દેશમાં શાળાઓ અને કોલેજોમાં સતત વધી રહેલા યૌન ઉત્પીડનના કેસોને ધ્યાનમાં રાખીને કેરળ હાઈકોર્ટે એક ખુબ જ મહત્વની ટિપ્પણી કરી છે. હાઈકોર્ટે કહ્યું કે મહિલાઓ વિરુદ્ધ ભદ્દી ટિપ્પણીઓ સહન કરવામાં નહીં આવે. બાળકોને નાની ઉંમરમાં જ શીખવાડવું જોઈએ કે મહિલાઓ સાથે આદરથી વ્યવહાર કરવો જોઈએ। 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોર્ટે કહ્યું કે સારો વ્યવહાર અને શિષ્ટાચાર સાથે જોડાયેલી વાતોને શાળાના પાઠ્યક્રમમાં સામેલ કરવી ખુબ જ જરૂરી છે. હાઈકોર્ટે  કહ્યું કે અનેકવાર એવી ધારણાઓ બને છે કે આપણી એજ્યુકેશન સિસ્ટમ ચરિત્ર નિર્માણ પર કેન્દ્રિત છે પરંતુ સચ્ચાઈ એ છે કે આ સંપૂર્ણ રીતે એકેડેમિક પરિણામો અને રોજગાર પર કેન્દ્રિત છે. તેમણે કહ્યું કે હવે સમય આવી ગયો છે કે ગુણવત્તાવાળા શિક્ષણ પર ધ્યાન આપવું જોઈએ જેથી કરીને આપણા બાળકો મોટા થઈને સારા નાગરિક બને. કમ સે કમ પ્રાઈમરી ક્લાસના સ્તરે શિક્ષકોએ વિદ્યાર્થીઓમાં સારા ગુણો અને મૂલ્યો માટે પ્રોત્સાહન આપવું જોઈએ. 


રેશનકાર્ડ ધારકો નવો નિયમ લાગુ થતા સાવધાન, મોદી સરકારનો માસ્ટર સ્ટ્રોક


અનંત અંબાણીનું ફરી વજન વધ્યું તો લોકો ચોંકી ગયા...વજન વધવાનું આ હોઈ શકે કારણ!


71,000 યુવાઓને મળી સરકારી નોકરી, જાણો કયા કયા વિભાગમાં થઈ ભરતી


કેરળ હાઈકોર્ટના જસ્ટિસ દ્વન રામચંદ્રને એક અરજી પર સુનાવણી કરતા આ ટિપ્પણી કરી. હકીકતમાં આ અરજીમાં એક કોલેજના પ્રિન્સિપાલના આદેશ અને આંતરિક ફરિયાદ સમિતિના આદેશને પડકારવામાં આવ્યો હતો. એવું કહેવાયું હતું કે અરજીકર્તાએ ગેરવર્તણૂંક કરી અને કોલેજ કેમ્પસમાં કેટલીક છોકરીઓને ખોટી રીતે સ્પર્શ કર્યો. અરજીકર્તાએ તેને દોષિત ઠેરવનારી ફરિયાદ સમિતિના રિપોર્ટને પડકારતા કહ્યું કે તેનો પક્ષ સાંભળવાનો મોકો સુદ્ધા આપવામાં આવ્યો નથી. 


કોર્ટે કહ્યું કે યૌન ઉત્પીડનના મોટાભાગના મામલાઓમાં આરોપ છોકરાઓ પર લગાવવામાં આવે છે. બહુ ઓછા આરોપ છોકરી પર લાગે છે. હવે સમય આવી ગયો છે કે બધા બેસીને વિચારે કે આ મામલે શું કરવું જોઈએ. છોકરાઓને ખબર હોવી જોઈએ કે છોકરીઓ અને મહિલાઓની સહમતિ વગર તેમને સ્પર્શ કરવો જોઈએ નહીં. તેમને ખબર હોવી જોઈએ કે 'ના'નો અર્થ ના જ હોય છે. 


જુઓ લાઈવ ટીવી


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube