Kerala plane crash: એક મૃતકનો કોરોના પોઝિટિવ, ઈજાગ્રસ્તોને નહીં મળી શકે પરિવારજનો
કેરલ (Kerala plane crash)ના કોઝિકોડમાં થયેલા પ્લેન ક્રેશમાં અત્યાર સુધી 18 લોકોના મૃત્યુ થયા છે. તો મૃતક એક વ્યક્તિનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
કોઝિકોડઃ કેરલમાં શુક્રવારે એક પ્લેન ક્રેશ દુર્ઘટનાએ દેશને હચમચાવી દીધો છે. દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. માહિતી મળતા ઘણા યાત્રીકોના પરિવારજનો તો સ્થળ પર પહોંચી રહ્યાં છે, પરંતુ દુખની વાત છે કે હવે ઈજાગ્રસ્તો કોઈને મળી શકશે નહીં. આ નિર્ણય એક મૃતક યાત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ લેવામાં આવ્યો છે. બીજીતરફ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના દાવા પર વિશ્વાસ કરીએ તો એર ઈન્ડિયા એક્સપ્રેસનું પ્લેન કોઝિકોડ એરપોર્ટ પર રનવેથી લગભગ 1 હજાર મીટર પહેલા જ ટેક્સી-વેની પાસે ટકરાયું હતું.
કેરલના કોઝિકોડમાં કરીપુર એરપોર્ટ પર ઈન્ડિયા એક્સપ્રેસનું એક વિમાન લેન્ડિંગ કરવા દરમિયાન સ્લીપ થયું અને ખીણમાં પડતા તેના બે ટૂકડા થઈ ગયા હતા. આ ઘટનામાં બે પાયલટ સહિત 18 લોકોના મૃત્યુ થયા છે. પ્લેનમાં બે પાયલોટ અને ક્રૂ મેમ્બર સહિત 191 યાત્રીકો સવાર હતા. એક મૃતક યાત્રીની તપાસમાં તેનો કોરોના પોઝિટિવ આવતા હડકંપી ગયો છે.
એક મૃતકનો કોરોના પોઝિટિવ
કેરલના સ્વાસ્થ્ય મંત્રી કેકે શૈલજાએ જણાવ્યું કે, 45 વર્ષીય યાત્રી સુધીય વાયર્થના સેમ્પલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા. તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હવે એરપોર્ટમાં રેસ્ક્યૂ કાર્યમાં લાગેલા બધા લોકોને ક્વોરેન્ટીન કરવામાં આવી રહ્યાં છે. તેના સેમ્પલ લઈને કોરોના ટેસ્ટ માટે મોકલવામાં આવી રહ્યાં છે.
કેરળ વિમાન દુર્ઘટના: મૃતકોના પરિજનોને 10 લાખ, ગંભીર રીતે ઘાયલોને 2 લાખનું વળતર
રેસ્ક્યૂ ઓપરેશનમાં સામેલ દરેક લોકોનો થશે કોરોના ટેસ્ટ
સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, રેસ્ક્યૂ ઓપરેશનમાં જેટલા લોકો સામેલ થયા હતા તે બધા સ્વાસ્થ્ય વિભાગ સાથે સંપર્ક કરે. તેમણે કહ્યું કે, આવા લોકો સ્વાસ્થ્ય વિભાગના 1056, 0471 2552056, કંટ્રોલ રૂમ, -0483 2733251, 2733252, 2733253, 0495 2376063, 2371471, 2373901 હેલ્પલાઇન નંબરો પર સંપર્ક કરી જાણકારી આપી શકે છે, જેથી તેના સેમ્પલ લઈ શકાય.
પરિવારજનોને મળવાની મંજૂરી નહીં
પ્લેન ક્રેશમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોના પરિવારજનો પર હવે દુખનો પહાડ તૂટી પડ્યો છે. તેને કોરોના વાયરસના ડરથી પોતાના લોકોથી દૂર રાખવામાં આવશે. તેઓ ઈજાગ્રસ્તોને મળી શકશે નહીં. બધા ઈજાગ્રસ્તોનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. તેને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. મલપ્પુરમ કલેક્ટરે પુષ્ટિ કરી છે કે 149 યાત્રીકોને કોઝિકોડ અને મલપ્પુરમ જિલ્લાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં 22ની સ્થિતિ ગંભીર છે તો અન્ય 22ને પ્રાથમિક સારવાર આપીને રજા આપી દેવામાં આવી છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube