આજકાલ લગ્નમાં ફોટોગ્રાફરોનું કામ વધી ગયું છે.  યોગ્ય એંગલથી તસવીરો ક્લીક કરવા માટે ફોટોગ્રાફર ક્યારેક ઝાડ ઉપર પણ ચઢી જાય છે. તો ક્યારેક સમુદ્રના પાણીમાં ડુબકી લગાવવા તૈયાર રહેતા હોય છે. પરફેક્ટ ફોટા માટે ફોટોગ્રાફરની મહેનત અનેકવાર રંગ પણ લાવી છે. તો ક્યારેક લગ્નના બંધનમાં બંધાવવા માટે જઈ રહેલા કપલને ભારે પડી  જતી હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિવસેનામાં જોડાતા જ પ્રિયંકાએ કોંગ્રેસ પર મૂક્યો 'ગંભીર' આરોપ, પાર્ટી છોડવાનું જણાવ્યું કારણ


આવું જ કઈક કેરળના એક કપલ સાથે બન્યું. જેને બોટ પર પ્રીવેડિંગ શૂટ કરાવવાનું થોડું મોંઘુ પડી ગયું. વાત જાણે એમ હતી કે કેરળમાં એક કપલ નાવમાં બેસીને પ્રી વેડિંગ શૂટ કરાવી રહ્યું હતું અને અચાનક જ બોટ પલટી ગઈ. બંને નદીમાં જઈ પડ્યાં. 


કપલનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક કપલ બોટ પર બેઠું છે અને વરસાદના પાણીથી બચવા માટે કેળાના પાનની છત્રી બનાવી છે. ફોટોગ્રાફરના કહેવા પર જેવા કિસ કરવા માટે આવે છે કે બોટનું બેલેન્સ બગડી જાય છે અને બંને બોટમાંથી નદીમાં પડે છે. 



જે સ્ટુડિયો તરફથી આ કપલનું ફોટોશૂટ થઈ રહ્યું હતું તેમનું કહેવું છે કે બોટ પર કેળાના પાન સાથે એક્સપરિમેન્ટ કરવાનો આઈડિયા સ્ટુડિયોનો હતો. કપલને તે અંગે કોઈ જાણકારી નહતી. 


દેશના વધુ સમચાારો વાંચવા માટે કરો ક્લિક...