ભારતમાં જો સૌથી સસ્તી ઈલેક્ટ્રિક કારની વાત કરવામાં આવે તો તેની કિંમત પણ લગભગ 12 લાખ રૂપિયા છે. આવામાં કોઈ પોતાની કાર પોતાની જાતે જ બનાવી લે અને રોજ 5 રૂપિયાના ખર્ચે 60 કિમીની મુસાફરી કરે તો સાંભળીને તમને નવાઈ તો લાગે જ. પણ આ વાત સાચી છે. કેરળના 67 વર્ષના એન્ટોની જ્હોને પોતાના ઘરેથી ઓફિસ અવર જવર માટે એક ઈલેક્ટ્રિક કાર બનાવવાનો નિર્ણય કર્યો. તેમના ઘર અને ઓફિસ વચ્ચેનું અંતર 30 કિમી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પહેલા તેઓ ઓફસ અવર જવર કરવા માટે ઈલેક્ટ્રિક સ્કૂટરનો ઉપયોગ કરતા હતા. પરંતુ તેઓ એક ઈલેક્ટ્રિક કારની ચાહત ધરાવતા હતા. જેથી કરીને તડકા અને વરસાદથી પણ રક્ષણ મળી શકે. તે સમયે બજારમાં આવો કોઈ વિકલ્પ ઉપલબ્ધ ન હતો. વર્ષ 2018માં એન્ટોનીએ ભંગારમાંથી ઈલેક્ટ્રિક કાર બનાવવાનું શરૂ કર્યું. કારનું બોડી બનાવવા માટે તેમણે એક વર્કશોપનો સંપર્ક કર્યો. તેમણે દિલ્હીના એક વેપારી પાસેથી બેટરી, મોટર અને વાયરિંગનો સપોર્ટ મેળવ્યો. કાર સંલગ્ન ઈલેક્ટ્રિકલ વર્ક તેમણે પોતે પૂરું કર્યું. કોરોના મહામારીના કારણે તેમને કાર બનાવવામાં વિલંબ થયો. ત્યારબાદ તૈયાર થઈ એક એવી ઈલેક્ટ્રિક કાર જેમાં બે લોકો આરામથી બેસી શકે છે. પરંતુ શરૂઆતમાં તેમાં બેટરી કેપેસિટી વધુ હતી જેના કારણે કાર વધુ દૂર જઈ શકતી નહતી. 


લોકડાઉન ખુલ્યા બાદ જ્યારે તેમણે એક્સપર્ટનો સંપર્ક કર્યો તો તેમમે કારની બેટરીને અપગ્રેડ કરી. નવી બેટરી નાખ્યા બાદ હવે તેમની ઈલેક્ટ્રિક કાર 60 કિમીનું અંતર કાપી શકે છે. હવે તેઓ રોજ પોતાની આ ઈલેક્ટ્રિક કારનો ઉપયોગ કરીને ઓફસ જાય છે અને તેમનો પ્રતિ દિન ખર્ચો ફક્ત 5 રૂપિયા છે. આ અંગેના એક વીડિયોને Village Vartha એ પોતાની યુટ્યૂબ ચેનલ પર અપલોડ કર્યો છે. 


Indian Railways: ટ્રેનના ડબ્બા કેમ લાલ, વાદળી અને લીલા એમ અલગ-અલગ રંગના હોય છે? ખાસ જાણો કારણ


માયાવતીનો રાહુલ ગાંધી પર વળતો પ્રહાર, આરોપો ખોટા ગણાવી કોંગ્રેસ વિશે કરી આ વાત


(અહેવાલ-સાભાર- ડીએનએ હિન્દી)


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube