Third Wave: કોરોનાની ત્રીજી લહેરના અણસાર વચ્ચે આ રાજ્યમાં નાઇટ કર્ફ્યૂનું એલાન
રાજ્યના સીએમ પિનરાઇ વિજયન (Pinarayi Vijayan) એ જણાવ્યું હતું કે કોરોના મહામારી (Corona Pandemic) સારવાર માતે આખા રાજ્યમાં ટેસ્ટિંગ ઝડપી કરવા માટે આદેશ જાહેર કરવામાં આવ્યા છે.
તિરૂવનંતપુરમ: કોરોનાની ત્રીજી લહેરની ચિંતા વચ્ચે કેરલ સરકાર (Kerala Government) એ આખા રાજ્યમાં નાઇટ કર્ફ્યૂ (Night Curfew) લગાવવાની જાહેરાત કરી છે. સીમ પિનારાઇ વિજયને શનિવારે નવો આદેશ જાહેર કરીને જણાવ્યું, 'રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કારણ વિના ઘરમાંથી બહાર નિકળવા માટે પાબંધી રહેશે. આ આદેશ સોમવારથી લાગૂ થઇ જશે.
24 કલાકમાં મળ્યા 31265 દર્દીઓ
રાજ્યના સીએમ પિનરાઇ વિજયન (Pinarayi Vijayan) એ જણાવ્યું હતું કે કોરોના મહામારી (Corona Pandemic) સારવાર માતે આખા રાજ્યમાં ટેસ્ટિંગ ઝડપી કરવા માટે આદેશ જાહેર કરવામાં આવ્યા છે. શનિવારે પણ 1,67,497 લોકોના સેમ્પલની તપાસ કરવામાં આવી છે. જેમાંથી 31,265 લોકોના સેમ્પલ પોઝિટિવ મળી આવ્યા છે. સાથે જ 153 કોરોના દર્દીઓના ડેથ થયા છે.
PM Modi: નવા અવતારમાં જોવા મળશે જલિયાબાગ, PM નરેન્દ્ર મોદીએ કર્યું ઉદઘાટન
કેંદ્રએ પહેલાં જ કર્યો હતો ઇશારો
ગત કેટલાક દિવસોથી દેશભરમાં કોરોનાના 40 હજારથી વધુ નવા કેસ સામે આવી રહ્યા હતા. તેમાંથી મોટાભાગના કેસ કેરલ અને મહારાષ્ટ્રમાંથી હતા. તેનાથી કેંદ્ર સરકાર ચિંતિત હતી અને કોઇપણ પ્રકારથી આ મામલે કંટ્રોલ કરવા માંગતી હતી. એટલા માટે કેંદ્રએ બંને રાજ્યોના સીએમને પત્ર લખીને નાઇટ કરર્ફ્યૂ લગાવવા પર વિચાર કરવા માટે કહ્યું હતું. એક્સપર્ટના અનુસાર, કેરલમાં અચાનક કોરોના કેસ વધવાના કારણે ઓનમનો તહેવાર છે, જેથી આખા રાજ્યમાં ધૂમધામથી ઉજવવામાં આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube