કોચ્ચિ: કેરળ હાઇકોર્ટે તેના એક ચુકાદામાં કહ્યું છે કે, માત્ર અશ્લીલ ફોટોગ્રાફ્સ રાખવા એ મહિલા નિષેધ કાયદા હેઠળ દંડપાત્ર ગુનો બનતો નથી. કોર્ટે એક વ્યક્તિ અને એક મહિલાની સામે ગુનાહિત કેસને સમાપ્ત કરતા આ ચુકાદો આપ્યો હતો. જોકે, તેમાં કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, આવા ફોટોગ્રાફ્સનું પ્રકાશન અથવા વિતરણ કાયદા હેઠળ દંડપાત્ર ગુનો બને છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો:- Kathua Rape Case Verdict LIVE: કઠુઆ ગેંગરેપ કેસમાં 6 દોષી, 1 નિર્દોષ, 2 વાગ્યે સજાની જાહેરાત


ન્યાયમૂર્તિ રાજા વિજયવર્ગીયએ હાલમાં એક ચૂકાદો આપતા કહ્યું હતું કે, જો કોઇ પુખ્ત વ્યક્તિની પાસે તેની કોઇ ફોટોગ્રાફી છે અને તે અશ્લીલ છે તો 1968ના કાયદા 60ની જોગવાઇ અનુસાર તેના પર લાગુ થશે નહીં. જ્યાં સુધી તે ફોટોગ્રાફ્સને કોઇ અન્ય હેતુ અથવા જાહેરાત માટે વિતરિત અથા પ્રકાશિત કરવામાં ન આવે.


વધુમાં વાંચો:- ઈટાવામાં રાજધાની એક્સપ્રેસની અડફેટમાં 4 લોકોના મોત, અન્ય યાત્રી ઘાયલ


હાઇકોર્ટે તે સમયે આ અરજી પર તેમનો ચૂકાદો આપ્યો છે જેમાં એક વ્યક્તિ અને એક મહિલાની સામે કેસ રદ કરવાની માગ કરવામાં આવી હતી. આ મામલે કોલમમાં એક મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર ન હતા.


વધુમાં વાંચો:- પશ્ચિમ બંગાળ હિંસા પર કેન્દ્રએ આપી સલાહ, મમતા સરકારે કહ્યું, ‘સ્થિતિ નિયંત્રણમાં છે’


આ મામલો 2008માં નોંધવામાં આવ્યો હતો. પોલીસે કોલ્લ્મમાં એક બસ ડેપો પર તપાસ અભિયાન દરમિયાન બંને લોકોની બેગની તપાસ કરી હતી જે એક સાથે હતી. તપાસમાં બે કેમેરા મળ્યા હતા. તપાસ કરવા પર એવું જાણવા મળ્યું કે બંનેમાંથી એકની પાસે અશ્લીલ ફોટોગ્રાફ અને વીડિયો છે. તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી અને કેમેરા જપ્ત કરવામાં આવ્યા હતા.


જુઓ Live TV:- 


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...