત્યે આકર્ષાયા તે સમયે દુર્વાસા ઋષિનું ધ્યાન ભંગ થયું અને તેમને શ્રાપ આપ્યો કે ગધેડાની યોનીમાં જાઓ. બન્નેએ શ્રાપ પાછો લેવા કહેતા દુર્વાસા ઋષિએ કહ્યું  દુર્વાસા ઋષિએ કહ્યું તમે વૃંદાવનના તલાવનમાં જાઓ. અને ત્યાં ભગવાન શ્રી કૃષ્ણના ચક્રમાંથી તમારા જીવનનું બલિદાન આપીને, તમે જલ્દી જ મોક્ષ પ્રાપ્ત કરશો. ઓ તિલોત્તમે! તમે રાક્ષસ વાણાસુરની પુત્રી થશો; અને પછી તે ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધનું આલિંગન મેળવીને પવિત્ર થઈ જશે. આટલું કહીને ઋષિ દુર્વાસા મૌન થઈ ગયા. ત્યારબાદ સાહસિક અને તિલોત્તમા પણ દુર્વાસા ઋષિને પ્રણામ કરીને પોતપોતાના સ્થાને ગયા. અને આ રીતે સાહસિકે ગર્દભ એટલે કે ગધેડાની યોનિમાં જન્મ લીધો અને ભગવાન શ્રી કૃષ્ણના હાથે મૃત્યુ પામ્યા પછી મોક્ષ પ્રાપ્ત કર્યો. સાઈચૂડા નામના રાક્ષસનો પણ શ્રીકૃષ્ણએ વધ કર્યો હતો

કેશી અસુર-
કેશી એ ઘોડા-રાક્ષસ હતો જેને કૃષ્ણ દ્વારા મારવામાં આવ્યો હતો.  જે ભગવાન વિષ્ણુનો અવતાર છે રાક્ષસને કૃષ્ણના દુષ્ટ કાકા કંસા દ્વારા મોકલવામાં આવ્યો હતો જેનું મૃત્યુ કૃષ્ણના હાથે થવાનું હતું.
કેશીની હત્યાની વાર્તા ભાગવત પુરાણ , વિષ્ણુ પુરાણ અને હરિવંશના હિંદુ ગ્રંથોમાં કહેવામાં આવી છે . કેશી એક વિશાળ ઘોડાનું રૂપ ધારણ કરે છે, જે વિચારોની ઝડપે દોડે છે, પૃથ્વીને તેના પગથી ધારણ કરે છે અને આકાશી વાહનો અને વાદળોને તેની માની વડે આકાશમાં વિખેરી નાખે છે. તેની પડોશીઓ લોકોને ડરાવે છે. કૃષ્ણ કેશીને દ્વંદ્વયુદ્ધ માટે પડકારે છે, કારણ કે ઘોડો ગોકુળની આસપાસ પાયમાલ કરી રહ્યો છે. કેશી સિંહની જેમ ગર્જના કરે છે અને કૃષ્ણ તરફ પ્રહાર કરે છે, તેને તેના ખુરથી પ્રહાર કરે છે. કૃષ્ણ કેશીના બે પગ પકડીને તેને ખૂબ દૂર સુધી ફેંકે છે. પતનમાંથી સ્વસ્થ થતાં, ઉશ્કેરાયેલા કેશીએ પોતાનું મોં ખોલ્યું અને કૃષ્ણ પર હુમલો કર્યો. કૃષ્ણે પોતાનો ડાબો હાથ કેશીના મોંમાં નાખતાં જ કેશીના બધા દાંત પડી ગયા. કૃષ્ણનો હાથ વિસ્તરે છે, અને કેશી ગૂંગળામણથી મૃત્યુ પામે છે

વ્યોમાસુર-
વ્યોમાસુર એક અસુર અને મથુરાના રાજા કંસનો ગુપ્તચર હતો. કામ્યાવનમાં વ્યોમાસુરની ગુફા છે આ ગુફાને મેઘામુનીની ગુફા પણ કહેવામાં આવ છે. જ્યારે શ્રીકૃષ્ણ વ્યોમાંસુરનું વઘ કરવા ગયા તે સમયે પૃથ્વી હલવા લાગી હતી ત્યારે ભગવાને બલદેવને કહ્યું તમારા પગથી પૃથ્વી પર દબાણ કરો અને પૃથ્વીને સ્થીર રાખો આ સમયે જમીનમાં બલદેવના પગની છાપ પડી અને પણ એક પગના શ્રદ્ધાળુઓ દર્શન કરે છે. 

ભૌમાસુર-
આ  ભૌમાસુર એ જ હતો જેણે 16,100 મહિલાઓને બંધક બનાવી હતી. શ્રી કૃષ્ણએ ભૌમાસુરનો વધ કર્યો હતો.  આ કારણોસર આપણે દીવાળીનો દિવસ નરક ચતુર્દશી તરીકે ઉજવીએ છીએ. અગાઉના જીવનમાં, આ તમામ 16,100 ભગવાન અગ્નિ દેવના બાળકો હતા અને ભગવાન વિષ્ણુ સાથે લગ્ન કરવાની દૈવી મહત્વાકાંક્ષા ધરાવતા હતા. અને આ રીતે, ભગવાન વિષ્ણુએ આ તમામ 16,100 દિવ્ય મહિલાઓ સાથે લગ્ન કરવાનું વરદાન આપ્યું છે.  કુલ મળીને, ભગવાન કૃષ્ણ 16,108 દૈવી દેવીઓ સાથે લગ્ન કરે છે.

પૌંડરક- 
પૌંડરક રાક્ષસ ન હતો, પરંતુ તેનું મન અશુદ્ધ હતું. તે પોતાની જાતને શ્રી કૃષ્ણ માનવા લાગ્યો હતો અને આ રીતે સાક્ષાત શ્રી કૃષ્ણ દ્વારા તેનો માર્ગ બતાવવામાં આવ્યો હતો. તે પૃથ્વી પરના સૌથી મૂર્ખ વ્યક્તિઓમાંનો એક હતો.

શિશુપાલ-
શ્રી કૃષ્ણએ સુદર્શન ચક્રથી તેમનું ગળુ કાપી નાખ્યું હતું. શિશુપાલ એ કૃષ્ણ ભગવાનના ફોઈનો દીકરો ભાઈ હતો. શિશુપાલના જન્મ સાથે જ તેના મૃત્યુની ભવિષ્યવાણી થઈ ગઈ હતી. તે સમયે શિશુપાલ એકદમ કદરૂપા સ્વરૂપમાં જન્મ્યો હતો. ત્યારે એવી ભવિષ્યવાણી થઈ હતી કે, જે વ્યક્તિના ખોળામાં આવીને શિશુપાલ ઠીક થઈ જશે આગળ જતા એ જ વ્યક્તિ તેની મૃત્યુનું કારણ બનશે. એ જ વ્યક્તિ તેનો વધ કરશે. તે સમયે કૃષ્ણ ભગવાન તેમના ઘરે જાય છે અને આ કદરૂપા બાળકને પોતાના હાથથી તેડી લે છે અને ત્યારે શિશુપાલનું શરીર એકદમ સામાન્ય વ્યક્તિ જેવું બની જાય છે અને તે ઠીક થઈ જાય છે. જોકે, ત્યારે બાદ તેની માતાને યાદ આવે છેકે, કૃષ્ણના ખોળામાં આવીને શિશુપાલ ઠીક થયો છે પણ તેનો વધ પણ કૃષ્ણના હાથે જ થશે એવી ભવિષ્યવાણી થઈ છે. જેથી તેની માતા દોડીને કૃષ્ણ પાસે જાય છે અને પોતાના પુત્રનો વધ ન કરવા માટે પ્રાર્થના કરે છે. કૃષ્ણ કહે છેકે, જે વિધાનમાં લખાઈ ગયું છે વિધાતાના હાથે એ હું નહીં બદલી શકું. પણ હું તમને વચન આપુ છું કે, શિશુપાલના એવા 100 અપરાધ જે દરેક અપરાધ મૃત્યુદંડને લાયક હશે તેની તેઓ ક્ષમા કરી દેશે માફ કરી દેશે. જેથી તેના માતા નિશ્ચિંત થઈ જાય છે. જોકે, બાદમાં શિશુપાલ જેમ-જેમ મોટો થાય છે તે ભગવાન શ્રીકૃષ્ણનો સતત વિરોધ કરતો રહે છે. એટલું જ નહીં યુધિષ્ઠિરના રાજ્યાભિષેક વખતે જ્યારે ભગવાન શ્રીકૃષ્ણને અતિથિ વિશેષ તરીકે બોલાવવામાં આવે છે તે સમયે શિશુપાલ પણ ત્યાં આવે છે. અને ભરી સભામાં શિશુપાલ ભગવાન શ્રીકૃષ્ણને અપશબ્દો બોલે છે, ભિષ્મ પિતામહને પણ અપશબ્દો બોલે છે. ભગવાન શ્રીકૃષ્ણ તેને 97 ભૂલ થાય છે ત્યારે યાદ કરાવે છેકે, હજુ પણ તું 3 બીજી ભૂલ કરી શકે છે. ત્યાં સુધી હું તારો વધ નહીં કરું. ત્યારે આવેષમાં આવીને શિશુપાલ હજુ વધારે અવાજ સાથે કૃષ્ણ ભગવાનને ગણી-ગણીને અપશબ્દો બોલે છે. ત્યાર બાદ 100 ભૂલો પુરી થતાં કૃષ્ણ ભગવાન પોતાના ફોઈની મનોમન માંફી માંગતા કહે છેકે, હવે હું કંઈ નહીં કરી શકું મારે આનો વધ કરવો જ પડશે. મને માફ કરજો. ત્યાર બાદ કૃષ્ણ ભગવાન ભરી રાજ સભામાં સૌની સામે સુદર્શન ચક્ર વડે શિશુપાલનું ગળું કાપીને તેનો વધ કરી દે છે. આ સીવાય શ્રી કૃષ્ણએ સાંઈચૂડા, કુવલયપીડ, કંસ,કાશીના રાજા, શાલ્વ, દંતવક્ર, વિદૂરથચાનૂરાના વધ કર્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news