નવી દિલ્હી : વિદેશ તરફથી આવી રહેલા ભંડોળની મનાઇ કરી ચુકેલ કેન્દ્ર સરકાર દ્વારા કેરાળાના પુન:વસન સહિતની કામગીરી માટે વધારે ફંડ ફાળવવાની બાંહેધરી આપી છે. સરકાર દ્વારા જણાવાયું કે કેરળને વધારે મદદ પહોંચાડવામાં આવશે. અગાઉ જે 600 કરોડ રૂપિયાની સહાય કરવામાં આવી હતી તે માત્ર પ્રથમ હપ્તો હતો. આ કોઇ ફાઇનલ મદદ નથી. આ કુલ મદદનો માત્ર પહેલો હપ્તો જ હતો. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગામી મદદ કઇ રીતે આપવી અને કેટલી આપવી તે અંગે એનડીઆરએફના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. એનડીઆરએફના રિપોર્ટના આધારે આગામી મદદ માટે રાહત ફંડની જાહેરાત કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા વિદેશી મદદની મનાઇ કરી દેવાયા બાદ કેરળની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે ઉગ્ર ટપાટપી ચાલી રહી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સંયુક્ત આરબ અમીરાત દ્વારા 100 અમેરિકન ડોલર (આશરે 700 કરોડ રૂપિયા) રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. જો કે કેન્દ્ર સરકારે તે રાહત ફંડ પોતાની પોલીસી વિરુદ્ધ હોવાનું જણાવીને રાહત ફંડ નકારી દીધું હતું. 

અત્રે ઉલ્લેખનીય છે કે, મંગળવારે કેન્દ્ર સરકાર દ્વારા વડાપ્રધાન મોદીએ આપેલ વચનના 500 કરોડ અને રાજનાથ સિંહના વચન દ્વારા અપાયેલ  100 કરોડની કુલ રકમ 600 કરોડ રિલિઝ કરી હતી. જો કે કેન્દ્ર સરકાર દ્વારા જણાવવામાં આવ્યું કે, હજી પણ વધારે રાહત ફંડ ઇશ્યું કરવામાં આવશે.