Indian Railways: ટ્રેનના ડબ્બા કેમ લાલ, વાદળી અને લીલા એમ અલગ-અલગ રંગના હોય છે? ખાસ જાણો કારણ
ભારતીય રેલવે દુનિયાનું ચોથા નંબરનું અને એશિયાનું બીજું સૌથી મોટું રેલવે નેટવર્ક ધરાવે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ દેશમાં 2,167 પેસેન્જર ટ્રેનો છે. જ્યારે દેશમાં રોજ 23 મિલિયન મુસાફરો ટ્રેનથી મુસાફરી કરે છે.
Trending Photos
નવી દિલ્હી: ભારતીય રેલવે દુનિયાનું ચોથા નંબરનું અને એશિયાનું બીજું સૌથી મોટું રેલવે નેટવર્ક ધરાવે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ દેશમાં 2,167 પેસેન્જર ટ્રેનો છે. જ્યારે દેશમાં રોજ 23 મિલિયન મુસાફરો ટ્રેનથી મુસાફરી કરે છે. અહીં અનેક પ્રકારની ટ્રેન અને તેના ડબ્બા જોવા મળે છે. જો તમે ક્યારેય ટ્રેનમાં મુસાફરી કરી હશે તો તમે જોયું હશે કે ટ્રેનમાં અનેક પ્રકારના ડબ્બા હોય છે. જેમાં એસી કોચ, સ્લીપર કોચ અને જનરલ કોચ સામેલ હોય છે. ટ્રેનમાં ત્રણ રંગના ડબ્બા જોવા મળે છે. એક લાલ રંગના ડબ્બા, બીજા વાદળી રંગના ડબ્બા અને ત્રીજા લીલા રંગના ડબ્બા. શું તમને આ અલગ અલગ રંગના ડબ્બા શાં કારણસર હોય છે તે ખબર છે? જો જવાબ ના હોય...તો ખાસ જાણો કારણ.
લાલ રંગના ડબ્બાનો અર્થ
લાલ રંગના કોચને લિંક હોફમેન બુશ (LHB) કહે છે. આ કોચ જર્મનીથી વર્ષ 2000માં ભારત લાવવામાં આવ્યા હતા. પરંતુ હવે પંજાબના કપૂરથલામાં બને છે. તેની ખાસિયત એ છે કે તે એલ્યુમિનિયમથી બનેલા હોય છે અને બીજા કોચની સરખામણીમાં હળવા હોય છે. આ સાથે જ તેમનામાં ડિસ્ક બ્રેક પણ આપવામાં આવે છે. પોતાની આ ખાસિયતના કારણે જ 200 કિમી પ્રતિ કલાકની ઝડપ સુધી ભાગી શકે છે. અત્રે જણાવવાનું કે વધુ સ્પીડવાળી ટ્રેનો જેમ કે રાજધાની અને શતાબ્દીમાં આ પ્રકારના ડબ્બાનો ઉપયોગ થતો હોય છે. જો કે હવે તમામ ટ્રેનમાં LHB કોચ લગાવવાની યોજના છે. આવામાં અનેક અન્ય ટ્રેનોમાં પણ તેનો ઉપયોગ થવા લાગ્યો છે.
વાદળી રંગના ડબ્બાનો અર્થ
વાદળી રંગના ડબ્બાને ઈન્ટીગ્રલ કોચ(Integral Coach Factory- ICF) કહે છે. હકીકતમાં LBH કરતા બિલકુલ અલગ તે લોખંડના બને છે અને તેમાં એરબ્રેકનો ઉપયોગ થાય છે. તેનું નિર્માણ ચેન્નાઈ સ્થિત ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી(ICF) માં થાય છે. પરંતુ ધીરે ધીરે હવે તેની જગ્યાએ LBH નો ઉપયોગ થાય છે. પરંતુ આજે પણ મેઈલ એક્સપ્રેસ અને ઈન્ટરિસિટી જેવી ટ્રેનમાં આવા ડબ્બા જોવા મળતા હોય છે.
લીલા રંગના કોચનો અર્થ
લીલા રંગના ડબ્બાનો ઉપયોગ ગરીબ રથ ટ્રેનમાં થાય છે. જ્યારે બીજુ બાજુ ભૂખરા રંગના ડબ્બાનો ઉપયોગ મીટર ગેજ ટ્રેનોમાં થાય છે. બિલિમોરા વાઘાઈ પેસેન્જર એક નેરો ગેજ ટ્રેન છે. જેમાં હળવા લીલા રંગના કોચનો ઉપયોગ થાય છે. જો કે તેમાં ભૂખરા રંગના કોચનો ઉપયોગ પણ થાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે