શિવસેનામાં જોડાતા જ પ્રિયંકાએ કોંગ્રેસ પર મૂક્યો 'ગંભીર' આરોપ, પાર્ટી છોડવાનું જણાવ્યું કારણ

પ્રિયંકા ચતુર્વેદીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યાં બાદ આજે શિવસેના જોઈન કરી છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ કરીને પ્રિયંકા ચતુર્વેદીએ પાર્ટી જોઈન કરી હોવાની જાહેરાત કરી. તેમણે તેમને પ્રાથમિક સદસ્યતા પણ અપાવી. પ્રિયંકાએ શિવસેના જોઈન કર્યા બાદ ઉદ્ધવ ઠાકરેનો આભાર વ્યક્ત કર્યો. 
શિવસેનામાં જોડાતા જ પ્રિયંકાએ કોંગ્રેસ પર મૂક્યો 'ગંભીર' આરોપ, પાર્ટી છોડવાનું જણાવ્યું કારણ

નવી દિલ્હી: પ્રિયંકા ચતુર્વેદીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યાં બાદ આજે શિવસેના જોઈન કરી છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ કરીને પ્રિયંકા ચતુર્વેદીએ પાર્ટી જોઈન કરી હોવાની જાહેરાત કરી. તેમણે તેમને પ્રાથમિક સદસ્યતા પણ અપાવી. પ્રિયંકાએ શિવસેના જોઈન કર્યા બાદ ઉદ્ધવ ઠાકરેનો આભાર વ્યક્ત કર્યો. 

તેમણે કહ્યું કે, 'શિવેસનામાં સામેલ થતા અગાઉ મેં તેના ઉપર ઘણું વિચાર્યું છે. મેં મહિલાઓના સન્માન માટે કોંગ્રેસ છોડી. ટિકિટ માટે પાર્ટી છોડી નથી. કોંગ્રેસે મારું ક્યારેય સન્માન કર્યું નથી. તેમણે કહ્યું કે મેં મથુરાથી ટિકિટ માંગી નથી. ગેરવર્તણૂંકથી નારાજ થઈને પાર્ટી છોડી છે.'

આ અગાઉ શિવસેનાના નેતા સંજય રાઉતે દાવો કર્યો હતો કે પ્રિયંકા ચતુર્વેદી આજે શિવસેનામાં જોડાશે. અત્રે જણાવવાનું કે પ્રિયંકા ચતુર્વેદીએ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને પાર્ટીના મીડિયા સેલના સંયોજક પદેથી રાજીનામું આપી દીધુ છે. તેમણે પોતાના રાજીનામા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને મોકલાવ્યાં હતાં. 

कांग्रेस छोड़ शिवसेना में शामिल हुईं प्रियंका चतुर्वेदी, उद्धव ठाकरे ने किया ऐलान

અત્રે જણાવવાનું કે 17 એપ્રિલના રોજ કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ પોતાની સાથે ગેરવર્તણૂંક કરનારા મથુરાના કેટલાક પાર્ટી કાર્યકરો વિરુદ્ધ અનુશાસનાત્મક કાર્યવાહી રદ કરવાનો વિરોધ કરતા દાવો કર્યો હતો કે આવા લોકોને પ્રાથમિકતા અપાય તે દુ:ખની વાત છે. 

પ્રિયંકાએ ટ્વિટ કરીને કહ્યું કે, "ખુબ જ દુ:ખની વાત છે કે પાર્ટી લોહી પરસેવો વહાવીને કામ કરનારા લોકોની જગ્યાએ મારપીટ કરનારા ગુંડાઓને વધુ પ્રાથમિકતા આપે છે. પાર્ટી માટે મેં અભદ્ર ભાષાથી લઈને મારપીટ સહન કરી, પરંતુ આમ છતાં જે લોકોએ મને પાર્ટીની અંદર જ ધમકી આપી, તેમની સામે કોઈ નક્કર કાર્યવાહી ન થઈ, તે ખુબ જ દુર્ભાગ્યપૂર્ણ છે."

વાત જાણે એમ છે કે તાજેતરમાં જ પ્રિયંકા રાફેલ મામલે પત્રકાર પરિષદ કરવા માટે મથુરામાં હતા અને ત્યાં પાર્ટીના જ કેટલાક કાર્યકરોએ તેમની સાથે કથિત રીતે ગેરવર્તણૂંક કરી હતી. તેમની ફરિયાદ પર આ કાર્યકર્તાઓને પાર્ટીમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હતો. હવે ઉત્તર પ્રદેશ કોંગ્રેસ કમિટી તરફથી બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં કહેવાયું કે કાર્યકર્તાઓ દ્વારા દુ:ખ વ્યક્ત કરાયા બાદ તેમના વિરુદ્ધ અનુશાસનાત્મક કાર્યવાહી રદ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યાં મુજબ યુપીસીસીના આ પગલાંથી નારાજ પ્રિયંકાએ ટ્વિટ કરવાની સાથે જ પાર્ટીના વરિષ્ઠ નેતાઓને પણ પોતાની નારાજગીથી વાકેફ કરાવ્યાં હતાં. 

જુઓ LIVE TV 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news