Corona Update: કોરોનાના નવા કેસમાં ધરખમ વધારો, આ એક રાજ્યમાંથી નોંધાઈ રહ્યા છે અધધધ...કેસ

દેશમાં નવા 37 હજારથી વધુ કેસ નોંધાતા સરકાર પણ ચિંતામાં ડૂબી છે. ગઈ કાલે 25 હજાર જેટલા દૈનિક કેસ નોંધાયા હતા. એક દિવસમાં કોરોનાથી 600થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. 

Corona Update: કોરોનાના નવા કેસમાં ધરખમ વધારો, આ એક રાજ્યમાંથી નોંધાઈ રહ્યા છે અધધધ...કેસ

નવી દિલ્હી: દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કોરોના (Coronavirus) ના નવા કેસમાં ધરખમ વધારો નોંધાયો છે. દેશમાં નવા 37 હજારથી વધુ કેસ નોંધાતા સરકાર પણ ચિંતામાં ડૂબી છે. ગઈ કાલે 25 હજાર જેટલા દૈનિક કેસ નોંધાયા હતા. એક દિવસમાં કોરોનાથી 600થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. 

37 હજારથી વધુ નવા કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોનાના નવા 37,593 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા 3,25,12,366 થઈ ગઈ છે. જેમાંથી 3,22,327 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. જો કે 34,169 દર્દીઓ એક દિવસમાં સાજા પણ થયા છે. કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા હવે 3,17,54,281 થઈ ગઈ છે. ગઈ કાલે દેશભરમાંથી કોરોનાના નવા 25,467 દર્દીઓ નોંધાયા હતા. 

મૃત્યુનો આંકડો પણ વધ્યો
છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 648 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. આ સાથે કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 4,35,758 પર પહોંચી ગયો છે. ગઈ કાલે કોરોનાથી 389 લોકોએ જીવ ગુમાવ્યા હતા. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોરોના રસીના કુલ 59,55,04,593 ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 61,90,930 ડોઝ ગઈ કાલે આપવામાં આવ્યા હતા. 

એક દિવસમાં 17 લાખથી વધુ ટેસ્ટ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ અત્યાર સુધીમાં દેશભરમાંથી કોરોનાના કુલ 51,11,84,547 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 17,92,755 ટેસ્ટ ગઈ કાલે કરાયા હતા. 

— ANI (@ANI) August 25, 2021

5 રાજ્યોમાંથી વધુ કેસ
દેશભરમાં નોંધાયેલા નવા કેસમાંથી 87.1 ટકા ભાગ ફક્ત 5 રાજ્યોમાંથી નોંધાયા છે. જેમાંથી એકમાત્ર કેરળમાંથી જ 64.63 ટકા નવા કેસ નોંધાયા છે. સૌથી વધુ કેસની વાત કરીએ તો કેરળમાંથી 24,296 , મહારાષ્ટ્રમાંથી 4,355, તામિલનાડુમાંથી 1,585, કર્ણાટક 1,259 અને આંધ્ર પ્રદેશમાંથી 1,248 નવા કેસ નોંધાયા છે. જ્યારે કુલ 648 મૃત્યુમાંથી મહારાષ્ટ્રમાં 288 અને 173 મોત કેરળમાં નોંધાયા છે. 

— ANI (@ANI) August 25, 2021

કેરળમાં 3 મહિનામાં સૌથી વધુ કેસ
કેરળમાં 26 મે બાદ પહેલીવાર એવું બન્યું છે કે એક દિવસમાં આટલા બધા કેસ નોંધાયા છે. 26 મેના રોજ કેરળમાં કોરોનાના 28,798 કેસ નોંધાયા હતા. કેળના આંકડા જોઈએ તો રાજ્યમાં 29 મે બાદ 27 જુલાઈના રોજ સંક્રમણના નવા કેસની સંખ્યા 20 હજારને પાર ગઈ હતી. ત્યારે 22129 નવા કેસ નોંધાયા હતા. ત્યારબાદ કેરળમાં સતત દૈનિક કેસની સંખ્યા 20 હજારની આસપાસ રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news