તિરુવનંતપુરમ: કેરળ (Kerala) માં છેલ્લા 24 કલાકમાં 31,445 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે મંગળવારે રાજ્યમાં 24,296 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. કેરળમાં સંક્રમણની વધતી ઝડપે કોરોનાની ત્રીજી લહેરની આશંકા વધારી દીધી છે. તજજ્ઞો પહેલેથી જ અલર્ટ કરી ચૂક્યા છે કે ત્રીજી લહેર ઓક્ટોબરમાં આવી શકે છે. જેની ઝપેટમાં સૌથી વધુ બાળકો આવે તેવી આશંકા વધુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મંગળવારે 24,296 કેસ પણ મે પછી પહેલીવાર સૌથી વધુ નોંધાયેલા કેસ ગણાવાઈ રહ્યા હતા. 26મી મેના રોજ એવું બીજીવાર બન્યું કે કેસની સંખ્યા 24 હજારને પાર કરી ગઈ. 26મે રોજ 28,798 કેસ નોંધાયા હતા. કેરળમાં ટેસ્ટ પોઝિટિવિટી રેટ 19.03% રહ્યો એટલે કે 100માંથી લગભગ 20 લોકો કોરોના પોઝિટિવ નીકળ્યા. કેરળમાં એક દિવસમાં 31,445 નવા કેસ નોંધાયા છે જ્યારે 215 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા છે. 


Corona Update: કોરોનાના નવા કેસમાં ધરખમ વધારો, આ એક રાજ્યમાંથી નોંધાઈ રહ્યા છે અધધધ...કેસ


ત્રીજી લહેર ઓક્ટોબરમાં!
એનઆઈડીએમ હેઠળ બનાવવામાં આવેલી એક્સપર્ટ પેનલે ત્રીજી લહેરની ચેતવણી આપેલી છે. કહેવાય છે કે ત્રીજી લહેર ઓક્ટોબરની આજુબાજુ પીક પર પહોંચી શકે છે. કમિટીએ આ દરમિયાન બાળકો માટે સારી મેડિકલ તૈયારીઓની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. રિપોર્ટમાં કહેવાયું છે કે બાળકો ઉપર પણ મોટા સમાન જ જોખમ તોળાયેલું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube